Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 15:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 મને કેમ નિરંતર ખેદ થાય છે? અને મારો ઘા કેમ સારો થતો નથી? તે રુઝાતો નથી; તમે મારા પ્રત્યે કપટી [વહેળા] , ખૂટનારા પાણી જેવા થશો શું?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 શા માટે મારી વેદનાનો અંત આવતો નથી? શા માટે મારા ઘા અસાય બન્યા છે અને રુઝાતા નથી? અરેરે, તમે મારે માટે ઉનાળામાં સૂકાઈ જવાથી છેતરતા ઝરણા સમાન કેમ બન્યા છો?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 મને નિરંતર કેમ દુઃખ થાય છે. અને મારો ઘા સારો થતો નથી કે રુઝાતો કેમ નથી? તમે મારા પ્રત્યે કપટી વહેળાના પાણી જેવા થશો શું?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 મારાં દુ:ખોનો કોઇ પાર નથી, મારો ઘા અસાધ્ય કેમ છે, રુઝાતો કેમ નથી? તમારી મદદ ચોમાસામાં વહેતાં ઝરણાં જેવી અચોક્કસ છે. કોઇ વાર પૂર આવે અને પછી હાડકાં જેવું એકદમ સૂકું હોય.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 15:18
15 Iomraidhean Croise  

જેમ સમુદ્રમાંથી પાણી ઊડી જાય છે, અને નદી ક્ષીણ થઈને સુકાઈ જાય છે;


હું ન્યાયી છું તેમ છતાં જૂઠો [ગણાઉં] છું; નિર્દોષ [છું, તોપણ] મારો ઘા અસાધ્ય છે.’


મારો જીવ પણ બહુ મૂંઝાયો છે; પણ, હે યહોવા, તે ક્યાં સુધી?


શું [પ્રભુ] તમે યહૂદિયાનો છેક જ ત્યાગ કર્યો છે? શું તમારો જીવ સિયોનથી કંટાળી ગયો છે? અમને રૂઝ વળે નહિ એવી રીતે તમે અમને શા માટે માર્યા છે? અમે શાંતિની આશા રાખતા હતા, પણ કાંઈ કલ્યાણ થયું નહિ; અને સાજા થવાના સમયની રાહ જોતા હતા, પણ તેના બદલામાં ત્રાસ જ થયો!


તેઓના અમીરઉમરાઓ પોતાના ચાકરોને પાણી ભરવા મોકલે છે; તેઓ ટાંકા પાસે આવે છે, પણ ત્યાં તેઓને પાણી મળતું નથી; તેઓ પોતાનાં ખાલી વાસણ પાછાં લાવે છે; તેઓ લજવાઈને તથા શરમિંદા થઈને પોતાનાં માથાં ઢાંકે છે.


કષ્ટ તથા દુ:ખ ભોગવવા તથા લજ્જિત રહીને મારા દિવસો પૂરા કરવા માટે હું ગર્ભસ્થાનમાંથી કેમ બહાર આવ્યો?


હે યહોવા, તમે મને ફોસલાવ્યો, ને હું ફસાઈ ગયો! મારા કરતાં તમે બળવાન છો, ને તમે મને જીત્યો છે; હું આખો દિવસ તિરસ્કારનું કારણ થઈ પડયો છું, સર્વ મારી મશ્કરી કરે છે.


કેમ કે યહોવા કહે છે કે, તારો ઘા રુઝાય એવો નથી, તારો જખમ કારી છે.


તારા ઘાને લીધે તું કેમ બૂમ પાડે છે? તારું દુ:ખ મટાડવાનો કંઈ ઇલાજ નથી. તારાં પાપો ઘણાં થવાને લીધે તારા અપરાધો વધી ગયા છે, તેથી મેં તને આ બધું કર્યું છે.


એ માટે તું મોરેશેથ-ગાથને વિદાયગીરીની બક્ષિસ આપશે. આખ્ઝીબનાં કુટુંબો ઇઝરાયલના રાજાઓ સાથે કપટ કરશે.


કેમ કે તેના ઘા અસાધ્ય છે. કેમ કે [ન્યાયચુકાદો] યહૂદિયામાં પણ આવી પહોંચ્યો છે. તે મારા લોકના દરવાજા સુધી છેક યરુશાલેમ સુધી, પહોંચ્યો છે.”


Lean sinn:

Sanasan


Sanasan