Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




યર્મિયા 1:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ત્યારે મેં કહ્યું, “ઓ પ્રભુ યહોવા! મેન તો બોલતા આવડતું નથી; કારણ કે હું [હજી] બાળક છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 મેં ઉત્તર આપ્યો, “ઓ પ્રભુ પરમેશ્વર, મને ઉપદેશ કરતાં આવડતું નથી, હું તો હજી કિશોર જ છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 “મેં કહ્યું, હે પ્રભુ યહોવાહ!” “મને તો બોલતાં આવડતું નથી, કેમ કે હું તો હજી બાળક છું!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 મેં કહ્યું, “હે પ્રભુ યહોવા! હું તેમ કરી શકું તેમ નથી, મને બોલતા તો આવડતું નથી, હું તો હજી નાની વયનો બાળક છું!”

Faic an caibideil Dèan lethbhreac




યર્મિયા 1:6
12 Iomraidhean Croise  

ત્યારે મૂસાએ ઉત્તર આપ્યો, “પણ જોજો, તેઓ મારું કહેવું ખરું નહિ માને, ને મારી વાણી નહિ સંભળે; કેમ કે તેઓ કહેશે કે, યહોવાએ તને દર્શન દીધું નથી.”


અને મૂસાએ યહોવાને કહ્યું, “જો, ઇઝરાયલીઓએ મારું ન સાંભળ્યું, તો ફારુન મારું કેમ સાંભળશે? હું તો બેસુન્‍નત હોઠોનો માણસ છું.”


અને મુસાએ યહોવાની હજૂરમાં કહ્યું “જો હું બેસુન્‍નત હોઠોનો માણસ છું, ફારુન મારું કેમ સાંભળશે?”


ત્યારે મેં કહ્યું, “અફસોસ છે મને! મારું આવી બન્યું છે; કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું ને અશુદ્ધ હોઠોના લોકમાં હું રહું છું; કેમ કે મારી આંખોએ રાજાને એટલે સૈન્યોના ઈશ્વર યહોવાને જોયા છે.”


ત્યારે મેં કહ્યું, “અરે, પ્રભુ યહોવા! પ્રબોધકો તેઓને કહે છે, ‘તમે તરવાર જોશો નહિ, ને દુકાળ તમારા પર આવશે નહિ, કેમ કે આ સ્થળે હું તમને ખરેખરી શાંતિ આપીશ.’”


“હે પ્રભુ યહોવા! તમે તમારા મહાન બળથી તથા તમારા લાંબા કરેલા ભુજથી આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે! તમને કંઈ અશક્ય નથી.


પછી યર્મિયા પ્રબોધકે યરુશાલેમમાં યહૂદિયાના રાજા સિદકિયાને આ સર્વ વચન કહી સંભળાવ્યાં,


ત્યારે મેં કહ્યું, “આહા, યહોવા! ‘તમને શાંતિ થશે, ’ એમ કહીને તમે આ લોકોને તથા યરુશાલેમને ખરેખર ફસાવ્યાં છે; કેમ કે અહીં તો તરવાર જીવ સુધી આવી પહોંચી છે.”


ત્યારે મેં કહ્યું, “અરેરે, પ્રભુ યહોવા! જો, હું કદી અશુદ્ધ થયો નથી; કેમ કે મારા નાનપણથી તે અત્યાર સુધી મેં મુડદાલ કે પશુઓએ ફાડી નાખેલા પ્રાણીનું માંસ કદી ખાધું નથી. તેમ જ નાપાક માસ મારા મોંમાં ગયું નથી.”


તેને કહ્યું, “દોડ, આ જુવાનને કહે કે, યરુશાલેમમાં માણસો તથા ઢોરઢાંક પુષ્કળ હોવાથી જેવી રીતે કોટ વગરનાં ગામડામાં [લોકો વસે છે] તેવી રીતે તેઓ તેમાં વસશે.


Lean sinn:

Sanasan


Sanasan