Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 14:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 ભૂમિમાં ફાટો પડી ગઈ છે, કેમ કે દેશમાં વરસાદ પડયો નથી, તેથી ખેડૂતો લજવાયા છે, તેઓ પોતાનાં માથાં ઢાંકે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 વરસાદ પડયો નથી અને જમીન સુકાઈને ફાટી ગઈ છે, તેથી ખેડૂતો નિરાશ થઈ ગયા છે; અને દુ:ખમાં પોતાનાં મુખ ઢાંકે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 ભૂમિમાં તિરાડો પડી છે, વરસાદ વિના ધરતી સુકાઈ ગઈ છે. ખેડૂતો હેબતાઈ ગયા છે. તેઓ પોતાનાં માથાં છુપાવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 વરસાદ વિના ધરતી સુકાઇ ગઇ છે. અને તેમાં તિરાડો પડી છે. ખેડૂતો હેબતાઇ ગયા છે. તેઓ પોતાનાં ચેહરા છુપાવે છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 14:4
10 Iomraidhean Croise  

તારા માથા પર તારા હાથ રાખીને તું તેની પાસેથી પણ નીકળી જઈશ, કેમ કે જેઓ પર તેં ભરોસો રાખ્યો તેઓને યહોવાએ નાકબૂલ કર્યા છે, ને તેઓથી તું સફળ થઈશ નહિ.


તે માટે વરસાદ અટકાવવામાં આવ્યો છે, ને છેલ્લો વરસાદ પડયો નથી. પણ તને વેશ્યાનું કપાળ હતું, એટલે તેં તો છેક જ લાજ મૂકી દીધી!


હે ખેડૂતો, તમે લજ્જિત થાઓ; હે દ્રાક્ષામાળીઓ, ઘઉંને માટે તથા જવને માટે તમે પોક મૂકો; કેમ કે ખેતરના પાકનો નાશ થયો છે.


બી તેનાં ઢેફાં નીચે સુકાય છે; દાણાની વખારો ખાલી થઈ ગઈ છે, કોઠારો તોડી નાખવામાં આવ્યા છે; કેમ કે ધાન્ય કરમાઈ ગયું છે.


અને એ બધું થયા છતાં જો તમે મારું નહિ સાંભળો, તો હું તમને તમારાં પાપને લીધે સાતગણી વધારે શિક્ષા કરીશ.


માટે બે કે ત્રણ નગરો [ના રહેવાસીઓ] ભટકતા ભટકતા એક નગરમાં પાણી પીવાને ગયા, પણ તેઓ તૃપ્ત થયા નહિ, ” એમ યહોવા કહે છે.


વળી સદોમ તથા ગમોરા અને આદમા તથા સબોઇમ, જેઓનો સંહાર યહોવાએ પોતાના રોષથી તથા પોતાના કોપથી કર્યો, તેમના નાશની જેમ આખો દેશ ગંધક તથા ખારરૂપ તથા બળતો થયો છે કે, જેમાં કંઈ વવાતું નથી, વળી કંઈ નીપજતું નથી, તેમજ તેમાં કંઈ ઘાસ ઊગતું નથી [તે જ્યારે જોશે] ,


Lean sinn:

Sanasan


Sanasan