Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 14:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 [મારા લોકો પોકારે છે,] “હે યહોવા, જો કે અમારા અપરાધો અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે, તોપણ તમારા નામની ખાતર કંઈક કરો; કેમ કે અમે વારંવાર પાછા હઠયા છીએ, તમારી વિરુદ્ધ અમે પાપ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 લોકો મને પ્રભુને વિનંતી કરે છે: ‘જો કે અમારાં પાપ અમને દોષિત ઠરાવે છે, તોપણ તમારી નામનાને ખાતર અમને મદદ કરો! અમે વારંવાર તમારો ત્યાગ કર્યો છે અને તમારી જ વિરુદ્ધ અમે પાપ કર્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જોકે, અમારાં પાપો અમારી વિમુખ સાક્ષી પૂરે છે, તેમ છતાં, હે યહોવાહ, તમારા નામ ખાતર કામ કરો. અમે અનેકવાર તમારો ત્યાગ કર્યો છે, અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 લોકો કહે છે, “અમારા પાપો અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે, તેમ છતાં, હે યહોવા, તારા નામ ખાતર કઇંક કર; અમે અનેકવાર તારો ત્યાગ કર્યો છે, અમે તારી વિરુદ્ધ પાપ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 14:7
30 Iomraidhean Croise  

હે ઇઝરાયલના ઈશ્વર યહોવા, તમે ન્યાયી છો; આજની માફક અમે બચી જતાં અમારો શેષ જીવતો રહ્યો છે. અમે અપરાધી છીએ, તેથી અમારામાંનો કોઈ તમારી આગળ ઊભો રહી શકતો નથી.”


હે યહોવા, અમોને નહિ, અમોને નહિ, પણ તમારી કૃપા તથા તમારી સત્યતાને લીધે તમારા નામનો મહિમા થાય, એમ કરો.


હે યહોવા, તમારા નામની ખાતર મારા અન્યાયની ક્ષમા કરો, કેમ કે તે ઘણા છે.


હે અમારા તારણના ઈશ્વર, તમારા નામના મહિમાને અર્થે અમને સહાય કરો; તમારા નામની ખાતર અમને છોડાવો, તથા અમારાં પાપનું નિવારણ કરો.


મારે પોતાને માટે, મારે પોતાને માટે જ હું તે કામ કરીશ; કેમ કે [મારું નામ] કેવું ભ્રષ્ટ કરવામાં આવ્યું છે? હું મારો મહિમા બીજાને આપીશ નહિ.


કેમ કે અમારા અપરાધો તમારી આગળ ઘણા થયા છે, ને અમારાં ફાપ અમારી વિરુદ્ધ સાક્ષી આપે છે; કેમ કે અમારા અપરાધો અમારી સાથે છે, ને અમારાં અન્યાયી કૃત્યોને તો અમે જાણીએ છીએ.


મારા ઘાને લીધે મને હાય હાય! મને ભારે જખં લાગ્યો છે. પણ મેં કહ્યું, “આ તો ખરેખર મારું દુ:ખ છે, ને તે માટે સહેવું જોઈએ.


તારી પોતાની દુષ્ટતા તને શિક્ષા કરશે, તથા તારાં બંડખોરીનાં કામો તને ઠપકો આપશે; માટે તારે સમજી લેવું કે, તેં યહોવા તારા ઈશ્વરને છોડી દીધા છે ને તેને તેમનું ભય નથી; આ તો ભૂંડું તથા કડવું છે, ” એમ પ્રભુ, એટલે સૈન્યોનો [ઈશ્વર] યહોવા, કહે છે.


અમે અમારી લાજમાં પડી રહીએ, ને અમારું અપમાન અમને ઢાંકે, કેમ કે અમે તથા અમારા પિતૃઓએ અમારી તરુણાવસ્થાથી આજ સુધી અમારા ઈશ્વર યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે; અને અમારા ઈશ્વર યહોવાનું કહ્યું અમે માન્યું નથી.”


વળી યોશિયા રાજાના સમયમાં યહોવાએ મને પૂછયું, “મારો ત્યાગ કરનાર ઇઝરાયલે જે કર્યું છે, તે તેં જોયું છે? તેણે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડ નીચે વ્યભિચાર કર્યો છે.


એ [કૃપાદાનો] તો તમારા અન્યાયોએ દૂર કર્યાં છે, ને તમારાં પાપોએ તમારું હિત રોકી રાખ્યું છે.


તે માટે વનમાંનો સિંહ તેઓને મારી નાખશે, અરણ્યમાં વરુ તેઓને ફાડી ખાશે, ચિત્તો તેઓનાં નગરો પર તાકી રહેશે, જે કોઈ તેમાંથી બહાર આવશે તેને તેઓ ફાડી નાખશે. કેમ કે તેઓના અપરાધો ઘણાં થયા છે, તેઓનાં ફિતૂરી કામો વધ્યાં છે.


[પ્રભુના લોકોએ કહ્યું,] ‘આપણે કેમ બેસી રહ્યા છીએ? એકત્ર થઈને કિલ્લાબંધ નગરોમાં જઈએ, ને ત્યાં મરી જઈએ, કેમ કે આપણા ઈશ્વર યહોવાએ આપણો નાશ કર્યો છે, અને આપણને ઝેર પાયું છે, કેમ કે આપણે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે.


તો યરુશાલેમના આ લોકો પાછા હઠયા છે તે હંમેશને માટે કેમ પાછા પડી ગયા છે? તેઓ કપટ પકડી રાખે છે, અને પાછા આવવાની ના પાડે છે.


પણ મારા નામની ખાતર મેં એવું કર્યું કે જે પ્રજાઓના દેખતાં હું તેઓને બહાર કાઢી લાવ્યો હતો તેઓના દેખતાં [મારા નામ] ને લાંછન ન લાગે.


પરંતું મેં મારો હાથ પાછો ખેંચી લીધો, ને મારા નામની ખાતર મેં એવું કર્યું કે, જે પ્રજાઓના દેખતાં હું તેઓને બહાર કાઢી લાવ્યો હતો તેઓના દેખતાં [મારા નામ] ને લાંછન ન લાગે.


પણ મિસર દેશમાંથી તેમને કાઢી લાવતાં મેં જે પ્રજાઓના દેખતાં મારી ઓળખાણ તેઓને આપી હતી, તથા જેઓની સાથે તેઓ રહેતા હતા, તેઓના દેખતાં તેને લાંછન ન લાગે એવું મેં મારા નામની ખાતર કર્યું.


ઇઝરાયલનો ગર્વ તેને મોઢામોઢ સાક્ષી પૂરે છે; તે માટે ઇઝરાયલ ને એફ્રાઈમ પોતાના અન્યાયથી ઠોકર ખાઈને પડી જશે. યહૂદિયા પણ તેમની સાથે ઠોકર ખાઈને પડી જશે.


ઇઝરાયલનો ગર્વ તેને મોઢામોઢ સાક્ષી પૂરે છે; તોપણ, એટલું બધું છતાં, તેઓ પોતાના ઈશ્વર યહોવાની પાસે પાછા આવ્યા નથી, તેમ તેમને શોધ્યા પણ નથી.


તેઓ દેશમાંનું ઘાસ ખાઈ રહ્યાં ત્યારે મેં કહ્યું, “હે પ્રભુ યહોવા, કૃપા કરીને ક્ષમા કરો; યાકૂબ કેમ કરીને નભી શકશે? કેમ કે તે નાનો છે.”


તે તારા પક્ષની હિમાયત કરીને મને દાદ આપશે ત્યાં સુધી હું યહોવાનો રોષ સહન કરીશ, કેમ કે મેં તેમની વિરુદ્ધ પાપ કર્યું છે, તે મને બહાર અજવાળામાં લાવશે, [ને] હું તેમનું ન્યાયીપણું જોઈશ.


જેથી ખ્રિસ્ત પર પ્રથમ આશા રાખનારા અમે તેમના મહિમાની સ્તુતિને માટે થઈએ.


કે, તેમની કૃપાના મહિમાની સ્તુતિ થાય. એ કૃપા તેમણે [પોતાના] વહાલા [પુત્ર] માં આપણને મફત આપી.


પણ હું શત્રુઓની ખીજવણીથી બીહું છું, કે રખેને તેઓના દુશ્મનો ખોટું સમજે, અને તેઓ કહે કે, ‘અમારો હાથ પ્રબળ થયો છે, અને યહોવાએ આ સર્વ કર્યું નથી.’


કેમ કે કનાની તથા દેશના સર્વ રહેવાસીઓ તે વિષે સાંભળશે, અને અમને ચારે બાજુથી ઘેરી લઈને પૃથ્વી પરથી અમારું નામ નષ્ટ કરશે. પછી તમે તમારા મોટા નામ વિષે શું કરશો?”


Lean sinn:

Sanasan


Sanasan