Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 9:57 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

57 શખેમના લોકની સર્વ દુષ્ટતાનો બદલો ઈશ્વરે તેમને આપ્યો. અને યરુબાલના દીકરા યોથામનો શાપ તેઓને લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

57 યરૂબ્બઆલ એટલે ગિદિયોનના પુત્ર યોથામે આપેલા શાપમાં તેણે કહ્યું હતું તે મુજબ ઈશ્વરે શખેમના લોકોને પણ તેમની દુષ્ટતાનો બદલો આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

57 શખેમના લોકોની બધી દુષ્ટતાનો બદલો ઈશ્વરે તેઓને આપ્યો અને યરુબાલના દીકરા યોથામનો શાપ તેઓ પર આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

57 અને શખેમના લોકોને પણ તેમના ગુનાની સજા કરી, આમ ગિદિયોનના પુત્ર યોથામનો શાપ સાચો ઠર્યો.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 9:57
14 Iomraidhean Croise  

અને જો કે હું એક અભિષિક્ત રાજા છું, તથાપિ આજે હું અશક્ત છું, અને આ માણસોને, સરુયાના દિકરાઓને, વશ કરવા હું અશક્ત છું:યહોવા દુષ્ટતા કરનારને તેની દુષ્ટતા પ્રમાણે ફળ આપો.”


તેના દિવસોમાં બેથેલી હીએલે યરીખો બાંધ્યું. તેણે તેના જ્યેષ્ઠ પુત્ર અબીરામના ભોગે તેનો પાયો નાખ્યો. અને તેના સૌથી નાના દીકરા સગૂબના ભોગે તેણે તેના દરવાજા ઊભા કર્યા. યહોવા પોતાનું જે વચન નૂનના દીકરા યહોશુઆ મારફતે બોલ્યા હતા, તે પ્રમાણે [થયું].


અને તેણે વહેવડાવેલું રકત યહોવા તેના પોતાના માથા પર પાછું વાળશે; કેમ કે મારા પિતા દાઉદ ન જાણે તેમ, તેણે પોતા કરતાં ન્યાયી ને સારા એવા બે માણસ પર, એટલે નેરના દીકરા તથા ઇઝરાયલના સેનાધિપતિ આબ્નેર પર, અને યેથેરના દીકરા એટલે યહૂદિયાના સેનાધિપતિ અમાસા પર, તૂટી પડીને તેઓને તરવારથી કતલ કર્યા હતા.


હું યહોવાના ન્યાયીપણાને લીધે તેમનો આભાર માનીશ; અને પરાત્પર યહોવાના નામનું સ્તોત્ર ગાઈશ.


તેમણે તેઓને તેમનો અન્યાય વાળી આપ્યો છે, તે તેઓની ભૂંડાઈને માટે તેઓનો સંહાર કરશે; યહોવા આપણા ઈશ્વર તેઓનો સંહાર કરશે.


દુષ્ટ તેની પોતાની દુષ્ટતામાં સપડાઈ જશે, અને તેના પાપરૂપી પાશથી પકડાઈ રહેશે.


દુષ્ટને અફસોસ! તેનું અકલ્યાણ થશે; કેમ કે તે તેના હાથે કરેલા કૃત્યનું ફળ ભોગવશે.


અને તે વખતે યહોશુઆએ તેઓને એવી પ્રતિજ્ઞા લેવડાવી કે, “જે કોઈ ઊઠીને યરીખો નગર બાંધે તે યહોવાની આગળ શાપિત થાઓ. તેનો પાયો તે પોતાના જ્યેષ્ઠ પુત્રના જીવને બદલે નાખે, ને પોતાના સૌથી નાના પુત્રના જીવને બદલે તેના દરવાજા ઊભા કરે.”


ત્યારે અદોની બેઝેકે કહ્યું, “હાથના તથા પગના અંગૂઠા કાપી નંખાયેલા એવા સિત્તેર રાજાઓ મારી મેજ નીચેથી [ટુકડા] વીણી ખાતા હતા. જેવું મેં કર્યું છે, તેવો જ બદલો ઈશ્વર મને આપ્યો છે.” અને તેઓ તેને યરુશાલેમમાં લાવ્યા, ને ત્યાં તે મરી ગયો.


અબીમેલેખ પછી ઇઝરાયલને ઉગારવા માટે ઇસ્સાખારના કુળના દોદોના દીકરા પૂઆનો દીકરો તોલા ઊભો થયો. તે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં શામીરમાં રહેતો હતો.


પણ જો [અમે વર્ત્યા] ન હો, તો અબીમેલેખમાંથી અગ્નિ નીકળો, ને શખેમના માણસોનો તથા મિલ્લોનઅ ઘરનાંનો વિનાશ કરો. અને શખેમના માણસોમાંથી તથા મિલ્લોના ઘરમાંથી અગ્નિ નીકળો, ને અબીમેલેખનો વિનાશ કરો.”


જેથી યરુબાલના સિત્તેર દીકર પર જે જુલમ ગુજારવામાં આવ્યો હતો તેનો બદલો લેવાય, ને તેઓના ખૂનનો દોષ તેઓના ભાઈ અબીમેલેખ પર મુકાય, કેમ કે તેણે તેઓને મારી નાખ્યા હતા, ને શખેમના માણસો પર પણ [દોષ મુકાય] , કેમ કે તેઓએ તેના ભાઈઓના ખૂનમાં તેને સહાય કરી હતી.


તે આખો દિવસ અબીમેલેખ નગરના લોકોની સાથે લડ્યો. અને તે નગર તેણે લીધું, તેમાં જે લોક હતા તેઓને મારી નાખ્યા, ને તેણે નગર તોડી પાડ્યું, ને તેમાં મીઠું વેર્યું.


આ પ્રમાણે જે ઘાતકીપણું અબીમેલેખે પોતાના સિત્તેર ભાઈઓની હત્યા કરીને પોતાના પિતા પ્રત્યે કર્યું હતું, તેનો બદલો ઈશ્વરે વાળી આપ્યો;


Lean sinn:

Sanasan


Sanasan