Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 16:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 યહોવા કહે છે, “હું ઘણા માછીઓને તેડાવીશ, ને તેઓ તેમને માછલાંની જેમ પકડશે; અને ત્યાર પછી હું ઘણા શિકારીઓને તેડાવીશ, ને તેઓ દરેક પર્વત પરથી ને ડુંગર પરથી, ને ખડકોની ફાટોમાંથી તેઓનો શિકાર કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 પ્રભુ કહે છે, “આ લોકોને પકડવા હું ઘણા માછીમારોને બોલાવીશ. પછી હું ઘણા શિકારીઓને બોલાવીશ અને તેઓ દરેક પર્વત, ટેકરા કે ખડકનાં પોલાણોમાંથી તેમનો શિકાર કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 જુઓ! હું ઘણા માછીમારોને મોકલીશ” તેમ યહોવાહ કહે છે. “તેઓ લોકોને જાળમાં પકડી પાડશે. ત્યાર પછી હું ઘણા શિકારીઓને મોકલીશ અને તેઓ તેઓને દરેક પર્વત પરથી, ડુંગર પરથી અને ખડકોની ગુફામાંથી શોધી કાઢીને તેમનો શિકાર કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 યહોવા કહે છે, “હવે હું અનેક માછીમારોને મોકલીશ અને તેઓ તે લોકોને જાળમાં પકડી પાડશે. ત્યાર પછી હું અનેક શિકારીઓને મોકલીશ અને તેઓ તેમને એકેએક પર્વત પરથી અને એકેએક ગુફામાંથી શોધી કાઢીને તેમનો શિકાર કરશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 16:16
21 Iomraidhean Croise  

તે યહોવાની આગળ બળવાન શિકારી થયો; એ માટે કહેવાય છે કે, ‘યહોવાની આગળ નિમ્રોદ સરખો બળવાન શિકારી.’


જ્યારે યહોવા પૃથ્વીને કંપાવવાને ઊઠશે ત્યારે તેઓ તેમના ભયથી, તથા તેમના માહાત્મ્યના પ્રતાપથી, ખડકોનાં પોલાણમાં ને શિખરોની ફાટોમાં પેસી જશે.


તેઓ આવશે, ને કરાડાવાળી ખીણોમાં, ખડકોની ફાટોમાં, સર્વ કાંટાના છોડવાઓમાં, ને સર્વ બીડોમાં તેઓ બધા ભરાઈ રહેશે.


તેથી હું ઉત્તર તરફથી સર્વ જાતિઓને તેડી મંગાવીશ, તથા મારા દાસ, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારને પણ બોલાવીશ, ને તેઓને આ દેશ પર, તેના રહેવાસીઓ પર, તથા ચારે તરફના આ સર્વ દેશો પર લાવીશ. અને હું તેઓનો સંહાર કરીશ, ને તેઓ વિસ્મયજનક તથા ફિટકારપાત્ર થશે, ને તેઓ સદા ઉજ્જડ રહેશે, એવું હું કરીશ.


સવારો તથ ધનુર્ધારીઓના અવાજ સાંભળીને નગરમાંના સર્વ લોકો નાસે છે. તેઓ ઝાડીઓમાં ભરાઈ જાય છે, તથા ખડકો પર ચઢી જાય છે. સર્વ [લોક] નગરોને તજે છે, તેઓમાં કોઈ વસનાર નથી.


સૈન્યોના પ્રભુ યહોવા કહે છે, જુઓ, તારી આસપાસના સર્વ લોકો તરફથી હું તારા પર ભય લાવીશ; અને તમારામાંના દરેકને બારોબાર નસાડી મૂકવામાં આવશે, અને રઝળનારને કોઈ સમેટનાર મળશે નહિ.


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “ઇઝરાયલમાંનું જે બાકી રહ્યું હોય તે તો દ્રાક્ષાની જેમ તમામ વીણી લેવામાં આવશે. દ્રાક્ષા તોડનારની જેમ તું તારો હાથ ડાંખળીમાં ફરી ફેરવ.


તેઓ અમારો કેડો છોડતા નથી, તેથી અમે અમારા ચૌટાંઓમાં ફરી શક્તા નથી. અમારો અંતકાળ પાસે આવ્યો છે, અમારા દિવસો ભરાઈ ચૂક્યા છે; કેમ કે અમારો અંતકાળ આવ્યો છે.


અમારી પાછળ પડનારાઓ આકાશનાં ગરૂડો કરતાં વેગાન હતા. પર્વતો પર તેઓ અમારી પાછળ પડ્યા, રાનમાં તેઓ અમને પકડવા સંતાઈ રહ્યા.


મારી મરજીમાં આવશે ત્યારે હું તેઓને શિક્ષા કરીશ. જ્યારે તેઓ પોતાના બે અપરાધોના બંધનમાં હશે ત્યારે તેઓની સામે વિદેશીઓ એકત્ર થશે.


પ્રભુ યહોવાએ પોતાની પવિત્રતાની પ્રતિજ્ઞા લીધી છે, “તમારા પર એવા [આપત્તિના] દિવસો આવી પડશે કે જે સમયે તેઓ તમને કડીઓ નાખીને તથા તમારામાંની બાકી રહેલાઓને માછલી [પકડવાના] ગલ વળગાડીને ખેંચી જશે.


[તે તો] જેમ કોઈ માણસને સિંહ પાસેથી નાસી જતાં રીંછની ભેટ થઈ જાય, અને ઘરમાં ભરાઈ જઈને પોતાનો હાથ ભીંતે ટેકવતાં તેને સાપ કરડે, તેવો છે.


ધાર્મિક માણસો પૃથ્વી પરથી નાશ પામ્યા છે, ને મનુષ્યોમાં કોઈ પ્રામાણિક રહ્યો નથી. તેઓ સર્વ રક્તપાત કરવાને ટાંપી રહે છે તેઓ જાળ નાખીને પોતાના ભાઈઓનો શિકાર કરે છે.


તે સમયે હું બત્તીઓ રાખીને યરુશાલેમની ઝડતી લઈશ. અને જે માણસો [દ્રાક્ષારસના] ઠરી ગયેલા રગડાની જેમ [એશઆરામ ભોગવીને] પોતાના મનમાં કહે છે, ‘યહોવા તો ભલું નહિ કરે તેમ ભૂંડુંયે નહિ કરે, ’ તેઓને હું શિક્ષા કરીશ.


વળી, મારા પિતા, જુઓ, હા, મારા હાથમાં તમારા ઝભ્ભાની કોર જુઓ, મેં તમારા ઝભ્ભાની કોર કાપી લીધી, છતાં તમને મારી નાખ્યા નહિ, તે પરથી જાણો ને સમજો કે મારા હાથમાં દુષ્ટતા કે ઉલ્લંઘન નથી. વળી, તમે જો કે મારો જીવ લેવા મારી પાછળ પડ્યા છો, તોપણ મેં તમારી વિરુદ્ધ કંઈ પાપ કર્યું નથી.


તો હવે મારું લોહી યહોવાની હજૂરથી દૂરની ભૂમિ પર નપડો, કારણ જેમ પર્વત પર તેતરનો શિકાર કોઈ કરતો હોય, તેમ ઇઝરાયલના રાજા એક ચાંચડને શોધવા નીકળી પડ્યા છે.”


Lean sinn:

Sanasan


Sanasan