Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 14:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 હે યહોવા, અમે અમારી દુષ્ટતા, અમારા પૂર્વજોના અપરાધ કબૂલ કરીએ છીએ; કેમ કે તમારી વિરુદ્ધ અમે પાપ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 હે પ્રભુ, અમે અમારા અપરાધ કબૂલ કરીએ છીએ, અને અમારા પૂર્વજોનો સમગ્ર દોષ સ્વીકારીએ છીએ. અરે, અમે બધાએ તમારી જ વિરુદ્ધ પાપ કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 હે યહોવાહ, અમે અમારી દુષ્ટતા અને અમારા પૂર્વજોના અપરાધ કબૂલ કરીએ છીએ; અમે પોતે પણ તમારી વિરુદ્ધ પાપો આચર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 હે યહોવા, અમે અમારી દુષ્ટતા અને અમારા પૂર્વજોના અપરાધ કબૂલ કરીએ છીએ; અમે પોતે પણ તારી વિરુદ્ધ પાપો આચર્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 14:20
21 Iomraidhean Croise  

અને દાઉદે નાથાનને કહ્યું, “મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે.” અને નાથાને દાઉદને કહ્યું, “યહોવાએ પણ તમારું પાપ દૂર કર્યું છે; તમે મરશો નહિ.


દાઉદે લોકોની ગણતરી કર્યા પછી તેના મને તેને માર્યો. અને દાઉદે યહોવાને કહ્યું, “મેં જે કર્યું છે તેમાં મેં મોટું પાપ કર્યું છે. પણ હવે, હે યહોવા કૃપા કરીને તમારા સેવકની દુષ્ટતા દૂર કરો; કેમ કે મેં ઘણી મૂર્ખાઈ કરી છે.”


ઇઝરાયલના સંતાન સર્વ પરદેશીઓથી જુંદા થયાં. તેઓએ ઊભા રહીને પોતાનાં પાપ તથા પોતાના પિતૃઓના અન્યાયો કબૂલ કર્યાં.


માણસો તરફ જોઈને તે તેમને કહે છે કે, ‘મેં પાપ કર્યું છે, મેં સત્યને મરડી નાખ્યું છે, અને તેથી મને કંઈ લાભ થયો નહિ.


મેં મારાં પાપ તમારી આગળ કબૂલ કર્યાં છે, અને મારો અન્યાય મેં સંતાડયો નથી. મેં કહ્યું, “યહોવાની આગળ હું મારાં ઉલ્લંઘન કબૂલ કરીશ;” અને તમે મારાં પાપ માફ કર્યાં. (સેલાહ)


[મારા લોકો પોકારે છે,] “હે યહોવા, જો કે અમારા અપરાધો અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે, તોપણ તમારા નામની ખાતર કંઈક કરો; કેમ કે અમે વારંવાર પાછા હઠયા છીએ, તમારી વિરુદ્ધ અમે પાપ કર્યું છે.


યહોવા કહે છે કે, તું માત્ર તારો અપરાધ કબૂલ કર, [ને કહે] કે, મેં મારા ઈશ્વર યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે, તથા દરેક લીલા ઝાડ નીચે હું પારકાઓની પાસે ગઈ છું, ને મારા [ઈશ્વરનું] કહ્યું માન્યું નથી.”


અમે અમારી લાજમાં પડી રહીએ, ને અમારું અપમાન અમને ઢાંકે, કેમ કે અમે તથા અમારા પિતૃઓએ અમારી તરુણાવસ્થાથી આજ સુધી અમારા ઈશ્વર યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે; અને અમારા ઈશ્વર યહોવાનું કહ્યું અમે માન્યું નથી.”


[પ્રભુના લોકોએ કહ્યું,] ‘આપણે કેમ બેસી રહ્યા છીએ? એકત્ર થઈને કિલ્લાબંધ નગરોમાં જઈએ, ને ત્યાં મરી જઈએ, કેમ કે આપણા ઈશ્વર યહોવાએ આપણો નાશ કર્યો છે, અને આપણને ઝેર પાયું છે, કેમ કે આપણે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે.


હે યહોવા, જુઓ; કેમ કે મને ખેદ થાય છે; મારી આંતરડી કકળે છે! મારા હ્રદયને ચેન પડતું નથી; કેમ કે મેં ભારે બળવો કર્યો છે; બહાર તરવાર નિ:સંતાન કરે છે, ઘરમાં પણ મરણ જેવું છે.


અમે અપરાધ તથા બંડ કર્યાં છે; તમે ક્ષમા કરી નથી.


અમારા પૂર્વજોએ પાપ કર્યું, અને તેઓ તો રહ્યા નથી! અને તેઓના અપરાધોનું ફળ અમને મળ્યું છે.


હવે, હે પ્રભુ, પોતાના લોકોને પરાક્રમી હાથે મિસર દેશમાંથી કાઢી લાવીને આજની જેમ મહિમા મેળવનાર અમારા ઈશ્વર, અમે પાપ કર્યું છે, અમે દુષ્ટતા કરી છે.


તેઓ દેશમાંનું ઘાસ ખાઈ રહ્યાં ત્યારે મેં કહ્યું, “હે પ્રભુ યહોવા, કૃપા કરીને ક્ષમા કરો; યાકૂબ કેમ કરીને નભી શકશે? કેમ કે તે નાનો છે.”


Lean sinn:

Sanasan


Sanasan