Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 8:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ઈશ્વરે મિદ્યાનના ઓરેબ તથા ઝેબ સરદારોને તમારા હાથમાં સોંપ્યા છે. અને તમારા પ્રમાણમાં હું શું કરી શક્યો છું?” તેણે એ વાત કહી, ત્યારે તેના પરથી તેઓનો ક્રોધ નરમ પડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 છેવટે ઈશ્વરની સહાયથી તમે મિદ્યાનીઓના બે સરદારો ઓરેબ અને ઝએબને પકડીને મારી નાખ્યા. એની સરખામણીમાં મેં શું કર્યું છે?” તેની એ વાત સાંભળીને તેમનો ગુસ્સો નરમ પડયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ઈશ્વરે તમને મિદ્યાનીઓના ઓરેબ તથા ઝએબ સરદારોની ઉપર વિજય અપાવ્યો! તમારી સાથે સરખામણીમાં હું શું કરી શક્યો છું?” જયારે તેણે આમ કહ્યું, ત્યારે તેઓ ઠંડા પડ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 દેવે તમાંરા જ હાથમાં મિદ્યાનીઓના સરદારો ઓરેબ અને ઝએબને સુપ્રત કર્યા તેની તુલનામાં મેં શું કર્યું છે?” ત્યારે જ તેઓ શાંત થયા.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 8:3
15 Iomraidhean Croise  

હે યહોવા, અમોને નહિ, અમોને નહિ, પણ તમારી કૃપા તથા તમારી સત્યતાને લીધે તમારા નામનો મહિમા થાય, એમ કરો.


કેમ કે તેઓએ પોતાની તરવાર વડે દેશને કબજે કર્યો નહોતો, વળી તેઓએ પોતાના ભુજ વડે પોતાનો બચાવ કર્યો નહોતો; પણ તમારા જમણા હાથે, તમારા ભુજે તથા તમારા મુખના પ્રકાશે તેમને બચાવ્યા હતા, કેમ કે તમે તેઓ પર પ્રસન્ન હતા.


નમ્ર ઉત્તર ક્રોધને શાંત કરી દે છે; પણ કઠોર શબ્દો રીસ ચઢાવે છે;


જે ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતાં સારો છે; અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનારના કરતાં ઉત્તમ છે.


પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાંનાં સોનાનાં ફળ જેવો છે.


લાંબી મુદતની સહનશીલતાથી અધિકારીનું મન માને છે, અને કોમળ જીભ હાડકાંને ભાંગે છે.


કેમ કે આમાં એ કહેવત ખરી પડે છે કે, ‘એક વાવે અને બીજો કાપે છે.’


વળી મને આપેલા કૃપાદાનને આશરે હું તમારામાંના દરેક જણને કહું છું કે, પોતાને જેવો ગણવો જોઈએ, તે કરતાં વિશેષ ન ગણવો. પણ ઈશ્વરે જેટલે દરજ્જે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે, તેના પ્રમાણમાં નમ્રતાથી [દરેકે પોતાને યોગ્ય] ગણવો.


આપણને જે કૃપાદાન આપવામાં આવ્યું છે, તે પ્રમાણે આપણને જુદાં જુદાં વરદાન મળ્યાં છે. તેથી જો પ્રબોધ કરવાનું [દાન મળ્યું હોય] , તો પોતાના વિશ્વાસના પ્રમાણમાં તેણે [પ્રબોધ] કરવો.


પક્ષાપક્ષીથી કે મિથ્યાભિમાનથી કંઈ ન કરો, દરેકે નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણવા.


તેણે તેઓને કહ્યું, “તમે જે કર્યું છે તેના પ્રમાણમાં મેં તો શું કર્યું છે? એફ્રાઈમની દ્રાક્ષોનો સળો તે અબીએઝેરની દ્રાક્ષોના આખા ફાલ કરતાં શું સારો નથી?


ગિદિયોન યર્દન આગળ આવ્યો, [ને] તે તથા તેની સાથેના ત્રણસો માણસો પાર ઊતર્યા. તેઓ થાકેલા છતાં [શત્રુઓની] પાછળ પડેલા હતા.


Lean sinn:

Sanasan


Sanasan