Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 16:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ત્યારે તું તેઓને કહેજે કે, યહોવા કહે છે કે, [વિપત્તિ આવવાનું] કારણ એ છે કે, તમારા પૂર્વજો મને તજીને અન્ય દેવોની પાછળ ગયા, ને તેઓની સેવા તથા આરાધના કરી, તેઓએ મારો ત્યાજ કર્યો, ને મારું નિયમશાસ્ત્ર પાળ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 ત્યારે તું તેમને કહેજે: પ્રભુ કહે છે, કે તમારા પૂર્વજો મને તરછોડીને અન્ય દેવોને અનુસર્યા, અને તેમણે તેમની સેવાપૂજા કરી. તેમણે મારો ત્યાગ કર્યો અને મારા નિયમશાસ્ત્રના શિક્ષણનું પાલન કર્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ત્યારે તું કહે જે કે, યહોવાહ કહે છે કે વિપત્તિ આવવાનું કારણ એ છે કે, ‘તમારા પિતૃઓએ મારો ત્યાગ કર્યો’ ‘અને અન્ય દેવોની પાછળ ગયા છે. અને તેમની સેવાપૂજા કરી તેમણે મારો ત્યાગ કર્યો અને મારા નિયમશાસ્ત્રનું પાલન કર્યુ નહોતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 ત્યારે તારે જવાબ આપવો; ‘કારણ, તમારા પિતૃઓએ મારો ત્યાગ કર્યો હતો,’ આ હું યહોવા બોલું છું. ‘અને બીજા દેવોને માની તેમની પૂજા કરી હતી; તેમણે મારો ત્યાગ કર્યો હતો અને મારા નિયમશાસ્ત્રનું પાલન કર્યુ નહોતું.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 16:11
21 Iomraidhean Croise  

અને તેઓ ઉત્તર આપશે, ‘તેઓના પિતૃઓને મિસર દેશમાંથી કાઢી લાવનાર તેઓના ઈશ્વર યહોવાને તજી દઈને તેઓએ અન્ય દેવોને સ્વીકાર્યાં, ને તેમની ભક્તિ કરી ને તેમની સેવા કરી, તે માટે યહોવા આ સર્વ હાનિ તેમના પર લાવ્યા છે.’”


ત્યારે તેઓ ઉત્તર આપશે, ‘તેઓના પિતૃઓના ઈશ્વર યહોવા જે તેઓને મિસર દેશમાંથી કાઢી લાવ્યા, તેમનો તેઓએ ત્યાગ કરીને અન્ય દેવોને સ્વીકાર્યા ને તેઓનું ભજન કર્યું; તેઓની ઉપાસના કરી, તે માટે; તે જ માટે યહોવા એ બધી આફત તેઓના ઉપર લાવ્યા છે.’”


જો તું તારા હ્રદયમાં પૂછે કે, ‘મારી એવી સ્થિતિ કેમ થઈ છે?’ તો તારા ઘણા અન્યાયને લીધે તારાં વસ્ત્રો ઊંચા કરવામાં આવ્યા છે, અને તારી એડીઓને ઈજા થઈ છે.


‘યહોવા ક્યાં છે?’ એવું યાજકોએ કહ્યું નહિ; અને જેઓ નિયમશાસ્ત્ર શીખવે છે તેઓ મને ઓળખતા નહોતા; અને અધિકારીઓએ મારો અપરાધ કર્યો, ને પ્રબોધકોએ બાલને નામે પ્રબોધ કર્યો, ને જે હિતકારક નથી તેની પાછળ ગયા.”


ત્યારે તેઓ જવાબ આપશે કે, ‘તેઓએ પોતાના ઈશ્વર યહોવાનો કરાર તજી દીધો, ને અન્ય દેવોની આરાધના તથા સેવા કરી, તે કારણ માટે.’


કારણ કે તેઓએ પાપ કરીને મને રોષ ચઢાવ્યો છે, એટલે તેઓ કે તમે કે તમારા પૂર્વજો જે અન્ય દેવોને જાણતા નહોતા, તેઓની આગળ ધૂપ બાળવા અને તેઓની ઉપાસના કરવા તેઓ ગયા.


સૂર્ય, ચંદ્ર તથા આકાશનું સર્વ સૈન્ય, જેઓને તેઓએ ચાહ્યાં છે, તેઓ [વંઠી] ગયા છે, જેઓને તેઓએ શોધ્યાં છે, અને જેઓની આરાધના તેઓએ કરી છે, તેઓની આગળ આ હાડકાં વેરી નાખશે. તેઓને એકઠાં કરવામાં નહિ આવે, અને દાટવામાં નહિ આવે. તેઓ પૃથ્વીના પૃષ્ઠ પર ખાતરરૂપ થઈ જશે.


પણ પોતના હ્રદયના દુરાગ્રહ પ્રમાણે, અને પોતના પૂર્વજોના શીખવ્યા પ્રમાણે તેઓ બાલીમની પાછળ ચાલ્યા છે.”


અમારા પૂર્વજોએ પાપ કર્યું, અને તેઓ તો રહ્યા નથી! અને તેઓના અપરાધોનું ફળ અમને મળ્યું છે.


પણ જેઓના અંત:કરણનું વલણ તેમની ધિક્કારપાત્ર બાબતો તથા તિરસ્કારપાત્ર વસ્તુઓ તરફ છે, તેઓની કરણીઓનો બદલો હું તેમને આપીશ, એમ પ્રભુ યહોવા કહે છે.”


યહોવા કહે છે: ”યહૂદિયાના ત્રણ ગુનાને લીધે, હા, ચારને લીધે હું તેની શિક્ષા માંડી વાળીશ નહિ, કેમ કે તેઓએ યહોવાના નિયમનો અનાદર કર્યો છે, ને તેમના વિધિઓ પાળ્યા નથી, જે જૂઠાણાની પાછળ તેમના પૂર્વજો ફરતા હતા તે જૂઠાણાએ તેમને ભટકાવી દીધા છે.


તમારા પૂર્વજોના વખતથી તમે મારા વિધિઓથી અવળા ચાલ્યા છો, ને તે પાળ્યા નથી. મારી તરફ પાછા ફરો, તો હું તમારી તરફ પાછો‍ ફરી, ” એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે. “પણ તમે પૂછો છો કે, શી બાબતમાં અમે પાછા ફરીએ?


કેમ કે જેમાં વિદેશીઓ આનંદ માને છે એવાં કૃત્યો કરવામાં તમે તમારા આયુષ્યનો જેટલો વખત ગુમાવ્યો છે તે બસ છે. તે વખતે તમે વ્યભિચારમાં, વિષયભોગમાં, મદ્યપાનમાં, મોજશોખમાં તથા ધિક્કારપાત્ર મૂર્તિપૂજામાં મગ્ન હતા.


હવે ઇઝરાયલી લોકોએ યહોવાની દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, ને બાલીમની સેવા કરી.


Lean sinn:

Sanasan


Sanasan