Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 17:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 હે યહોવા, મને નીરોગી કરો, એટલે હું નીરોગી થઈશ. મારો ઉદ્ધાર કરો, એટલે હું ઉદ્ધાર પામીશ. કેમ કે તમે મારું સ્તોત્ર છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 “હે પ્રભુ, મને સાજો કરો તો હું સાજો થઈશ. મને ઉગારો, તો હું ઉગરી જઈશ; કેમકે હું માત્ર તમારી જ સ્તુતિ કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 હે યહોવાહ, મને સાજો કરો, તો હું સાજો થઈશ. મારો ઉદ્ધાર કરો એટલે હું ઉદ્ધાર પામીશ. કેમ કે તમે મારા સ્રોત્ત છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 હે યહોવા, તમે જો મને સાજો કરો, તો હું સાચે જ સાજો થઇ જઇશ. મને ઉગારો અને મારું ખરેખરું તારણ કરો કારણ કે તમે જ તે છો જેની હું સ્તુતિ કરું છું.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 17:14
23 Iomraidhean Croise  

હે યહોવા અમારા, ઈશ્વર, અમને તારો, અને તમારા પવિત્ર નામનો આભાર માનવાને તથા તમારી સ્તુતિ કરીને જય જયકાર કરવાને વિદેશીઓમાંથી અમને વીણીને એકત્ર કરો.


હે મારા સ્તુતિના ઈશ્વર, તમે મૂંગા ન રહો.


હું તમારો છું, મને બચાવો; કેમ કે મેં તમારાં શાસનો શોધ્યાં છે.


તેઓએ એવું કહ્યું, “અમારી જીભથી અમે જીતીશું, અમારા હોઠ અમારા પોતાના છે, અમારો ધણી કોણ છે?”


વળી તેમણે પોતાના લોકોનું શિંગ, અને પોતાના બધા સંતોની સ્તુતિ ઊંચી કરી છે; અને જે તેમની પાસે રહેનાર ઇઝરાયલ લોકો છે [તેમને તેમણે ઊંચા કર્યા છે]. યહોવાની સ્તુતિ કરો.


હે ઈશ્વર, તમારે નામે મને બચાવો, અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.


હે યહોવા, મારા પર દયા રાખો, કેમ કે હું સુકાઈ ગયો છું. હે યહોવા, મને સાજો કરો; કેમ કે મારાં હાડકાંમાં પીડા થાય છે.


મારો જીવ પણ બહુ મૂંઝાયો છે; પણ, હે યહોવા, તે ક્યાં સુધી?


હે યહોવા, પાછા આવો, મારા જીવને બચાવો; તમારી કૃપાને લીધે મારું તારણ કરો.


તમારા પ્રિય લોક છૂટી જાય, માટે તમારા જમણા હાથથી તેઓનું તારણ કરીને મને ઉત્તર આપો.


આ લોકનાં મન જડ કર, ને તેમના કાન ભારે કર, ને તેમની આંખો મીંચાવ. રખેને તેઓ આંખોથી જુએ, કાનથી સાંભળે, અને મનથી સમજે, અને પાછા ફરીને સાજા કરાય.”


હું આ લોકોને માટે તને પિત્તળની મજબૂત ભીંતરૂપ કરીશ. તેઓ તારી સામે લડશે, પણ તને જીતશે નહિ; કેમ કે તને બચાવવા તથા તને છોડાવવા માટે હું તારી સાથે છું, એમ યહોવા કહે છે.


ડુંગરો પરની તથા પર્વતો પરની ધામધૂમથી [જે તારણની આશા રાખીએ છીએ] તે ખરેખર વ્યર્થ જ છે; ખરેખર અમારા ઈશ્વર યહોવામાં જ ઇઝરાયલનું તારણ છે.


કેમ કે હું તને આરોગ્ય આપીશ, ને તારા ઘા રુઝાવીશ, એવું યહોવા કહે છે; કેમ કે તેઓએ તને ‘કાઢી મૂકેલી’ કહી છે. વળી, ‘આ સિયોન છે, તેના વિષે કોઈને ચિંતા નથી, ’ એમ તેઓએ કહ્યું છે.”


ખચીત મેં એફ્રાઈમને તેના પોતાના સંબંધમાં વિલાપ કરતો સાંભળ્યો કે, ‘તમે મને શિક્ષા કરી છે, ને વગર પલોટેલા વાછરડાની જેમ મને શિક્ષા થઈ છે; તમે મને ફેરવો, એટલે હું ફરીશ; કેમ કે તમે મારા ઈશ્વર યહોવા છો.


તોપણ, હું તેને આરોગ્ય તથા કુશળતા આપીશ, તેઓને નીરોગી કરીશ, અને હું તેઓને પુષ્કળ શાંતિ તથા સલામતી બક્ષીશ.


અને મૂસાએ યહોવાની વિનંતી કરીને કહ્યું, “ઓ ઈશ્વર, હું તમારા કાલાવાલા કરું છું કે તેને સમી કરો.”


પણ પવન જોઈને તે બીધો, ને ડૂબવા લાગ્યો. તેથી તેણે બૂમ પાડી, “ઓ પ્રભુ, મને બચાવો.”


ત્યારે તેઓએ તેમની પાસે આવીને તેમને જગાડીને કહ્યું, “ઓ પ્રભુ, અમને બચાવો, અમે નાશ પામીએ છીએ.”


“પ્રભુનો આત્મા મારા પર છે, કેમ કે દરિદ્રીઓ આગળ સુવાર્તા પ્રગટ કરવા માટે તેમણે મારો અભિષેક કર્યો છે; બંદીવાનોને છૂટકો તથા આંધળાઓને દષ્ટિ પામવાનું જાહેર કરવા, ઘાયલ થયેલાઓને છોડાવવા


તે જ તારું સ્‍તોત્ર છે, ને તે જ તારા ઈશ્વર છે કે, જેમણે તારે માટે આ મહાન ને ભયંકર કૃત્યો તારા જોતાં કર્યા છે.


હવે જુઓ, એ તો હું, હા, હું જ તે છું, અને મારા વગર કોઈ ઈશ્વર નથી. હું મારું છું, ને હું જીવાડું છું; મેં ઘાયલ કર્યાં છે, ને હું સાજાં કરું છું; અને મારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ નથી.


Lean sinn:

Sanasan


Sanasan