Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 9:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને શખેમના તથા બેથ-મિલ્લોના સર્વ માણસો એકત્ર થયા, ને તેઓએ જઈને શખેમમાં આવેલા સ્તંભની પાસેના એલોન વૃક્ષ આગળ અબીમેલેખને રાજા ઠરાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 પછી શખેમ અને બેથ-મિલ્લોના સર્વ લોકો એકઠા થઈને શખેમમાં પવિત્રસ્તંભ પાસેના એલોનવૃક્ષ આગળ ગયા, અને ત્યાં તેમણે અબિમેલેખને રાજા બનાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 શખેમના તથા બેથ-મિલ્લોના સર્વ આગેવાનો સાથે આવ્યા અને તેઓએ જઈને અબીમેલેખને, શખેમમાં જે સ્તંભ હતો તેની પાસેના એલોન વૃક્ષ આગળ રાજા બનાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 ત્યારબાદ શખેમ અને બેથમિલ્લોના બધા લોકો ભેગા મળ્યા અને તેઓએ શેખેમમાં ઊભા કરેલા એલોનના થાંભલા નજીક અબીમેલેખને પોતાનો રાજા બનાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 9:6
8 Iomraidhean Croise  

દાઉદ તે કિલ્‍લામાં રહ્યો, ને તેણે તેનું નામ ‘દાઉદનગર’ પાડ્યું. અને દાઉદે મિલ્લોથી માંડીને અંદરની તમામ જગામાં ઇમારતો ઉઠાવી.


રહાબામ શખેમ ગયો, કેમ કે તમામ ઇઝરાયલ તેને રાજા ઠરાવવા માટે શખેમ આવ્યા હતા.


જ્યારે સર્વ ઇઝરાયલે સાંભળ્યું કે યરોબામ પાછો આવ્યો છે, ત્યારે એમ થયું કે તેઓએ માણસ મોકલીને તેને સભામાં બોલાવ્યો, ને તેને સર્વ ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો. એકલા યહૂદાના કુળ સિવાય, દાઉદના કુટુંબની મદદે કોઈ રહ્યું નહિ.


પછી યરોબામે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં શખેમ બાંધ્યું, ને તેમાં રહ્યો; અને ત્યાંથી નીકળીને તેણે પનુએલ બંધ્યું.


અને તેના ચાકરોએ ઊઠીને કાવતરું કર્યું, ને યોઆશને મિલ્લોના ઘરમાં સિલ્લાના રસ્તા પર મારી નાખ્યો.


ત્યાર પછી યહોશુઆએ એ વાતો ઈશ્વરના નિયમશાસ્‍ત્રના પુસ્તકમાં લખી; અને તેણે મોટો પથ્થર લઈને ત્યાં યહોવાના પવિત્રસ્થાનમાં જે એલોનવૃક્ષ છે તેની નીચે તે ઊભો કર્યો.


પછી તે ઓફ્રામાં પોતાના પિતાને ઘેર ગયો, ને યરુબાલના દીકરાઓને, એટલે પોતાના સિત્તેર ભાઈઓને, એક શિલા પર મારી નાખ્યા. પણ યરુબાલનો સૌથી નાનો દીકરો યોથામ બચી ગયો, કેમ કે તે સંતાઈ ગયો હતો.


પછી તેઓએ યોથામને તેની ખબર આપી, ત્યારે તેણે જઈને ગેરીઝીમ પર્વતના શિખર પર ઊભા રહીને મોટો ઘાંટો કાઢીને તેઓને કહ્યું, “ઓ શખેમના માણસો, મારી વાત સાંભળો કે જેથી ઈશ્વર તમારું સાંભળે.


Lean sinn:

Sanasan


Sanasan