Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 11:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 ગરીબ ઘેટાંને કાપવા માટે લઈ જવામાં આવે છે, તેના જેવો હું હતો. તેઓ મારી વિરુદ્ધ પ્રપંચ રચીને [માંહોમાંહે કહેતા] , “વૃક્ષનો તેનાં ફળ સહિત નાશ કરીએ, ને તેના નામનું સ્મરણ ન રહે માટે સજીવોની ભૂમિમાંથી તેને કાપી નાખીએ, ” એ મેં જાણ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 એ પહેલાં તો હું નિર્દોષ ઘેટાને ક્તલ માટે લઈ જવામાં આવે છે તેના જેવો અજાણ હતો. તેઓ મારી જ વિરુદ્ધ પ્રપંચ રચી રહ્યા છે તેની મને ખબર નહોતી. તેઓ કહેતા હતા, “વૃક્ષ ફૂલ્યુંફાલ્યું છે ત્યારે જ તેને કાપી નાખીએ; આપણે તેને આ જીવતાંની દુનિયામાંથી હણી નાખીએ, કે જેથી કોઈ તેનું નામ યાદ કરે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 ગરીબ ઘેટાંને કતલખાને દોરી જવામાં આવે તેના જેવો હું હતો. તેઓ મારી વિરુદ્ધ કાવતરું રચી અને માંહોમાંહે કહેતા હતા કે, વૃક્ષો અને તેના ફળ સુદ્ધાં કાપી નાખીએ. અને તેના નામનું સ્મરણ ન રહે માટે તેને સજીવોની ભૂમિમાંથી કાપી નાખીએ. એ મેં જાણ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 હું તો કતલખાને દોરી જવાતા ગરીબ ઘેટા જેવો હતો. મને ખબર નહોતી કે તેઓ મારી વિરુદ્ધ કાવતરું રચી રહ્યા હતા અને કહેતા હતા કે, “ઝાડ જોરમાં છે ત્યાં જ આપણે એને કાપી નાખીએ; આપણે તેને જીવતાનાં જગતમાંથી હતો ન હતો કરી નાખીએ, એટલે એનું નામ પણ ભૂલાઇ જાય.”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 11:19
28 Iomraidhean Croise  

મનુષ્ય તેની કિંમત જાણતું નથી; અને વસતિવાળા ભાગમાં તે મળતું નથી.


તેના વંશનો ઉચ્છેદ થાઓ, આવતી પેઢીમાં તેઓનું નામ ભૂંસાઈ જાઓ.


કેમ કે તે કદી પણ ડગશે નહિ; ન્યાયીનું સ્મરણ સર્વકાળ રહેશે.


હું જીવલોકમાં યહોવાની સમક્ષ ચાલીશ.


હે યહોવા, મેં તમને વિનંતી કરીને કહ્યું, “તમે જ મારો આશરો છો. મારી જિંદગી પર્યંત તમે મારો વારસો છો.”


આ જીવનમાં હું યહોવાની દયાનો અનુભવ કરીશ, એવો જો મેં વિશ્વાસ ન કર્યો હોત તો [હું નિર્ગત થઈ જાત].


કેમ કે મેં ઘણાને મુખે [મારી] બદનક્ષી સાંભળી છે, ચારે તરફ ધાસ્તી છે; તેઓ ભેગા થઈને મારી વિરુદ્ધ મસલત કરે છે, અને મારો જીવ લેવાની યુક્તિ રચે છે.


પણ મારી પડતીને સમયે તેઓ હર્ષ પામતા અને ટોળે વળતા. તેઓ ટોળે વળીને મારી નિંદા કરતા અને હું(તે) જાણતો નહિ; [એવી રીતે] તેઓ મને ફાડી નાખતા અને અટકતા નહિ.


ઈશ્વર તારું સત્યાનાશ વાળશે, તને પકડીને તે તને તારા તંબુમાંથી ખેંચી કાઢશે, અને પૃથ્વીમાંથી તને ઉખેડી નાખશે. (સેલાહ)


તેઓએ કહ્યું છે, “ચાલો, તેઓ પ્રજા ન કહેવાય એવી રીતે આપણે તેઓનો સંહાર કરીએ કે, ઇઝરાયલના નામનું સ્મરણ હવે પછી રહે નહિ.”


ન્યાયીના સ્મરણને ધન્યવાદ મળે છે; પણ દુષ્ટોનું નામ તો સડી જશે.


હે દુષ્ટ માણસ, નેકીવાનના ઘરની વિરુદ્ધ લાગ તાકીને સંતાઈ ન રહે; તેનો આશ્રમ ન લૂંટ;


જેમ બળદ કસાઈવાડે જાય છે, જેમ [બેડી નખાવીને] મૂર્ખ સજા ભોગવવા જાય છે, તેમ તે તરત તેની પાછળ જાય છે;


ધૂર્તનાં હથિયારો ભૂંડાં છે; તે, દરિદ્રી પોતાના વાજબી [હકનું] સમર્થન કરતો હોય, ત્યારે પણ, મિથ્યા વાતોથી ગરીબનો નાશ કરવા માટે દુષ્ટ યુક્તિઓ યોજે છે.


મેં કહ્યું, હું યહોવાને જોઈશ નહિ, જીવતાંઓની ભૂમિમાં હું યહોવાને જોઈશ નહિ; સંસારના રહેવાસીઓની સાથે હું ફરી માણસને નિહાળીશ નહિ.


તેઓ તારી સાથે યુદ્ધ કરશે, પણ તને હરાવશે નહિ; કેમ કે તારો છુટકારો કરવા માટે હું તારી સાથે છું, એવું યહોવા કહે છે.”


ત્યારે તેઓએ કહ્યું, “ચાલો, યર્મિયાનો ઘાટ ઘડીએ; કેમ કે યાજકની પાસે નિયમશાસ્ત્ર, જ્ઞાનીની પાસે સલાહ, તથા પ્રબોધકની પાસે [પ્રબોધનું] વચન ખૂટવાનું નથી. ચાલો, તેની સામે આરોપ યોજી કાઢીએ, ને તેનાં કોઈ પણ વચનો પર ધ્યાન આપીએ નહિ.”


કેમ કે મેં ઘણાઓની વાત સાંભળી, “ચારે તરફ ભય છે, ” મારા નિકટના મિત્રો મને ઠોકર ખાતો જોવાને તાકે છે; તેઓ બધા કહે છે, “તેના પર ફરિયાદ કરીશું; કદાચ તે ફસાઈ જાય અને આપણે તેને જીતીએ, તો તેના પર આપણે વેર વાળીશું”


યહોવાએ સર્વ લોકોની આગળ જે જે બોલવાની યર્મિયાને આજ્ઞા આપી હતી તે સર્વ જ્યારે યર્મિયા બોલી રહ્યો, ત્યારે યાજકોએ, પ્રબોધકોએ તથા સર્વ લોકોએ તેને પકડીને કહ્યું, “તું જરૂર મૃત્યુ પામશે.


તેઓએ મારા પર લીધેલું સર્વ વૈર તથા તેઓએ કરેલાં સર્વ કાવતરાં તમે જોયાં છે.


ત્યાં તેની કબરની આસપાસ એલામ તથા તેનો બધો જનસમૂહ છે. જેઓ પૃથ્વી પર માણસોમાં ત્રાસદાયક હતા, તેઓ સર્વ તરવારથી કતલ થઈને પડયા છે, તેઓ બેસુન્નત સ્થિતિમાં અધોલોકમાં ઊતરી ગયા છે, અને કબરમાં ઊતરી જનારાઓની સાતે લજ્જિત થયા છે.


એ બાસઠ અઠવાડિયાં પછી અભિષિક્ત [સરદાર] કાપી નંખાશે, ને તેનું કંઈ પણ રહેશે નહિ. પછી જે સરદાર આવશે તેના માણસો નગરનો તથા પવિત્રસ્થાનનો નાશ કરશે; અને તેનો અંત રેલથી આવશે, ને છેક અંત સુધી યુદ્ધ ચાલશે. [તેની] પાયમાલી નિર્માણ થયેલી છે.


એફ્રાઈમ મારા ઈશ્વરની પાસે ચોકીદાર હતો. પ્રબોધકના સર્વ માર્ગોમાં પારધીની જાળ છે, તથા તેના ઈશ્વરના મંદિરમાં વૈર છે.


ગાદમાંનો:દુએલનો દિકરો એલિયાસાફ.


Lean sinn:

Sanasan


Sanasan