Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 15:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 હે મારી મા, મને અફસોસ, કેમ કે તેં મને આખા જગતની સાથે ઝઘડો કરનાર તથા વિવાદ કરનાર પુરુષ થવાને જન્મ આપ્યો છે! મેં વ્યાજે ધીર્યું નથી, ને તેઓએ મને વ્યાજે આપ્યું નથી. તોપણ તેઓ સર્વ મને શાપ દે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 અરે, હું કેવો દુર્ભાગી માણસ છું! મારી માતાએ મને કેમ જન્મ આપ્યો? આખા દેશમાં સૌને માટે હું ફરિયાદ કરનાર અને દાવો માંડનાર બન્યો છું. મેં કોઈના પૈસા ઉછીના લીધા નથી કે કોઈને ઉછીના દીધા નથી, છતાં બધા મને શાપ દે છે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 હે મારી મા, મને અફસોસ! તેં મને આખા જગત સાથે ઝગડો તથા તકરાર કરનાર પુરુષ થવાને જન્મ આપ્યો છે. મેં વ્યાજે ધીર્યું નથી કે તેઓએ મને વ્યાજે આપ્યું નથી, તેમ છતાં તેઓ બધાં મને શાપ આપે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 પછી યર્મિયાએ કહ્યું, “હે મારી મા, તેં આ દુ:ખીયારાને શા માટે જન્મ આપ્યો! મારે દેશમાં બધા સાથે ઝગડો તથા તકરાર કરવાં પડે છે! મેં નથી કોઇની પાસે ઊછીનું લીધું કે, નથી કોઇને ઉછીનું આપ્યું, તેમ છતાં બધાં મને શાપ શા માટે આપે છે?

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 15:10
32 Iomraidhean Croise  

અને આહાબે એલિયાને કહ્યું, “હે મારા શત્રુ, શું તેં મને શોધી કાઢ્યો છે?” એલિયાએ ઉત્તર આપ્યો, “હા, મેં તને શોધી કાઢ્યો છે. કારણ યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું છે તે કરવા માટે તેં પોતાને વેચ્યો છે.


ઇઝરાયલના રાજાએ યહોશાફાટને કહ્યું, “હજી એક માણસ છે કે, જેની મારફતે આપણે યહોવાને પૂછી જોઈએ. એ તો યિમ્લાનો દીકરો મિખાયા છે. પણ હું તેને ધિક્કારું છું, કેમ કે તે મારે વિષે સારું નહિ પણ માઠું ભવિષ્ય કહે છે. “યહોશાફાટે કહ્યું, “રાજાએ એમ ન બોલવું જોઈએ.”


તેઓ શાપ આપે, પણ તમે આશીર્વાદ આપો; તેઓ [સામા] ઊઠે ત્યારે તેઓ ફજેત થઈ જશે, પણ તમારો સેવક હર્ષ કરશે.


જે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી, અને જે નિરપરાધી વિરુદ્ધ લાંચ ખાતો નથી. એવાં કામ કરનાર કદી ડગશે નહિ.


જેઓ વિનાકારણ મારો દ્વેષ કરે છે, તેઓ મારા માથાના નિમાળા કરતાં વધારે છે; જેઓ ગેરવાજબી રીતે મારો નાશ કરવા ઇચ્છનાર શત્રુઓ છે તેઓ બળવાન છે. જે મેં લૂંટી લીધું નહોતું, તે મારે પાછું આપવું પડ્યું.


તારી સાથેના મારા લોકોમાંના કોઈ ગરીબને જો તું પૈસા ધીરે, તો તું તેની પ્રત્યે લેણદાર જેવો ન થા, ને તેને માથે તું વયાજ ન ચઢાવ.


જેમ ભટકતી ચકલી, અથવા જેમ ઊડતું અબાબીલ પક્ષી છે, તેમ વિનાકારણ આપેલો શાપ [કોઈને માથે] ઊતરતો નથી.


હું આ લોકોને માટે તને પિત્તળની મજબૂત ભીંતરૂપ કરીશ. તેઓ તારી સામે લડશે, પણ તને જીતશે નહિ; કેમ કે તને બચાવવા તથા તને છોડાવવા માટે હું તારી સાથે છું, એમ યહોવા કહે છે.


તું તેની પાસેથી કંઈ વ્યાજ કે નફો ન લે, પણ તારા ઈશ્વરનો ડર રાખ; એ માટે કે તારો ભાઈ તારી સાથે પોતાની જિંદગી ગાળે.


તું તારા પૈસા તેને વ્યાજે ન આપ, તેમ જ નફો લેવા માટે તું તારું અન્‍ન તેને ન આપ.


શા માટે તમે અન્યાય મારી નજરે પાડો છો, ને ભ્રષ્ટાચાર બતાવો છો? કેમ કે મારી આગળ લૂંટફાટ ને જોરજુલમ થઈ રહ્યો છે. કજિયા થાય છે, ને ટાંટા ઊઠે છે.


ત્યારે તેઓ તમને વિપત્તિમાં નાખશે, ને તમને મારી નાખશે, ને મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે.


પણ હું તમને કહું છું કે તમે તમારા વૈરીઓ પર પ્રેમ કરો, ને જેઓ તમારી પાછળ પડે છે તેઓને માટે પ્રાર્થના કરો.


શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો, અને તેની મા મરિયમને કહ્યું, “જો આ બાળક ઇઝરાયલમાંના ઘણાના પડવા, તથા પાછા ઊઠવા માટે, તથા જેની વિરુદ્ધ વાંધા લેવામાં આવે તેની નિશાનીરૂપ થવા માટે ઠરાવેલો છે.


જ્યારે માણસના દીકરાને લીધે માણસો તમારો દ્વેષ કરશે, તમારો બહિષ્કાર કરશે, તમને મહેણાં મારશે, અને તમારું નામ દુષ્ટ ગણીને કાઢી નાખશે, ત્યારે તમને ધન્ય છે.


પણ તમારી માન્યતા શી છે તે તમારી પાસેથી અમે સાંભળવા ચાહીએ છીએ. કેમ કે આ પંથની વિરુદ્ધ લોકો સર્વ સ્થળે બોલે છે. એવું અમે જાણીએ છીએ.”


Lean sinn:

Sanasan


Sanasan