Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 7:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 માટે લોકોએ પોતાનું ભાથું તથા પોતાનાં રણશિંગડાં પોતાના હાથમાં લીધાં. અને તેણે સર્વ ઇઝરાયલીઓને તેમના તંબુએ મોકલી દઈને તે ત્રણસો માણસોને રાખ્યા. અને મિદ્યાનીઓની છાવણી તેની નીચેની ખીણમાં હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તેથી ગિદિયોને બાકીના સર્વ ઇઝરાયલીઓને ઘેર મોકલી આપ્યા, પણ પુરવઠો અને રણશિંગડાં રાખનારા માત્ર પેલા ત્રણસોને રાખ્યા. મિદ્યાનીઓની છાવણી તેમની નીચે ખીણમાં હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 માટે જેઓને પસંદ કરવામાં આવેલા તેઓએ પોતાનો સામાન તથા પોતાના રણશિંગડાં લીધાં. ગિદિયોને સર્વ ઇઝરાયલી માણસોને પોતપોતાના તંબુએ મોકલી દીધા, તેણે માત્ર ત્રણસો માણસોને પોતાની પાસે રાખ્યા. હવે મિદ્યાનીઓની છાવણી તેની નીચેની ખીણમાં હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તેથી ગિદિયોને 300 માંણસોને રાખીને બાકીના બધાને ઘરે પાછા મોકલ્યા, પણ આ માંણસોએ ખોરાક અને રણશિંગા પોતાના માંટે રાખી લીધાં. મિદ્યાનીઓની છાવણી તેઓની છાવણીની નીચેની ખીણમાં હતી.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 7:8
11 Iomraidhean Croise  

વળી તે દિવસે મોટું રણશિંગડું વગાડવામાં આવશે; અને આશૂર દેશમાં જેઓ ખોવાયેલા હતા તેઓ, તથા મિસરમાં જેઓ કાઢી મૂકવામાં આવ્યા હતા તેઓ આવશે; અને તેઓ યરુશાલેમમાં પવિત્ર પર્વત પર યહોવાનું ભજન કરશે.


“ઇઝરાયલી લોકોને એમ કહે કે, સાતમા માસમાં, તે માસને પહેલે દિવસે તમારે પવિત્ર વિશ્રામ, રણશિંગસાદની યાદગીરી તથા પવિત્ર, રણશિંગસાદની યાદગીરી તથા પવિત્ર મેળાવડો કરવો.


તે વખતે સાતમા માસને દશમે દિવસે તારે મોટે અવાજે બધે રણશિંગડું વગડાવવું; પ્રાયશ્ચિત્તને દિવસે તમારા આખા દેશમાં રણશિંગડું વગડાવવું. તમારા આખા દેશમાં રણશિંગડું વગડાવવું.


અને જ્યારે તમે પોતાના દેશમાં તમારા ઉપર જુલમ કરનાર શત્રુઓની સામે યુદ્ધ કરવા જાઓ, ત્યારે ભયસૂચક રણશિંગડાં વગાડો. અને યહોવા તમારા ઈશ્વરની હજૂરમાં તમારું સ્મરણ કરવામાં આવશે, ને તમે પોતાના શત્રુઓથી બચાવ પામશો.


પણ છેલ્‍લું રણશિંગડું વાગતાં જ, એક ક્ષણમાં, આંખના પલકારામાં, આપણ સર્વનું રૂપાંતર થઈ જશે. કેમ કે રણશિગડું વાગશે, અને મૂએલાં અવિનાશી [થઈને] ઊઠશે, અને આપણું રૂપાંતર થશે.


ત્યારે લોકોએ હોકારો કર્યો અને [યાજકોએ] રણશિંગડાં વાગડ્યાં. અને એમ થયું કે, લોકોએ રણશિંગડાનો અવાજ સાંભળતાં જ ઘાંટો કાઢીને મોટો હોકારો કર્યો, ત્યારે કોટ એમને એમ તૂટી પડ્યો; એટલે લોકોમાંનો પ્રત્યેક પુરુષ સીધો નગરમાં ઘસી ગયો, અને તેઓએ નગર લીધું.


અને સાત યાજકો કોશની આગળ આગળ મેંઢાનાં શિંગનાં સાત રણશિંગડાં લઈને ચાલે. અને સાતમે દિવસે સાત વાર નગરની પ્રદક્ષિણા કરો, ને યાજકો રણશિંગડા વગાડે.


એમ થયું કે ત્યાં આવીને તેણે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં રણશિંગડું વગાડ્યું. અને ઇઝરાયલી લોકો તેની સાથે પહાડી પ્રદેશમાંથી ઊતર્યા, ને તે તેઓની આગળ આગળ [ચાલતો હતો].


ત્યારે સર્વ મિદ્યાનીઓ તથા અમાલેકીઓ તથા પૂર્વ તરફના લોકો એકત્ર થયા. અને પેલે પાર જઈને તેઓએ યિઝેલની ખીણમાં છાવણી કરી.


પછી યહોવાએ ગિદિયોનને કહ્યું, “જે ત્રણસો માણસે પાણી લખલખાવીને પીધું, તેઓની હસ્તક હું તમને ઉગારીશ ને મિદ્યાનીઓને તારા હાથમાં સોંપીશ. અને બાકીના સર્વ માણસો પોતપોતાને ઘેર પાછા જાય.”


તે જ રાત્રે એમ બન્યું કે યહોવાએ તેને કહ્યું, “ઊઠ, છાવણી પર ઊતરી પડ; કેમ કે મેં તે તારા હાથમાં સોંપી દીધી છે.


Lean sinn:

Sanasan


Sanasan