Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 9:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 દ્રાક્ષાવેલાએ તેઓને કહ્યું, ‘મારો દ્રાક્ષાશ્રવ જે ઈશ્વરને તથા માણસોને મગ્ન કરે છે તે મૂકીને, શું વૃક્ષો પર આમતેમ ઝોલાં ખાવાને હું આવું?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 પણ દ્રાક્ષવેલાએ જવાબ આપ્યો, ‘દેવો અને માણસોને આનંદ પમાડનાર મારો દ્રાક્ષાસવ પેદા કરવાનું પડતું મૂકીને હું તમારા પર શાસન ચલાવવા આવું?’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 દ્રાક્ષાવેલાએ તેઓને કહ્યું, ‘શું મારે મારો નવો દ્રાક્ષારસ જે ઈશ્વરને તથા માણસને આનંદિત કરે છે તે મૂકીને, બીજાં વૃક્ષો પર પ્રભાવ પાડવા માટે શા માટે જવું જોઈએ?’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 “પણ તેમણે જવાબ આપ્યો, ‘વૃક્ષોનો રાજા બનવા માંટે થઈને દેવ અને માંણસોને આનંદિત કરનાર દ્રાક્ષારસ ઉપજાવવાનું હું શા માંટે છોડી દઉં?’

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 9:13
9 Iomraidhean Croise  

વળી માણસના હ્રદયને આનંદ આપનાર દ્રાક્ષારસ, તેના મુખને તેજસ્વી કરનાર તેલ, અને તેના અંત:કરણને બળ આપનાર રોટલી [તે નિપજાવે છે].


જે મરવાની અણી પર હોય તેને મદિરા, અને જેનું મન દુ:ખી હોય તેને દ્રાક્ષારસ આપ;


મિજબાની મોજમઝાને માટે કરવામાં આવે છે, અને દ્રાક્ષારસ જીવને ખુશ કરે છે. પૈસા બધી વસ્તુઓની જરૂરિયાત પૂરી પાડે છે.


મેં મારા અંત:કરણમાં ખોળ કરી કે હું મારા દેહને દ્રાક્ષારસથી મગ્ન કરું, તેમ છતાં મારા અંત:કરણનું ડહાપણ તેવું ને તેવું જ રહે. વળી માણસોએ પૃથ્વી ઉપર પોતાના સર્વ આયુષ્ય પર્યંત શું કરવું સારું છે, તે મને માલૂમ પડે ત્યાં સુધી હું મૂર્ખાઈ ગ્રહણ કરું.


અને યહોવાને માટે સુવાસિત પેયાર્પણને અર્થે અર્ધું હિન દ્રાક્ષારસ હોમયજ્ઞ તરીકે ચઢાવ.


અને પ્રત્યેક હલવાનને માટે દહનીયાર્પણની સાથે કે યજ્ઞની સાથે. પા હિન દ્રાક્ષારસનું પેયાર્પણ તું તૈયાર કર.


અને એક તૃતીયાંશ હિન દ્રાક્ષારસનું સુવાસિત પેયાર્પણ યહોવાને માટે ચઢાવ.


ત્યારે વૃક્ષોએ દ્રાક્ષાવેલાને કહ્યું, ‘તું આવીને અમારા પર રાજ કર, ’


પછી બધાં વૃક્ષોએ ઝાંખરાને કહ્યું, ‘તું આવીને અમારા પર રાજ કર.’


Lean sinn:

Sanasan


Sanasan