ન્યાયાધીશો 8:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 હવે ઝેબા તથા સાલ્મુન્ના કાર્કોરમાં હતા, અને તેઓનું સૈન્ય, એટલે પૂર્વ દિશાના લોકના આખા સૈન્યમાંથી બચી રહેલા આશરે પંદર હજાર માણસ, તેઓની સાથે હતા. કેમ કે એક લાખ ને વીસ હજાર તરવારિયા પડ્યા હતા. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 ઝેબા અને સાલ્મુન્ના તેમના સૈન્ય સાથે ર્ક્કોરમાં હતા. પૂર્વપ્રદેશની જાતિઓના આખા સૈન્યમાંથી માત્ર પંદરેક હજાર જ બાકી રહ્યા હતા; એક લાખ વીસ હજાર સૈનિકો તો માર્યા ગયા હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 હવે ઝેબા તથા સાલ્મુન્ના કાર્કોરમાં હતા તેઓનું સૈન્ય સાથે હતા, એટલે પૂર્વ દિશાના લોકના આખા સૈન્યમાંથી બચી રહેલા લગભગ પંદર હજાર માણસો, તેઓની સાથે હતા. કેમ કે એક લાખ અને વીસ હજાર શૂરવીરો માર્યા ગયા હતા. Faic an caibideilપવિત્ર બાઈબલ10 તે સમયે ઝેબાહ અને સાલ્મુન્ના એમના 15,000 ના સૈન્ય સાથે કાર્કોરમાં હતાં. પૂર્વની પ્રજાઓમાંથી ફકત એટલા જ બચી ગયા હતાં. એમનાં 1,20,000 માંણસો તો યુદ્ધમાં માંર્યા ગયા હતાં. Faic an caibideil |
ગિદિયોન ત્યાં આવ્યો ત્યારે જુઓ, ત્યાં આગળ એક માણસ પોતાના મિત્રને સ્વપ્ન કહી સંભળાવતો હતો, ને કહેતો હતો, “જો, મને સ્વપ્ન આવ્યું. અને જો, જવની એક રોટલી મિદ્યાનની છાવણી ઉપર ધસી પડી, ને એક તંબુની પાસે આવીને તેણે તેને એવો ધક્કો માર્યો કે તે પડી ગયો, ને તેને એવો ઉથલાવી નાખ્યો કે તે તંબુ જમીનદોસ્ત થઈ ગયો.”