Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 16:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 [યહોવા કહે છે,] “તે માટે, હું તેઓને જણાવીશ, આ વખતે હું તેઓને મારો હાથ તથા મારું સામર્થ્ય જણાવીશ. અને ત્યારે તેઓ જાણશે કે મારું નામ યહોવા છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 તેથી પ્રભુ કહે છે, “ત્યારે એ પ્રજાઓને એકવાર મારું સામર્થ્ય અને મારી શક્તિ બતાવીશ, અને તેઓ જાણશે કે મારું નામ યાહવે છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 માટે જુઓ, હું તેઓને જણાવીશ તેઓને હું મારું સામર્થ્ય અને મારો હાથ દેખાડીશ, ત્યારે તેઓ જાણશે કે મારું નામ યહોવાહ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 યહોવા કહે છે, “તેઓ આવી કબૂલાત કરતા આવશે, તો હું મારું સાર્મથ્ય અને પરાક્રમ તેઓને દેખાડીશ અને હું એકલો જ દેવ છું ને મારું નામ જ ‘યહોવા છે’ તેવું તેઓને સમજાવીશ.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 16:21
13 Iomraidhean Croise  

જેથી, તેઓ જાણે કે તમે, જેમનું નામ યહોવા છે તે તમે જ આખી પૃથ્વી પર સર્વોચ્ચ ઈશ્વર છો.


યહોવાએ પોતે પોતાની ઓળખાણ આપી છે, તેમણે ન્યાય કર્યો છે. દુષ્ટો પોતાના હાથના કામમાં પોતે ફસાઈ ગયા છે. (હિગ્ગાયોન. સેલાહ)


અને હું ફારુનનું હ્રદય હઠીલું કરીશ, તે તેઓનો પીછો પકડશે; અને ફારુન ઉપર તથા તેના બધા સૈન્ય ઉપર હું મહિમાવાન થઈશ, અને મિસરીઓ જાણશે કે હું યહોવા છું.” અને તેઓએ એમ કર્યું.


યહોવા તો યોદ્ધો છે; તેમનું નામ યહોવા છે.


અને સર્વસમર્થ ઈશ્વર, એ નામે મેં ઇબ્રાહિમને તથા ઇસહાકને તથા યાકૂબને દર્શન આપ્યું, પણ યહોવા એ મારા નામથી તેઓ મને ઓળખતા નહોતા.


કેમ કે હું યહોવા તારો ઈશ્વર છું, હું ઇઝરાયલને પવિત્ર [ઈશ્વર] તારો ત્રાતા છું, મેં તારા ઉદ્ધારના બદલામાં મિસર આપ્યો છે, તારે બદલે કૂશ તથા સબા આપ્યાં છે.


યહોવા જે જગતના ઉત્પન્ન કરનાર, તેના રચનાર ને તેને સ્થિર કરનાર છે, તેમનું નામ યહોવા છે, તે કહે છે,


એમ હઝકિયેલ તમને ચિહ્‍નરૂપ થશે. જે સર્વ તેણે કર્યું છે તે પ્રમાણે તમે કરશો. જ્યારે એ થશે ત્યારે તમે જાણશો કે હું પ્રભુ યહોવા છું.”


તે દિવસે તારું મુખ ઊઘડી જશે, ને બચી ગયેલા સાથે તું વાત કરશે, ને ત્યાર પછી તું મૂંગો રહેશે નહિ; એમ તું તેમને ચિહ્‍નરૂપ થશે. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”


હું મારા ઇઝરાયલ લોકોની મારફતે મારું વૈર અદોમ પર વાળીશ; અને મારા કોપ તથા મારા ક્રોધ પ્રમાણે તેઓ અદોમ પ્રત્યે વર્તશે; અને તેઓને મારા વૈરનો અનુભવ થશે, એમ પ્રભુ યહોવા કહે છે.”


કતલ થયેલાઓ તમારામાં પડશે, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.


તમે તેમને શોધો કે જે કૃત્તિકા તથા મૃગશિરના કર્તા છે, જે ઘોર અંધકારને પ્રભાતરૂપ કરી નાખે છે, ને જે દિવસને રાત વડે અંધકારમય કરી દે છે, અને જે સમુદ્રના પાણીને હાંક મારે છે, ને તેઓને પૃથ્વીની સપાટી પર રેડી દે છે, તેમનું નામ યહોવા છે.


Lean sinn:

Sanasan


Sanasan