ન્યાયાધીશો 7:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 પછી ત્રણે ટુકડીઓએ રણશિંગડાં વગાડ્યાં, તથા ઘડા ફોડી નાખ્યા, ને ડાબે હાથે દીવા પકડ્યા, ને જમણા હાથમાં વગાડવાનાં રણશિંગડાં લીધાં. અને તેઓએ એવો લલકાર કર્યો કે ‘યહોવાની તથા ગિદિયોનની તરવારની જે!” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 બીજી બે ટુકડીઓએ પણ તે જ પ્રમાણે કર્યું. તેઓ સૌએ તેમના ડાબા હાથમાં દીવા અને જમણા હાથમાં રણશિંગડાં રાખીને પોકાર કર્યો, “પ્રભુને માટે અને ગિદિયોનને માટે તલવાર!” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 ત્રણે ટુકડીઓએ રણશિંગડાં વગાડીને ઘડા ફોડ્યા. તેઓએ ડાબા હાથથી દીવા પકડ્યા અને રણશિંગડાંને તેઓના જમણાં હાથોથી વગાડ્યાં. તેઓએ પોકાર કર્યો, “ઈશ્વરની તથા ગિદિયોનની તલવાર.” Faic an caibideilપવિત્ર બાઈબલ20 ગિદિયોનના લશ્કરની ત્રણ ટુકડીઓએ રણશિંગડાં ફૂક્યા અને બરણીઓ ફોડી નાખી, પછી તેમના ડાબા હાથમાં મશાલો પકડી અને જમણા હાથમાં રણશિંગડા પકડયા જેથી તેઓ તેને ફૂંકી શકે પછી તેઓએ પોકાર કર્યો, “યહોવાનો જય, ગિદિયોનનો જય!” Faic an caibideil |
એમ ગિદિયોન તથા તેની સાથેના સો માણસ વચલા પહોરના આરંભમાં છાવણીના સૌથી છેલ્લા ભાગ આગળ આવ્યા. તે વખતે માત્ર થોડી જ વાર ઉપર નવો પહેરો મૂકાયો હતો. અને તેઓએ રણશિંગડાં વગાડ્યાં, તથા ઘડા ફોડી નાખ્યા, ને ડાબે હાથે દીવા પકડ્યા, ને જમણા હાથમાં વગાડવાનાં રણશિંગડાં લીધાં. અને તેઓએ એવો લલકાર કર્યો કે ‘યહોવાઅની તથા ગિદિયોનની તરવારની જે!”