Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 8:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 તેણે તેઓને કહ્યું, “તમે જે કર્યું છે તેના પ્રમાણમાં મેં તો શું કર્યું છે? એફ્રાઈમની દ્રાક્ષોનો સળો તે અબીએઝેરની દ્રાક્ષોના આખા ફાલ કરતાં શું સારો નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 પણ તેણે તેમને કહ્યું, “તમે જે કર્યું છે તેની સરખામણીમાં મેં જે કર્યું છે તેની કંઈ વિસાત નથી. અબીએઝેરના ગોત્રે દ્રાક્ષવેલાની લણણીમાં ભેગી કરેલી દ્રાક્ષો કરતાં એફ્રાઈમના કુળે જમીન પરથી વીણેલી દ્રાક્ષો વધારે નથી?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 તેણે તેઓને કહ્યું, “તમે જે કર્યું છે તેની સરખામણીમાં મેં તો કશું કર્યુ નથી? એફ્રાઇમની દ્રાક્ષોનો સળો તે અબીએઝેરની દ્રાક્ષોના આખા ફાલ કરતાં શું સારો નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 પણ ગિદિયોને કહ્યું, “તમાંરી તુલનામાં મેં જે કંઈ કર્યું છે એ તો કંઈ વિસાતમાં નથી. તમે એફ્રાઈમના લોકોએ જે કર્યું છે તે માંરા સમગ્ર કુળ કુટુંબે જે કર્યુ છે તેના કરતાં કયાંય ચડિયાતું છે.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 8:2
11 Iomraidhean Croise  

અને જ્યારે તમે તમારી જમીનની ફસલ કાપો, ત્યારે તું તારા ખેતરના ખૂણા પૂરેપૂરા ન કાપ, ને તારી કાપણીનો મોડ તું વીણી ન લે.


ગિલ્યાદના દિકરા આ છે: ઇએઝેર [થી] ઇએઝેરીઓનું કુટુંબ. હેલેકથી હેલેકીઓનું કુટુંબ.


ત્યાર પછી યહોવાનો દૂત આવીને અબીએઝેરી યોઆશનું એલોન વૃક્ષ જે ઓફ્રામાં હતું તેની નીચે બેઠો. તેનો દીકરો ગિદિયોન મિદ્યાનીઓની નજરે ન પડે માટે દ્રાક્ષાકુંડની અંદર ઘુઉં ઝૂડતો હતો.


પણ યહોવાનો આત્મા ગિદિયોન પર આવ્યો. અને તેણે રણશિંગડું વગાડ્યું, ત્યારે અબીએઝેર [ના માણસો] તેની પાછળ આવવાને એક્‍ત્ર થયા.


એફ્રાઈમના લોકોએ તેને કહ્યું, “તું અમારી સાથે એવી રીતે કેમ વર્ત્યો કે જ્યારે તું મિદ્યાનીઓની સાથે લડવા ગયો ત્યારે તેં અમને બોલાવ્યા નહિ?” અને તેઓએ તેને સખત ઠપકો આપ્યો.


ઈશ્વરે મિદ્યાનના ઓરેબ તથા ઝેબ સરદારોને તમારા હાથમાં સોંપ્યા છે. અને તમારા પ્રમાણમાં હું શું કરી શક્યો છું?” તેણે એ વાત કહી, ત્યારે તેના પરથી તેઓનો ક્રોધ નરમ પડ્યો.


Lean sinn:

Sanasan


Sanasan