Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 9:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 હવે યરુબાલનો દીકરો અબીમેલેખ શખેમમાં પોતાના મામાઓ પાસે ગયો, ને તેણે તેઓને તથા પોતાના મોસાળના આખા કુટંબના લોકોને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 યરૂબ્બઆલ એટલે ગિદિયોનનો પુત્ર અબિમેલેખ શખેમમાં તેના મામાઓ પાસે ગયો. તેણે તેમને તથા તેની માતાના પિતાના કુટુંબના ગોત્રના સર્વ માણસોને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 યરુબાલનો દીકરો અબીમેલેખ શખેમમાં પોતાની માતાના સંબંધીઓ પાસે ગયો અને તેણે પોતાના મોસાળના આખા કુટુંબનાં લોકોને કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 એક દિવસ યરૂબ્બઆલનો પુત્ર અબીમેલેખ શખેમમાં તેના માંમાંઓના ઘેર ગયો હતો અને તેમને અને તેની માંતાના કુટુંબના બધા સભ્યોને તેણે કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 9:1
13 Iomraidhean Croise  

અને યાકૂબ પાદાનારામમાંથી આવતાં કનાન દેશના શખેમ સુધી સહીસલામત આવ્યો, ને શહેરની સામે તબું માર્યો.


અને હમોર હિવ્વી જે દેશનો સરદાર હતો તેના દિકરા શખેમે તેને જોઈ. અને તેને લીધી, ને તેની સાથે સૂઈને તેની આબરૂ લીધી.


ઇઝરાયલના જે માણસો રાજા પાસે ન્યાય માગવા આવતા, તે સર્વની સાથે આબ્શાલોમ એ પ્રમાણે વર્તતો; એ પ્રમાણે આબ્શાલોમે ઇઝરાયલના માણસોનાં હ્રદય હરી લીધાં.


રહાબામ શખેમ ગયો, કેમ કે તમામ ઇઝરાયલ તેને રાજા ઠરાવવા માટે શખેમ આવ્યા હતા.


જ્યારે સર્વ ઇઝરાયલે સાંભળ્યું કે યરોબામ પાછો આવ્યો છે, ત્યારે એમ થયું કે તેઓએ માણસ મોકલીને તેને સભામાં બોલાવ્યો, ને તેને સર્વ ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો. એકલા યહૂદાના કુળ સિવાય, દાઉદના કુટુંબની મદદે કોઈ રહ્યું નહિ.


ત્યાંથી તેઓએ માણસ મોકલીને તેને તેડાવ્યો;) ત્યારે એમ થયું કે યરોબામે તથા ઇઝરયલની સમગ્ર પ્રજાએ આવીને રહાબામને કહ્યું,


ત્યારે તેઓએ કહ્યું, “ચાલો, યર્મિયાનો ઘાટ ઘડીએ; કેમ કે યાજકની પાસે નિયમશાસ્ત્ર, જ્ઞાનીની પાસે સલાહ, તથા પ્રબોધકની પાસે [પ્રબોધનું] વચન ખૂટવાનું નથી. ચાલો, તેની સામે આરોપ યોજી કાઢીએ, ને તેનાં કોઈ પણ વચનો પર ધ્યાન આપીએ નહિ.”


શખેમમાંથી, શીલોમાંથી તથા સમરૂનમાંથી મૂંડાવેલી દાઢીવાળા, ફાટેલાં વસ્ત્રોવાળા, તથા [પોતાને હાથે] પોતાને જખમી કરેલા, એવા એંસી માણસો પોતાના હાથમાં ખાદ્યાર્પણ તથા ધૂપ લઈને યહોવાના મંદિરમાં આવ્યા.


અને તેઓએ ગાલીલમાં નફતાલીના પહાડી પ્રદેશમાંનું કેદેશ, ને એફ્રાઈમના પહાડી પ્રદેશમાંનું શખેમ, ને યહૂદિયાના પહાડી પ્રદેશમાંનું કિર્યાથ આર્બા (એટલે હેબ્રોન), એમને અલગ કર્યાં.


ગિદિયોનને સિત્તેર દીકરા થયા હતા; કેમ કે તેને ઘણી પત્નીઓ હતી.


વળી શખેમમાં તેની એક ઉપપત્ની હતી, તેને પેટે પણ એક દીકરો થયો, તેનું નામ તેણે અબીમેલેખ પાડ્યું.


તેમ જ યરુબાલે [એટલે] ગિદિયોને જે સર્વ ભલમનસાઈ ઇઝરાયલી લોકો પ્રત્યે દર્શાવી હતી, તે પ્રમાણે તેઓએ તેના ઘર પર માયા રાખી નહિ.


Lean sinn:

Sanasan


Sanasan