યર્મિયા 11:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 ઇઝરાયલના વંશજોએ તથા યહૂદિયાના વંશજોએ યહોવાને રોષ ચઢાવવા માટે બાલની આગળ ધૂપ બાળીને પોતા [ના હિત] ની વિરુદ્ધ જે પાપ કર્યું છે તેને લીધે તને રોપનાર સૈન્યોના [ઈશ્વર] યહોવાએ તારા પર વિપત્તિ ફરમાવી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.17 મેં સેનાધિપતિ પ્રભુએ ઇઝરાયલ તથા યહૂદિયાના લોકોને રોપ્યા હતા, પણ હવે હું તેમના પર આપત્તિ ફરમાવું છું. કારણ, તેમણે બઆલદેવને ધૂપ ચડાવવાની અધમતા આચરીને મને તેમના પર ક્રોધિત કર્યો છે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 ઇઝરાયલના લોકોએ અને યહૂદાના લોકોએ મને રોષ ચઢાવવા માટે બઆલની આગળ ધૂપ બાળીને પોતાના હિતની વિરુદ્ધ દુષ્ટતા કરી છે અને તેથી સૈન્યોના ઈશ્વર યહોવાહ તારા પર વિનાશ લાવ્યા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ17 બઆલની આગળ ધૂપ બાળીને તથા બલિદાનો ચઢાવીને ઇસ્રાએલે તથા યહૂદિયાએ દુષ્ટતા કરી છે અને તેથી સૈન્યોનો દેવ યહોવાએ પોતે રોપેલા આ વૃક્ષનો વિનાશ કરવાનો હુકમ કર્યો છે. Faic an caibideil |
ત્યારે યહૂદિયાના રાજા હિઝકિયાએ તથા આખા યહૂદિયાએ તેને મારી નાખ્યો હતો કે? શું તે યહોવાથી બીધો નહોતો? વળી તેણે મહેરબાની રાખવાને યહોવાને વિનંતી કરી નહોતી? ત્યારે યહોવા તેઓના ઉપર જે વિપત્તિ પાડવાને બોલ્યા હતા, તે વિષે તેમણે પશ્ચાતાપ કર્યો. પણ [જો આપણે યર્મિયાને મોતની સજાને લાયક ઠરાવીએ તો] આપણે આપણા પોતાના જીવોની મોટી હાનિ કરનારા થઈશું.