Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 16:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 તે માટે હું તમને આ દેશમાંથી કાઢીને જે દેશ તમને તથા તમારા પૂર્વજોને અજાણ્યો છે, તેમાં હાંકી કાઢીશ; અને ત્યાં તમે રાતદિવસ અન્ય દેવોની સેવા કરશો. હું તમારા પર મહેરબાની રાખીશ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 તેથી હું તમને આ દેશમાંથી તમારા પૂર્વજો કે તમે જાણતા નથી એવા દેશમાં હાંકી કાઢીશ. ત્યાં તમે રાતદિવસ અન્ય દેવોની પૂજા કર્યા કરજો! હું તમારા પર દયા દર્શાવીશ નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 આથી હું તમને આ દેશમાંથી કાઢીને તમને અને તમારા પિતૃઓને અજાણ્યા દેશમાં હાંકી કાઢીશ, ત્યાં તમે રાતદિવસ અન્ય દેવોની સેવા કરજો. હું તમારા પર દયા રાખીશ નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 આથી હું તમને આ દેશમાંથી ઉખાડી; તમને અને તમારાં પિતૃઓને અજાણ્યા દેશમાં ફગાવી દેનાર છું. ત્યાં તમે રાતદિવસ વિદેશી દેવોને ભજ્યા કરજો. કારણ, હું તમારા પર દયા રાખવાનો નથી.’”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 16:13
21 Iomraidhean Croise  

બાબિલના રાજાએ તેઓને હમાથ દેશમાંના રિબ્લાહમાં માટી નાખ્યા. એ પ્રમાણે યહૂદિયાના લોકોને તેમના દેશમાંથી બંદીવાન કરીને લઈ જવામાં આવ્યા.


તો મારો જે દેશ મેં ઇઝરાયલને આપ્યો છે તેમાંથી હું તેઓને જડમૂળથી ઉખેડી નાખીશ. અને આ મંદિર જેને મેં મારા નામને માટે પવિત્ર કર્યું છે તેને હું મારી ર્દષ્ટિ આગળથી દૂર કરીને તેને સર્વ લોકોમાં કહેણીરૂપ તથા મહેણારૂપ કરીશ.


માટે મેં તેઓને તેમનાં હ્રદયની હઠ પ્રમાણે ચાલવા દીધા કે, તેઓ પોતાની યોજનાઓ પ્રમાણે વર્તે.


કેમ કે યહોવા કહે છે, “જુઓ, હું આ સમયે દેશના રહેવાસીઓને ગોફણના ગોળાની જેમ ફેંકી દઈશ, ને તેઓને ખબર પડે એવું હું તેઓને દુ:ખ દઈશ.”


હે ઇઝરાયલની આશા, સંકટની વેળાએ તેના ત્રાતા, દેશમાં પ્રવાસી જેવા અથવા તો રાત્રે ઉતારો કરવા આવનાર વટેમાર્ગુ જેવા તમારે શા માટે થવું જોઈએ?


પછી યહોવાએ મને કહ્યું, “જો મૂસા તથા શમુએલ મારી આગળ ઊભા રહેત, તોપણ મારું મન આ લોકોની તરફ થાત નહિ. મારી આગળથી તેઓને કાઢી મૂક, તેઓ દૂર જતા રહે.


અજાણ્યા દેશમાં હું તારી પાસે તારા વૈરીઓની સેવા કરાવીશ; કેમ કે મારો ક્રોધરૂપી અગ્નિ સળગ્યો છે, તે તમારા પર બળશે.”


વળી યહૂદિયાના રાજા હિઝકિયાના પુત્ર મનાશ્શાને લીધે, એટલે યરુશાલેમમાં તેણે જે જે કર્યું તેને લીધે, હું તેઓને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં આમતેમ રખડાવીશ.


યહોવા કહે છે કે, શોક [કરનાર] ના ઘરમાં પેસતો ના, ને રડારોળ કરવા માટે જતો ના, ને તેઓને લીધે વિલાપ કરતો ના; કેમ કે મેં આ લોકો પરથી મારી શાંતિ, એટલે કરુણા તથા દયા લઈ લીધી છે.


જે વારસો મેં તને આપ્યો તેને તું પોતાની જાતે પડતો મૂકીશ, અને અજાણ્યા દેશમાં હું તારી પાસે તારા વૈરીઓની સેવા કરાવીશ; કેમ કે તમે મારો કોપાગ્નિ સળગાવ્યો છે, તે સર્વકાળ બળતો રહેશે.”


જે દેશમાં તમારો જન્મ થયો નહોતો એવા પારકા દેશમાં હું તને તથા તને જન્મ આપનાર તારી માને પણ ફેંકી દઈશ; અને ત્યાં તમે મરી જશો.


આ માણસ, એટલે કોનિયા, તે તુચ્છ અને ફૂટેલું માટલું છે શું? તે અણગમતા પાત્ર જેવો હશે શું? તો તેને તથા વંશજોને શા માટે અજાણ્યા દેશમાં ફેંકી દેવામાં આવ્યા છે?


જ્યારે તમે પૂછશો, “અમારા ઈશ્વર યહોવાએ અમને એ બધું [દુ:ખ] કેમ આપ્યું છે?” ત્યારે તું તેઓને કહેજે, “જેમ તમે મારો ત્યાગ કરીને તમારા દેશમાં પારકા દેવની સેવા કરી છે, તેમ જે દેશ તમારો નથી તેમાં તમે પારકાઓની સેવા કરશો.”


તેઓએ ધિક્કારપાત્ર કૃત્ય કર્યું હતું, માટે શું તેઓ શરમિંદા થયા નહિ, વળી શું છે તે તેઓ સમજ્યા નહિ; તેથી તેઓ પડનારાઓ ભેગા પડશે; જ્યારે હું તમને જોઈ લઈશ ત્યારે તેઓ ઠોકર ખાઈને પડી જશે, ” એમ યહોવા કહે છે.


જે દેશજાતિને તું તેમજ તાર પિતૃઓ ઓળખતા નથી, તેની પાસે યહોવા તને તથા જે રાજા તું તારા પર ઠરાવે તેને લાવશે. અને ત્યાં તું લાકડાના તથા પથ્થરના અન્ય દેવોની સેવા કરશે.


અને યહોવાએ પોતાના કોપમાં તથા ક્રોધમાં તથા ઘણા રોષમાં તેઓને તેઓના દેશમાંથી ઉખેડી નાખ્યા, ને બીજા દેશમાં કાઢી મૂક્યા, જેમ આજે છે તેમ.’


Lean sinn:

Sanasan


Sanasan