Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 9:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને તેઓ સીમમાં ગયા, ને પોતાની દ્રાક્ષાવાડીઓ વેડી, ને તેને નિચોવીને મિજબાની કરી, ને પોતાના દેવના મંદિરમાં જઈને ખાઈપીને, અબીમેલેખને શાપ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 તેઓ સૌ પોતપોતાની દ્રાક્ષવાડીમાં જઈને દ્રાક્ષો વીણી લાવ્યા, તેમાંથી દ્રાક્ષાસવ બનાવ્યો અને પછી ઉત્સવ મનાવ્યો. તેઓ તેમના દેવના મંદિરમાં ગયા અને ત્યાં તેમણે ખાઈપીને અબિમેલેખની મજાક ઉડાવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 તેઓ ખેતરમાં ગયા અને પોતાની દ્રાક્ષવાડીમાંથી દ્રાક્ષો ભેગી કરીને તેને નિચોવીને મિજબાની કરી. તેઓએ પોતાના દેવના મંદિરમાં પર્વનું આયોજન કર્યું, જ્યાં તેઓએ ખાઈ પીને અબીમેલેખને શાપ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 તેઓ દ્રાક્ષની વાડીઓમાં ગયા અને દ્રાક્ષ ભેગી કરી તેને તેઓએ કચડી અને દ્રાક્ષારસ બનાવ્યો અને ઉત્સવ ઊજવ્યો. તેઓએ તેમના દેવના મંદિરમાં આ ઉજવણી કરી તેઓએ ખાધું પીધું અને પછી અબીમેલેખને શાપ દેવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 9:27
20 Iomraidhean Croise  

હા, શાપ દેવામાં તે રાજી થતો, માટે એ શાપ તેને લાગો; આશીર્વાદ આપવામાં તે ખુશી ન હતો. તેથી આશીર્વાદ તેનાથી દૂર થાઓ.


અને એમ થયું કે તે છાવણી આગળ પહોંચ્યા ત્યારે તેણે વાછરડું તથા નાચ જોયાં; ત્યારે મૂસાનો ક્રોધ તપી ઊઠયો, ને તેણે પોતાના હાથમાંથી પાટીઓ ફેંકી દીધી, તેથી તે પર્વતની હેઠળ ભાંગી ગિઇ.


અને તેઓએ સવારે વહેલા ઊઠીને દહનીયાર્પણ કર્યાં, ને શાંત્યર્પણો રજૂ કર્યાં; અને લોકો ખાવાપીવા બેઠા, ને રમવા ઊઠયા.


“તે માટે તું તેઓની વિરુદ્ધનાં આ સર્વ વચનો કહે, વળી તેઓને કહે, યહોવા પોતાના ઉચ્ચસ્થાનમાંથી ગર્જના કરશે, તે પોતાના પવિત્ર નિવાસસ્થાનમાંથી પોતાનો ઘાંટો કાઢશે; તે પોતાના વાડાની વિરુદ્ધ મોટી ગર્જના કરશે; દ્રાક્ષા ખૂંદનારાની જેમ તે પૃથ્વીના સર્વ રહેવાસીઓની વિરુદ્ધ હોકારો કરશે.


પણ આકાશના પ્રભુની વિરુદ્ધ આપે ગર્વ કર્યો છે, અને તેમના મંદિરનાં પાત્રો આપની આગળ લાવવામાં આવ્યાં છે, ને આપે તથા આપના અમીરઉમરાવોએ, આપની પત્નીઓએ તથા આપની ઉપપત્નીઓએ તેમાં દ્રાક્ષારસ પીધો છે. વળી આપે સોનારૂપાનાં, પિત્તળનાં, લોઢાનાં, લાકડાંના તથા પથ્થરનાં દેવદેવીઓ જે જોતાં નથી, સાંભળતાં નથી કે જાણતાં નથી, તેમની સ્તુતિ કરી છે; અને જે ઈશ્વરના હાથમાં આપનો શ્વાસોચ્છવાસ છે, ને જેમના પર આપનો બધો આધાર છે તેમને આપે માન આપ્યું નથી.


તેઓએ પોતાના અંત:કરણથી મને હાંક મારી નથી, પણ તેઓ પોતાના બિછાનામાં [સૂતા સૂતા] બૂમરાણ કરે છે; તેઓ ધાન્ય તથા મદ્યને માટે એકત્ર થાય છે, તેઓ મારી વિરુદ્ધ બંડ કરે છે.


અને ઇઝરાયલી સ્‍ત્રીના દીકરાએ [યહોવાના] નામનું દુર્ભાષણ કરીને શાપ દીધો. અને લોકો તેને મૂસા પાસે લાવ્યા. અને તેની માનું નામ શલોમીથ હતું, તે દાનના કુળના દિબ્રીની દીકરી હતી.


પલિસ્તીઓના સરદારો પોતાના દેવ દાગોન આગળ મહા યજ્ઞ ચઢાવવાને તથા આનંદ કરવાને એકત્ર થયા; કેમ કે તેઓએ કહ્યું, “અમારા દેવે અમારા વેરી સામસૂનને અમારા હાથમાં સોંપી દીધો છે.”


ગિદિયોનના મરણ પછી એમ થયું કે ઇઝરાયલી લોકો પાછા ફરી ગયા, અને બાલીમની પાછળ વંઠી ગયા, ને બાલ-બરીથને પોતાનો દેવ કરી માન્યો.


એબેદનો દીકરો ગઆલ પોતાના ભાઈઓની સાથે આવીને શખેમમાં જઈ રહ્યો; અને શખેમના માણસોએ તેના પર ભરોસો રાખ્યો.


પછી તેઓએ બાલ-બરીથના મંદિરમાંથી તેને સિત્તેર રૂપિયા આપ્યા, ને અબીમેલેખે તે વડે પોતાની સરદારી નીચે રહેવા માટે હલકા તથા કપટી લોકોને નોકરીમાં રાખ્યા.


એ સાંભળીને શખેમના કિલ્લાના સર્વ માણસો એલ-બરીથના ઘરના ભોંયરામાં ગયા.


અને તે પલિસ્તીએ દાઉદને કહ્યું, “શું હું કૂતરો છું કે લાકડી લઈને મારી સામે આવે છે?” અને તે પલિસ્તીએ પોતાના દેવોને નામે દાઉદને શાપ આપ્યો.


Lean sinn:

Sanasan


Sanasan