Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 11:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 મારા મંદિરમાં મારી પ્રિયાનું શું કામ છે? કેમ કે તેણે ઘણાની સાથે કુકર્મ કર્યું છે, ને તારી પાસેથી પવિત્ર માંસ ગયું છે! તું ભૂંડું કરે છે ત્યારે તું હરખાય છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 પ્રભુ કહે છે. “મારી પ્રિયાને મારા મંદિરમાં આવવાનો શો અધિકાર છે? તેણે તો ભ્રષ્ટ કાર્યો કર્યાં છે. શું તે એમ માને છે કે માનતા માનવાથી કે પ્રાણીઓનાં બલિદાનો ચડાવવાથી તે આપત્તિ રોકી શકશે? શું ભૂંડું કર્યા પછી તે હરખાશે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 હે મારી પ્રિય પ્રજા, જેણે ઘણાં દુષ્ટ મનસૂબા મારા ઘરમાં કર્યા છે તેનું શું કામ છે? તારી પાસેથી બલિદાન માટે માંસ ગયું છે, કેમ કે તમે ભૂંડું કર્યું છતાં આનંદ કરો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 યહોવા કહે છે, “હે મારી પ્રિય પ્રજા, તું મારા ઘરમાં બેશરમ વર્તન કરે છે. તને અહીં શો અધિકાર છે? તું શું સમજે છે? પ્રતિજ્ઞાઓ અને બલિદાનો તમારા વિનાશને અટકાવી તમને ફરીથી જીવન તથા આનંદ આપી શકશે?”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 11:15
29 Iomraidhean Croise  

પણ ઈશ્વર દુષ્ટને કહે છે, “તારે મારા વિધિઓ શા માટે પ્રગટ કરવા જોઈએ, તથા મારો કરાર શા માટે તારા મુખમાં લેવો જોઈએ?


તમારા પ્રિય લોક છૂટી જાય, માટે તમારા જમણા હાથથી તેઓનું તારણ કરીને મને ઉત્તર આપો.


દુષ્ટતા કરવી એ મૂર્ખને તો રમત જેવું છે; પણ સમજણો માણસ જ્ઞાનથી [આનંદ મેળવે] છે.


દુષ્ટના યજ્ઞાર્પણથી યહોવાને કંટાળો આવે છે; પણ પ્રામાણિકની પ્રાર્થનાથી તેમને આનંદ થાય છે.


જેઓ દુષ્ટતા કરવામાં આનંદ માને છે, ને દુષ્ટ માણસોનાં વિપરીત આચરણોથી હરખાય છે;


દુષ્ટનો યજ્ઞ કંટાળારૂપ છે; પણ તે બદઇરાદાથી [યજ્ઞ] કરે તો તે કેટલો બધો [કંટાળારૂપ] થાય!


જેવો બળતાં લાકડાં, તીર તથા પ્રાણઘાતક [વસ્તુઓ] ફેંકનાર ઘેલો માણસ છે,


જે માણસ નિયમનું‍ શ્રવણ કરતાં પોતાનો કાન અવળો ફેરવી નાખે છે, તેની પ્રાર્થના પણ કંટાળારૂપ છે.


યહોવા એવું પૂછે છે, “જે ફારગતીથી મેં તમારી માને તજી દીધી તે ક્યાં છે? અથવા મારા લેણદારોમાંના કોને ત્યાં મેં તમને વેચી દીધા છે? જુઓ, તમારા અન્યાયને લીધે તમે વેચાયા હતા, ને તમારા અપરાધોને લીધે તમારી માને તજી દીધી હતી.


“મેં મારું ઘર છોડયું છે, મેં મારો વારસો મૂકી દીધો છે; મેં મારી પ્રાણપ્રિયાને વૈરીઓના હાથમાં સોંપી દીધી છે.


વગડામાંના પર્વતો પર તારાં જારકર્મો તથા તારો ખોંખારો તથા તારા વ્યભિચારની બદફેલી એ તારાં ધિક્કારપાત્ર કર્મો મેં જોયાં છે. હે યરુશાલેમ, તને હાય હાય! તું શુદ્ધ થવા ચાહતી નથી; તારી એવી હાલત હજી ક્યાં સુધી રહેવાની?”


પછી યહોવાએ મને કહ્યું, “જો મૂસા તથા શમુએલ મારી આગળ ઊભા રહેત, તોપણ મારું મન આ લોકોની તરફ થાત નહિ. મારી આગળથી તેઓને કાઢી મૂક, તેઓ દૂર જતા રહે.


“તું જઈને યરુશાલેમના કાનોમાં પોકારીને કહે, યહોવા કહે છે, ‘રાનમાં, પડતર પ્રદેશમાં, તું મારી પાછળ ચાલતી હતી, તે સમયે યુવાવસ્થામાં જે તારો સ્નેહ, તથા વિવાહસંબંધ થતી વખતનો તારો પ્રેમ, તે હું તારા લાભમાં સંભારું છું.


યહોવા કહે ચે, “કેમ કે પ્રબોધક તથા યાજક બન્ને અધર્મી થયા છે; હા, મારા મંદિરમાં મને તેઓની દુષ્ટતા માલૂમ પડી ચે,


વળી યહોવા કહે છે, “હે મારો ત્યાગ કરનાર પુત્રો, ફરો; કેમ કે હું તમારો માલિક છું; અને દરેક નગરમાંથી તમારામાંના એકકને, તથા [દરેક] કુળમાંથી બબ્બેને ચૂંટીને તમને સિયોનમાં પાછા લાવીશ;


મેં જોયું કે, મારો ત્યાગ કરનાર ઇઝરાયલે વ્યભિચાર કર્યો, તે જ કારણથી મેં તેને કાઢી મૂકી હતી, ને તેને છૂટાછેડા આપ્યા હતા, તોપણ તેની વિશ્વાસઘાતી બહેન યહૂદિયા બીધી નહિ; તેણે પણ વ્યભિચાર કર્યો.


યહોવાએ મને કહ્યું, “ફરીથી જા, ને જો કે ઇઝરાયલ પ્રજા અન્ય દેવો તરફ ફરી જાય છે, ને સૂકી દ્રાક્ષાની ભાખરીઓના શોખીલા થાય છે, તે છતાં યહોવા તેમના પર પ્રેમ રાખે છે તેવી જ રીતે તું તેના યારને પ્યારી તથા વ્યભિચારી સ્ત્રી ઉપર પ્રેમ કર.”


અને મહેમાનોને જોવા માટે રાજા અંદર આવ્યો, ત્યારે તેણે ત્યાં લગ્નનો પોશાક પહેર્યા વગરના એક જણને જોયો.


તેણે ઈસુને જોયા ત્યારે તે બૂમ પાડીને તેમની આગળ પડ્યો, ને મોટેથી કહ્યું, “ઓ ઈસુ, પરાત્પર ઈશ્વરના દીકરા, મારે ને તમારે શું છે? હું તમને વિનંતી કરું છું કે, મને પીડા ન દો.”


સુવાર્તાના સંબંધમાં તો તમારી ખાતર તેઓ [ઈશ્વરના] શત્રુ છે ખરા, પણ પસંદગીના સંબંધમાં તો પૂર્વજોની ખાતર તેઓ [તેમને] વહાલા છે.


અન્યાયમાં હરખાતો નથી, પણ સત્યમાં હરખાય છે.


શુદ્ધોને મન બધું શુદ્ધ છે; પણ ભ્રષ્ટ તથા અવિશ્વાસીઓને મન કંઈ પણ શુદ્ધ નથી તેઓનાં મન તથા અંત:કરણ ભ્રષ્ટ થયેલાં છે.


પણ હવે તમે તો ગર્વ કરીને બડાઈ કરો છો, એવી બધી બડાઈ ખોટી છે.


Lean sinn:

Sanasan


Sanasan