યર્મિયા 17:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 જે તીતર પોતે મૂકેલાં નહિ એવા ઈંડા સેવે છે તેના જેવો અન્યાયથી દ્રવ્ય મેળવનાર છે; તેનું આયુષ્ય અધવાર્યા પહેલાં તે દ્રવ્ય છોડીને જશે, ને અંતે મૂર્ખ ઠરશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 અન્યાયથી ધન પ્રાપ્ત કરનાર પોતે નહિ મૂકેલ ઈંડાં સેવનાર કોયલ સમાન છે. બચ્ચાં મોટા થઈને ખોટી માને તજી દે તેમ જીવનની અધવચમાં જ તેનું ધન ચાલ્યું જશે, અને લોકોની દષ્ટિમાં તે આખરે મૂર્ખ ગણાશે! Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 જેમ તીતર પોતે મૂકેલાં નહી તેવાં ઈંડાંને સેવે છે, તેના જેવો અન્યાયથી દ્રવ્ય પ્રાપ્ત કરનાર છે; તેનું આયુષ્ય પૂર્ણ થતાં સુધી તે દ્રવ્ય છોડીને જશે અને અંતે તે મૂર્ખ ઠરશે.” Faic an caibideilપવિત્ર બાઈબલ11 અન્યાયને માર્ગે ધન એકઠું કરનાર માણસ તો કોયલ જેણે પોતે જન્મ આપ્યો નથી તેવા ઇડાને સેવી રહી છે તેના જેવો છે. અડધી ઉંમર થતાં એ ધન એને છોડી જશે; આખરે તે મૂરખ ઠરશે.” Faic an caibideil |
“વળી ન્યાય કરવા હું તમારી નજીક આવીશ; અને જાદુગરો તેમ જ વ્યભિચારીઓ તથા જૂઠા સોગન ખાનારાઓની વિરુદ્ધ, મજુર પર તેની મજૂરીના સંબંધમાં [જુલમ કરનારની] , અને વિધવા તથા અનાથ પર જુલમ કરનારની વિરુદ્ધ, અને પરદેશી [નો હક] પચાવી પાડનાર તથા મારો ડર નહિ રાખનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ, ” એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.