Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 8:33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 ગિદિયોનના મરણ પછી એમ થયું કે ઇઝરાયલી લોકો પાછા ફરી ગયા, અને બાલીમની પાછળ વંઠી ગયા, ને બાલ-બરીથને પોતાનો દેવ કરી માન્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

33 ગિદિયોનના મરણ પછી ઇઝરાયલી લોકો ફરીથી ઈશ્વર પ્રત્યે બેવફા નીવડયા અને તેમણે બઆલની મૂર્તિઓની પૂજા કરી. તેમણે બઆલ-બરીથને (કરારનો દેવ) પોતાના દેવ તરીકે માન્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 ગિદિયોનના મરણ પછી એમ થયું કે, ઇઝરાયલના લોકોએ પાછા ફરીને બઆલની પૂજા કરીને વ્યભિચાર કર્યો, તેઓએ બઆલ-બરીથને પોતાનો દેવ માન્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 એના અવસાન પછી ઈસ્રાએલીઓ ફરી પાછા દેવને છોડીને દેવદેવીઓની પૂજા કરવા લાગ્યા, અને તેમણે બઆલબરીથને ઈષ્ટદેવ તરીકે સ્વીકાર્યા.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 8:33
17 Iomraidhean Croise  

યહોયાદા યાજક તેને બોધ કરતો હતો તે સર્વ દિવસો પર્યંત યોઆશે યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું.


જેમ તેઓના પૂર્વજો બાલને લીધે મારું નામ વીસરી ગયા છે તેમ તેઓ પોતાનાં સ્વપ્નો એકબીજાને કહીને, તેઓ વડે મારા લોકોની પાસે મારું નામ વિસ્મૃત કરાવવા ધારે છે.


તેનાં પુષ્કળ જારકર્મથી તેણે દેશને ભ્રષ્ટ કર્યો, તેણે પથ્થરની સાથે તથા લાકડાની સાથે વ્યભિચાર કર્યો.


અને યહોશુઆની આખી જિંદગી સુધી, ને જે વડીલો યહોશુઆની પાછળ જીવતા રહ્યા, અને યહોવાએ જે સર્વ કામ ઇઝરાયલને માટે કર્યાં હતાં તે જેઓ જાણતા હતા તેઓના જીવતાં સુધી ઇઝરાયલે યહોવાની સેવા કરી.


ઇઝરાયલી લોકોએ ફરી યહોવાની દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, અને બાલીમ તથા આશ્તારોથની, અને અરામના દેવો, સિદોનના દેવો, મોઆબના દેવો, આમ્‍મોનપુત્રોના દેવો તથા પલિસ્તીઓના દેવોની ઉપાસના કરી. અને તેઓએ યહોવાનો ત્યાગ કર્યો, ને તેમની ઉપાસના કરી નહિ.


અને યહોવા, તેઓના પિતૃઓના ઈશ્વર, જે તેઓને મિસર દેશમાંથી કાઢી લાવ્યા હતા તેમનો તેઓએ ત્યાગ કર્યો, ને અન્ય દેવોની ઉપાસના કરીને તેમને વંદન કર્યું, અને તેઓએ યહોવાને રોષ ચઢાવ્યો.


તોપણ તેઓએ પોતાના ન્યાયાધીશોનું સાંભળ્યું નહિ, કેમ કે તેઓએ અન્ય દેવોની પાછળ વંઠી જઈને તેમને વંદન કર્યુ. તેઓના પિતૃઓ યહોવાની આ ઓ પાળીને જે માર્ગે ચાલતા હતા તેમાંથી તેઓ જલદી અવળે માર્ગે ફરી ગયા. તેઓની જેમ તેમણે કર્યું નહિ.


પણ ન્યાયાધીશના મરણ પછી એમ થતું કે તેઓ પાછા ફરી જતા, તથા અન્ય દેવોની ઉપાસના કરીને તથા તેઓને પગે લાગીને તેઓ તેમના પિતૃઓ કરતાં વધારે ભ્રષ્ટ થઈ જતા. તેઓ પોતાનાં કામથી તથા દુરાગ્રહથી પાછા હઠતા નહિ.


અને ઇઝરયલી લોકોએ યહોવાની દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, ને પોતાન ઈશ્વર યહોવાને વીસરી જઈને બાલીમ તથા અશેરોથની ઉપાસના કરી.


ગિદિયોને તેનું એક એફોદ બનાવીને પોતાના નગરમાં, એટલે ઓફ્રામાં તે મૂક્યું; અને ત્યાં સર્વ ઇઝરાયલ તેની પાછળ વંઠી ગયા. અને તે ગિદિયોનને તથા તેના કુટુંબને ફાંદારૂપ થઈ પડ્યું.


અને યોઆશનો દીકરો ગિદિયોન ઘણી વૃદ્ધ ઉંમરે મરણ પામ્યો, ને અબીએઝેરીઓના ઓફ્રામાં તેના પિતા યોઆશની કબરમાં તેને દાટવામાં આવ્યો.


અને તેઓ સીમમાં ગયા, ને પોતાની દ્રાક્ષાવાડીઓ વેડી, ને તેને નિચોવીને મિજબાની કરી, ને પોતાના દેવના મંદિરમાં જઈને ખાઈપીને, અબીમેલેખને શાપ આપ્યો.


પછી તેઓએ બાલ-બરીથના મંદિરમાંથી તેને સિત્તેર રૂપિયા આપ્યા, ને અબીમેલેખે તે વડે પોતાની સરદારી નીચે રહેવા માટે હલકા તથા કપટી લોકોને નોકરીમાં રાખ્યા.


એ સાંભળીને શખેમના કિલ્લાના સર્વ માણસો એલ-બરીથના ઘરના ભોંયરામાં ગયા.


Lean sinn:

Sanasan


Sanasan