Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 15:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 મોજમઝા કરનારાની મંડળીમાં હું બેઠો નહિ, હરખાયો પણ નહિ! [મારા પરના] તમારા હાથને લીધે હું એકલો બેઠો, કેમ કે તમે મને ક્રોધથી ભરપૂર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 આનંદકિલ્લોલ કરતી ટોળકી સાથે હું મજા માણવા બેઠો નથી, હું તો એકલો જ બેઠો; કારણ, તમે મને તમારા હાથથી જકડી રાખ્યો, અને તેમના પ્રત્યેના તમારા રોષે ભરાયો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 મોજમજા કરનારાઓની સંગતમાં હું બેઠો નહિ કે હરખાયો નહિ. મારા પરના તારા હાથને લીધે હું એકલો બેઠો. તમે મને ક્રોધથી ભરપૂર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 મેં કદી નિરર્થક મોજમજા કરનારાઓના સંગમાં આનંદ માણ્યો નથી. તમે મને બનાવ્યો છે અને એમના પ્રત્યે મારામાં પુણ્યપ્રકોપ જગાડ્યો છે તેથી હું અળગો રહ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 15:17
13 Iomraidhean Croise  

જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તેને ધન્ય છે!


હું જાગૃત રહું છું, હું અગાસી પર એકલી પડેલી ચકલી જેવો થઈ ગયો છું.


ઉખેડવા તથા પાડી નાખવા, અને વિનાશ કરવા તથા ખંડન કરવા, તેમ જ બાંધવા તથા રોપવા માટે, મેં આજે તને પ્રજાઓ તથા રાજ્યો પર નીમ્યો છે.”


પણ જો તમે આ નહિ માનશો, તો તમારા ગર્વને લીધે મારો જીવ ગુપ્તમાં શોક કરશે; અને મારી આંખ બહુ રડશે, ને તેમાંથી ચોધાર આંસુઓ વહેશે, કેમ કે યહોવાનું ટોળું બંદીવાસમાં લઈ જવાયુમ છે.


ખાવા-પીવાને અર્થે તું જમણવારના ઘરમાં તેઓની સાથે બેસવા જઈશ નહિ.


તે માટે હું યહોવાના કોપથી ભરપૂર છું; તેને દબાવી દબાવીને હું કાયર થયો છું. રસ્તામાં ફરતાં છોકરાં અને સભામાં ભેગા થયેલા જુવાનો ઉપર તેનો ઊભરો કાઢ; કેમ કે પુરુષ તથા તેની સ્ત્રી, ઘરડો તથા વયોવૃદ્ધ પકડાઈ જશે.


પ્રભુએ તેના પર [ઝૂંસરી] મૂકી છે, માટે તે એકાંતમાં બેસીને છાનો રહે.


આ પ્રમાણે એ વાતની સમાપ્તિ છે. મારા, દાનિયેલના, વિચારોથી મને બહું ગભરાટ થયો, ને મારું મોં ઊતરી ગયું; પણ મેં આ વાત મારા મનામાં રાખી.”


ત્યારે યહોવાના દૂતે ઉત્તર આપ્યો, “હે સૈન્યોના [ઇશ્વર] યહોવા, યરુશાલેમનાં તથા યહૂદિયાનાં નગરો કે, જેઓના ઉપર આ સિત્તેર વરસથી તમે કોપાયમાન રહ્યા છો, તેઓના પર તમે ક્યાં સુધી દયા નહિ કરો?”


માટે “તમે તેઓમાંથી નીકળી આવો, અને અલગ થાઓ.” એમ પ્રભુ કહે છે, “મલિન વસ્તુને અડકો નહિ; એટલે હું તમારો અંગીકાર કરીશ,


Lean sinn:

Sanasan


Sanasan