Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 12:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 ઘણા ભરવાડોએ મારી દ્રાક્ષાવાડીનો નાશ કર્યો છે, તેઓએ મારો વિભાગ પગ નીચે ખૂંદ્યો છે, તેઓએ મારો રળિયામણો વિભાગ ખેદાનમેદાન કરી નાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 ઘણા વિદેશી રાજર્ક્તાઓએ ભરવાડોની જેમ મારી દ્રાક્ષવાડી ભેલાડી છે, તેમણે મારાં ખેતરોને ખૂંદયા છે, તેમણે મારા રળિયામણા દેશને ખેદાનમેદાન કરી નાખ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 ઘણા ભરવાડોએ મારી દ્રાક્ષવાડીનો નાશ કર્યો છે અને મારો ભાગ પગ તળે ખૂંદી નાખ્યો છે. તેઓએ મારો રળિયામણો ભાગ ખેદાનમેદાન બનાવી દીધો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 ઘણા ઘેટા પાળકો મારી દ્રાક્ષનીવાડીનો નાશ કર્યો છે અને મારું ખેતર પગ તળે ખૂંદી નાખ્યું છે. તેમણે મારા રળિયામણા ખેતરને વેરાન વગડો બનાવી દીધું છે. અને મારી નજર આગળ તેને ખેદાનમેદાન કરી નાખ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 12:10
21 Iomraidhean Croise  

યહોવા પોતાના લોકના વડીલોનો તથા તેમના સરદારોનો ન્યાય કરશે. તમે તો દ્રાક્ષાવાડીને ખાઈ ગયા છો! ગરીબોની લૂંટ તમારાં ઘરોમાં છે.


તેથી મેં અભિષિક્ત સરદારોને ભ્રષ્ટ કર્યા છે, ને યાકૂબને શાપરૂપ તથા ઇઝરાયલીઓને નિંદાપાત્ર કરી નાખ્યા છે.


થોડો જ વખત તમારા પવિત્ર લોકે [વતન] ભોગવ્યું છે; અમારા શત્રુઓએ તમારા પવિત્રસ્થાનને ખૂંદ્યું છે.


“જે પાળકો મારા બીડનાં ઘેટાંનો નાશ કરે છે, તથા તેઓને વિખેરી નાખે છે, તેઓને હાય હાય! એવું યહોવા કહે છે,


યહોવાના ભારે કોપને લીધે શાંતિના વાડા ખાલી થયા છે.


તે સિંહની જેમ પોતાના જંગલમાંથી બહાર આવે છે; કેમ કે ઉપદ્રવ કરનારાના ક્રોધને લીધે તથા તેના ભારે કોપને લીધે તેઓનો દેશ વિસ્મય પમાડે એવો ઉજજડ થયો છે.


તેથી હું ઉત્તર તરફથી સર્વ જાતિઓને તેડી મંગાવીશ, તથા મારા દાસ, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારને પણ બોલાવીશ, ને તેઓને આ દેશ પર, તેના રહેવાસીઓ પર, તથા ચારે તરફના આ સર્વ દેશો પર લાવીશ. અને હું તેઓનો સંહાર કરીશ, ને તેઓ વિસ્મયજનક તથા ફિટકારપાત્ર થશે, ને તેઓ સદા ઉજ્જડ રહેશે, એવું હું કરીશ.


પણ મેં કહ્યું, “હું તને પુત્રોમાં કેમ ગણું? અને આનંદમય દેશ, એટલે સર્વ પ્રજાઓમાં સર્વોત્તમ વારસો, હું તને કેમ આપું? મેં ધાર્યું હતું કે, તું મને તારો પિતા કહીશ, તથા મારી પાછળ ચાલીશ અને ફરી જઈશ નહિ.


એ પ્રમાણે યરુશાલેમને જીતી લેવામાં આવ્યું ત્યારે નેર્ગાલ-શારેસેર, સામ્ગાર-નબૂ, સાર્સખીમ, રાબ-સારીસ, નેર્ગાલ-શારેસેર, રાબ-માગ, ઇત્યાદિ બાબિલના રાજાના સર્વ સરદારો આવીને [શહેરના] વચલા દરવાજામાં બેઠા.


ઘેટાંપાળકો તથા તેઓનાં ટોળાં તેમાં ફરશે; તેઓ તેની સામે ચોતરફ તંબુઓ મારશે; તેઓ દરેક પોતાની જગાએ ચરશે.


[મેં કહ્યું,] “હું પર્વતોને માટે રુદન તથા શોક કરીશ, ને રાનમાંના બીડોને માટે વિલાપ કરીશ, કેમ કે તેઓ એટલાં બધાં બળી ગયાં છે કે, કોઈ તેમાં થઈને જતું નથી. અને ઢોરનો અવાજ સાંભળવામાં આવતો નથી; આકાશનાં પક્ષીઓ તેમ જ પશુઓ પણ નાઠાં છે, તેઓ જતાં રહ્યાં છે.”


“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના પાળકોની વિરુદ્ધ પ્રબોધ કર, પ્રબોધ કરીને તેમને, હા, તે પાળકોને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, ઇઝરાયલના પાળકોને અફસોસ, કેમ કે તેઓ માત્ર પોતાનું પોષણ કરે છે! શું પાળકોએ ઘેટાંનું પોષણ ન કરવું જોઈએ?


પાળક ન હોવાથી તેઓ વિખેરાઈ ગયાં; અને વિખેરાઈ જવાથી તેઓ સર્વ જંગલી જનાવરોનું ભક્ષ થઈ પડ્યાં.


ત્યારે મેં એક પવિત્રને બોલતો સાંભળ્યો, જે અમુક પવિત્ર બોલતો હતો તેને બીજા પવિત્રે પૂછ્યું, “નિત્યના [દહનીયાર્પણ] વિષેના, તથા ઉજ્જડ કરનાર અપરાધ પવિત્રસ્થાનને તેમ જ સૈન્યને બન્‍નેને પગ નીચે કચરી નાખવા વિષેના સંદર્શનોની મુદત કેટલી છે?”


પણ જે સર્વ પ્રજાઓથી તેઓ અજાણ્યા છે, તેઓમાં હું તેમને વંટોળિયાથી વિખેરી નાખીશ. એમ તેમના [ગયા] પછી દેશ એવો ઉજ્જડ થઈ ગયો કે કોઈ પણ માણસ તેમાં થઈને જતુંઆવતું નહોતું, કેમ કે તેઓએ એ રળિયામણા દેશને ઉજ્જડ કરી મૂકયો હતો.”


માટે તમે પોતાના મનમાં નિશ્ચય કરો કે, પ્રત્યુત્તર કેવી રીતે આપવો તે વિષે આગળથી ચિંતા ન કરવી.


પણ મંદિરની બહારનું આગણું પડતું મૂક, તેનું માપ ન લે, કેમ કે તે વિદેશીઓને આપવામાં આવેલું છે. તેઓ બેતાળીસ મહિના સુધી પવિત્ર નગરને ખૂંદી નાખશે.


Lean sinn:

Sanasan


Sanasan