Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 8:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 ગિદિયોને તેનું એક એફોદ બનાવીને પોતાના નગરમાં, એટલે ઓફ્રામાં તે મૂક્યું; અને ત્યાં સર્વ ઇઝરાયલ તેની પાછળ વંઠી ગયા. અને તે ગિદિયોનને તથા તેના કુટુંબને ફાંદારૂપ થઈ પડ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 ગિદિયોને સોનામાંથી એફોદ બનાવ્યું અને પોતાના વતન ઓફ્રામાં મૂકાયું. સર્વ ઇઝરાયલીઓએ પ્રભુનો ત્યાગ કર્યો અને એ એફોદની ઉપાસના કરવા ત્યાં જવા લાગ્યા. ગિદિયોન અને તેના કુટુંબ માટે એ ફાંદારૂપ થઈ પડયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 ગિદિયોને કુંડળોનું એક એફોદ બનાવ્યું અને પોતાના નગર ઓફ્રામાં તે મૂક્યું અને સર્વ ઇઝરાયલીઓએ તેની ઉપાસના કરીને પોતાને વ્યભિચારમાં વટાળ્યાં. તે ગિદિયોનને તથા તેના કુટુંબને માટે ફાંદારૂપ થઈ પડ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 ગિદિયોને તેમાંથી એક એફોદ બનાવડાવ્યો અને તેની સ્થાપના પોતાના નગર ઓફ્રાહમાં કરી. બધા ઈસ્રાએલીઓ યહોવાને છોડીને તેની પૂજા કરવા લાગ્યા અને તે એફોદ ગિદિયોન અને તેના પરિવારના પતનનું કારણ થઈ પડ્યું.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 8:27
26 Iomraidhean Croise  

પણ વિદેશીઓની સાથે તેઓ ભળી ગયા, અને તેઓનાં કામ શીખ્યા.


આ પ્રમાણે તેઓ પોતાનાં કૃત્યોથી ભ્રષ્ટ થઈ ગયા, અને પોતાની કરણીઓથી વ્યભિચારી થયા.


કેમ કે જેઓ તમારાથી દૂર છે તેઓ નાશ પામશે; જેઓ વંઠી જઈને તમને મૂકી દે છે, તેઓનો તમે સમૂળગો નાશ કરો છો.


તેઓ તારા દેશમાં ન વસે, રખેને તેઓતારી પાસે મારી વિરુદ્ધ પાપ કરાવે; કેમ કે જો તું તેઓના દેવોની સેવા કરે, તો જરૂર તે તને ફાંદારૂપ થઈ પડશે.”


અને તેણે તેઓના હાથમાંથી તે લીધું, ને કોતરણીથી ઘાટ બનાવીને તેનું ઢાળેલું વાછરડું બનાવ્યું; અને તેઓએ કહ્યું, “હે ઇઝરાયલ, મિસર દેશમાંથી તને કાઢી લાવનાર ઈશ્વર તે આ છે.”


અને તું તેઓબી દીકરીઓ સાથે તારા દીકરાઓને પરણાવે, ને તેમની દીકરીઓ તેઓના દેવોની પાછળ ભટકી જઈને તારા દીકરાઓને તેઓના દેવોની પાછળ ભટકાવી દે.


‘શિક્ષણ તથા સાક્ષીની પાસે [જઈએ] !’ જ્યારે તેમને માટે સૂર્યોદય ખચીત થવાનો નથી, ત્યારે તેઓ એ પ્રમાણે બોલશે.


તેઓનાં સુશોભિત આભૂષણો તેઓના ગર્વનું કારણ થયાં છે; અને તેઓ વડે તેઓએ પોતાની તિરસ્કારરૂપ તથા ધિક્કારપાત્ર વસ્તુઓની મૂર્તિઓ બનાવી. માટે મેં તે [સોનુંરૂપું] તેમની નજરમાં અશુદ્ધ વસ્તુ જેવું કરી નાખ્યું છે.


તમારી માને આજીજી કરો, તેને સમજાવો; કેમ કે તે મારી સ્ત્રી નથી, ને હું તેનો ધણી નથી. અને [તેને કહો કે] તે પોતાના વ્યભિચાર પોતાના મુખ પરથી, ને પોતાનાં જારકર્મ પોતાનાં સ્તનોમાંથી દૂર કરે,


કેમ કે ઇઝરાયલ લાંબી મુદત સુધી રાજારહિત, અધિકારીરહિત, યજ્ઞરહિત, ભજનસ્તંભરહિત તથા એફોદ કે તરાફીમરહિત રહેશે;


પણ તમારા સર્વ કુળોમાંથી જે સ્થળ યહોવા તમારા ઈશ્વર પોતાનું નામ રાખવા માટે પસંદ કરશે તે સ્થળ આગળ એટલે તેના રહેઠાણ આગળ તમારે ભેગા થવું, ને ત્યાં તારે આવવું.


અને જે સર્વ પ્રજાઓને યહોવા તારા ઈશ્વર તારે સ્વાધીન કરશે તેઓનો તારે સંહાર કરવો. તારી આંખ તેઓ ઉપર દયા ન લાવે. અને તારે તેઓનાં દેવદેવીઓની સેવા પણ ન કરવી. કેમ કે એ તને ફંદારૂપ થઈ પડશે.


તેઓનાં દેવદેવીઓની કોતરેલી મૂર્તિઓ તમારે આગથી બાળી નાખવી, તેઓના અંગ પરના રૂપા પર કે સોના પર તું લોભાતો નહિ, તેમજ તે તારે માટે લેતો નહિ, રખેને તું તેમાં ફસાઈ પડે; કેમ કે યહોવા તારા ઈશ્વરની નજરમાં એ અમંગળ છે.


મિખાને ત્યાં એક દેવસ્થાન હતું, તેણે એફોદ તથા તરાફીમ બનાવ્યાં, ને પોતાના એક દીકરાની પ્રતિષ્ઠા કરીને તેને તેનો પુરોહિત બનાવ્યો.


જે પાંચ માણસ લાઈશના દેશની બાતમી કાઢવા ગયા હતા, તેઓએ પોતાના ભાઈઓને કહ્યું, “તમે જાણો છો કે, આ ઘરોમાં એફોદ તથા તરાફીમ તથા કોરેલી મૂર્તિ તથા ગાળેલી મૂર્તિ છે? હવે તમારે શું કરવું તેનો વિચાર કરો.”


જે પાંચ માણસ દેશની બાતમી કાઢવા ગયા હતા તેઓએ ઘરમાં પેસીને કોરેલી મૂર્તિ, એફોદ તથા તરાફીમ તથા ગાળેલી મૂર્તિ લઈ લીધાં; અને પેલા છસો હથિયારબંધ માણસોની સાથે દરવાજાના નાકા આગળ પુરોહિત ઊભો રહેલો હતો.


અને તમે આ દેશના રહેવાસીઓની સાથે કંઈ કરાર ન કરો. તેઓની વેદીઓ તોડી નાખો:પણ મારું વચન તમે ધ્યાનમાં લીધું નહિ. તમે એમ કેમ કર્યું છે?


માટે મેં પણ કહ્યું કે, હું તમારી સામેથી તેઓને હાંકી કાઢીશ નહિ પણ તેઓ તમારી કૂખોમાં [કાંટાંરૂપ] થશે, અને તેઓના દેવો તમને ફાંદારૂપ થઈ પડશે.”


ત્યાર પછી યહોવાનો દૂત આવીને અબીએઝેરી યોઆશનું એલોન વૃક્ષ જે ઓફ્રામાં હતું તેની નીચે બેઠો. તેનો દીકરો ગિદિયોન મિદ્યાનીઓની નજરે ન પડે માટે દ્રાક્ષાકુંડની અંદર ઘુઉં ઝૂડતો હતો.


ત્યારે ત્યાં ગિદિયોને યહોવાને માટે વેદી બાંધી, ને તેનું નામ યહોવા-શાલોમ પાડ્યું. તે આજ સુધી અબીએઝેરીઓના ઓફ્રામાં છે.


તેણે સોનાનાં જે કુંડળો માગી લીધાં, તેનું વજન એક હજાર ને સાતસો [શેકેલ] હતું. એ ઉપરાંત કલગીઓ, લોલકો તથા મિદ્યાનના રાજાઓનાં અંગ પરના જાંબુડિયાં વસ્‍ત્ર, ને તે ઉપરાંત તેઓનાં ઊંટોનાં ગળાંમાંની સાંકળીઓ પણ હતી.


એ રીતે મિદ્યાનીઓ ઇઝરાયલી લોકોને તાબે કરાયા, ને તેઓએ ફરી પોતાનાં માથાં ઊંચા કર્યાં નહિ. અને ગિદિયોનના દિવસોમાં ચાળીસ વર્ષ પર્યંત દેશમાં શાંતિ રહી.


Lean sinn:

Sanasan


Sanasan