Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 12:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 જેમ પડોશીઓએ મારા લોકોને બાલના સમ ખાતાં શીખવ્યા, તેમ, ‘પ્રભુ યહોવા જીવંત છે, ’ એવા મારા નામના સમ ખાતાં પડોશીઓ શીખશે, અને મારા લોકોના માર્ગો તેઓ ખરેખર શીખશે, તો તેઓ મારા લોકોની વચમાં સ્થિર થઈને વસશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 તે પછી જો તેઓ પોતાના પૂર્ણ દયથી મારા લોકના ધાર્મિક વિધિઓ શીખશે અને જેમ એક વેળાએ તેમણે મારા લોકને બઆલદેવને નામે શપથ લેતા શીખવ્યું હતું તેમ તેઓ ‘યાહવેના જીવના સમ’ એમ મારે નામે સોગંદ લેતા થશે તો તેઓ પણ મારા લોકની જેમ આબાદ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 જેવી રીતે તેઓએ મારી પ્રજાને બઆલના સમ ખાતા શીખવ્યું, “તેમ યહોવાહ જીવંત છે,” એવા મારા નામના સમ ખાતા તેઓ શીખશે. અને મારા લોકના માર્ગો તેઓ ખરેખર શીખશે, તો તેઓ મારા લોકો વચ્ચે ફરીથી સ્થપાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 જેવી રીતે તેમણે મારી પ્રજાને બઆલના સોગંદ ખાતા શીખવ્યા હતાં. અને જો તેઓ મારા પોતાના નામે સોગંદ ખાતા શીખશે, એમ કહીને, ‘જેવી રીતે યહોવા જીવે છે;’ એજ પ્રમાણે તો પછી, તેઓ ખરેખર મારા પોતાના લોકો વચ્ચે ફરીથી સ્થપાશે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 12:16
28 Iomraidhean Croise  

હે સ્ત્રીઓમાં સૌથી સુંદર સ્ત્રી, તું અજાણી હોય તો ટોળાને પગલે પગલે ચાલી જા, અને તારાં લવારાં ભરવાડોના તંબુઓ પાસે ચાર.


ઘણા લોકો જઈને કહેશે, “ચાલો, આપણે યહોવાના પર્વત પાસે, યાકૂબના ઈશ્વરના મંદિર પાસે, ચઢી જઈએ; તે આપણને તેમના માર્ગ શીખવશે, ને આપણે તેમના રસ્તામાં ચાલીશું. કેમ કે નિયમશાસ્ત્ર સિયોનમાંથી ને યહોવાનાં વચન યરુશાલેમમાંથી નીકળશે.


“મેં યહોવાએ તેને દઢ હેતુથી બોલાવ્યો છે, તારો હાથ હું પકડી રાખીશ, તારું રક્ષણ કરીશ, વળી તને લોકના હકમાં કરારરૂપ, ને વિદેશીઓને પ્રકાશ આપનાર કરીશ;


મેં મારા પોતાના સમ ખાધા છે, ફરે નહિ એવું ન્યાયી વચન મારા મુખમાંથી નીકળ્યું છે કે, મારી આગળ સર્વ લોકો ઘૂંટણે પડશે, ને સર્વ જીભ સમ ખાશે.


તે તો કહે છે, “તું યાકૂબનાં કુળોને ઊભાં કરવા માટે, તથા ઇઝરાયલમાંના [નાશમાંથી] બચેલાઓને પાછા લાવવા માટે મારો સેવક થાય, એ થોડું કહેવાય; માટે પૃથ્વીના છેડા સુધી મારું તારણ પહોંચવા માટે વિદેશીઓને અર્થે હું તને પ્રકાશરૂપ ઠરાવીશ.”


જે દેશમાં કોઈ પોતાના પર આશીર્વાદ માગશે, તે સત્ય ઈશ્વરને નામે પોતાના પર આશીર્વાદ માગશે; અને દેશમાં જે કોઈ સમ ખાશે તે સત્ય ઈશ્વરના સમ ખાશે; કેમ કે પ્રથમની વિપત્તિઓ વિસારે પડી છે, ને તેઓ મારી આંખોથી સંતાઈ રહે છે.


હે યહોવા, સંકટને સમયે મારા સામર્થ્ય, મારા ગઢ, તથા મારા આશ્રય, પૃથ્વીના છેડાઓથી વિદેશીઓ તમારી પાસે આવીને કહેશે, “અસત્ય, વ્યર્થ તથા નિરુપયોગી વસ્તુઓ એ જ અમારા પૂર્વજોનો વારસો છે.


તે વખતે જે પ્રજાની વિરુદ્ધ હું બોલ્યો છું તે જો પોતાની દુષ્ટતાથી ફરે, તો તેનો જે અનર્થ કરવાનું મેં વિચાર્યું હતું તે વિષે હું પસ્તાઈશ.


તે સમયે તેઓ યરુશાલેમને યહોવાનું રાજ્યાસન કહેશે. અને સર્વ પ્રજાઓ ત્યાં, એટલે યરુશાલેમમાં, યહોવાના નામને લીધે ભેગી થશે; અને પોતાના પાપી હ્રદયના દુરાગ્રહ પ્રમાણે તેઓ ફરી ચાલશે નહિ.


અને જો તું સત્યથી, ન્યાયથી તથા નીતિથી, યહોવા જીવે છે એવા સમ ખાઈશ; તો સર્વ પ્રજાઓ મારામાં પોતાને આશીર્વાદિત ગણશે, તથા મારામાં અભિમાન કરશે.”


જો કે, જીવતા યહોવાના સમ, એમ કહીને તેઓ સોગન ખાય છે; તોપણ ખરેખર તેઓ જૂઠા સમ ખાય છે.”


“હું કેમ કરીને તને ક્ષમા કરી શકું? તારા પુત્રોએ મારો ત્યાગ કર્યો છે, ને જેઓ ઈશ્વર નથી તેઓના સમ ખાધા છે; મેં તેઓને [ખવડાવીને] તૃપ્ત કર્યા હતા, ત્યારે તેઓએ વ્યભિચાર કર્યો, અને વેશ્યાઓનાં ઘરોમાં [તેઓનાં ટોળેટોળાં] ભેગાં થયાં.


યહોવા આમ બોલે છે, “માર્ગોમાં ઊભા રહીને જુઓ, ને પુરાતન માર્ગોમાં જે ઉત્તમ માર્ગ છે તેની શોધ કરીને તેમાં ચાલો, એટલે તમારા જીવને વિશ્રાંતી મળશે. પણ તેઓએ કહ્યું, ‘અમે [તે માર્ગમાં] ચાલીશું નહિ.’


અને ઘરની આગાશી પર જઈને આકાશના સૈન્યની ભક્તિ કરનારાઓને; અને યહોવાની આગળ સોગંદ ખાનારા છતાં માલ્કામને [નામે] પણ સોગંદ ખાય છે તેવા ભક્તોને;


પણ જે મારાં વચનો તથા મારા વિધિઓ મેં મારા સેવક પ્રબોધકોને ફરમાવ્યાં, તેઓએ શું તમારા પૂર્વજોને પકડી પાડયા નહિ? અને તેઓ ફર્યા, ને કહ્યું, યહોવાએ આપણને આપણા માર્ગો પ્રમાણે તથા આપણા કૃત્યો પ્રમાણે જેમ કરવા ધાર્યું, તેમ જ તેમણે આપણને કર્યું છે.’”


તે દિવસે ઘણી પ્રજાઓ યહોવાની સાથે સંબંધ બાંધશે, ને તેઓ મારા લોકો થશે. હું તારી સાથે વાસો કરીશ, ’ ને તું જાણશે કે સૈન્યોના [ઇશ્વર] યહોવાએ મને તારી પાસે મોકલ્યો છે.


પણ જો ડાળીઓમાંની કેટલીકને તોડી નાખવામાં આવી, અને તું જંગલી જૈતુન છતાં તેઓમાં કલમરૂપે મેળવાયો, અને જૈતુનની રસ ભરેલી જડનો સહભાગી થયો,


લખેલું છે, “પ્રભુ કહે છે કે, મારા જીવના સમ કે, દરેક ઘૂંટણ મારી આગળ વાંકો વળશે, અને દરેક જીભ ઈશ્વરની સ્તુતિ કરશે.”


કેમ કે અમે ઈશ્વર [ના સેવક હોઈને] સાથે કામ કરનારા છીએ. તમે ઈશ્વરની ખેતી, ઈશ્વરની ઈમારત છો.


અને તમારી મધ્યે આ જે દેશજાતિઓ રહેલી છે, તેઓનો સહવાસ રાખો નહિ. અને [તેઓના] દેવોના નામનું ઉચ્ચારણ કરો નહિ, ને [તેઓના] સોગન આપો નહિ, ને તેઓની સેવા પણ કરો નહિ, ને તેઓને પગે લાગો નહિ.


આજની રાત થોભી જા, ને સવારમાં એમ થશે કે જો તે સગા તરીકે પોતાની ફરજ તારા પ્રત્યે અદા કરવા ઇચ્છતો હશે તો ઠીક, સગા તરીકેની પોતાની ફરજ બજાવવા ઇચ્છતો નહિ હોય, તો હું જીવતા યહોવાની પ્રતિજ્ઞા લઉં છું કે, તારા પ્રત્યે સગા તરીકેની ફરજ હું બજાવીશ; સવાર સુધી સૂઈ રહે.”


Lean sinn:

Sanasan


Sanasan