Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 7:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 યહોવાએ ગિદિયોનને કહ્યું, “તારી સાથેના લોકો એટલા બધા છે કે તેઓ વડે હું મિદ્યાનીઓને તેઓના હાથમાં સોંપવા ઇચ્છતો નથી, રખેને ઇઝરાયલ મારી આગળ ફુલાશ મારીને કહે કે, ‘મારા પોતાના જ હાથે મને ઉગાર્યો છે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 પ્રભુએ ગિદિયોનને કહ્યું, “મિદ્યાનીઓને તમારે સ્વાધીન કરી દેવા માટે તારી પાસેના માણસો વધારે પડતા છે. કદાચ, ઇઝરાયલીઓ મનમાં ફૂલાશ મારે કે તેમણે જાતે વિજય હાંસલ કર્યો છે અને એનો જરા પણ યશ મને ન આપે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 ઈશ્વરે ગિદિયોનને કહ્યું, “તારી સાથેના લોકો એટલા બધા છે કે તેમના દ્વારા હું મિદ્યાનીઓને તેઓના હાથમાં સોંપું નહિ, રખેને ઇઝરાયલ મારી આગળ ફુલાસ મારીને કહે કે, ‘મારા પોતાના હાથે મને ઉગાર્યો છે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 યહોવાએ ગિદિયોનને કહ્યું, “તારી પાસે લશ્કરમાં ઘણા બધાં સૈનિકો છે એટલી મોટી સંખ્યામાં કે હું તેમને મિદ્યાનીઓ સામે યુદ્ધમાં મોકલવા ચાહતો નથી, કારણ કે તેઓ કદાચ બડાશ માંરીને કહે કે, તેઓ પોતાના શોર્યથી જીત્યા છે. નહિ કે યહોવાની શક્તિથી.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 7:2
25 Iomraidhean Croise  

રાત્રે સ્વપ્નમાં ઈશ્વરે ઇઝરાયલ સાથે વાત કરીને કહ્યું, “યાકૂબ, યાકૂબ.” અને તેણે કહ્યું, જુઓ, હું આ રહ્યો.”


આસાએ પોતાના ઈશ્વર યહોવાને વિનંતી કરી, “હે યહોવા, બળવાનની વિરુદ્ધ નિર્બળને સહાય કરનાર, તમારા સવાય બીજો કોઈ નથી. હે યહોવા, અમારા ઈશ્વર, અમને સહાય કરો. અમે તમારા પર ભરોસો રાખીએ છીએ, તમારે નામે અમે આ મોટા સૈન્યની સામે આવ્યા છીએ. હે યહોવા, તમે અમારા ઈશ્વર છો; તમારી વિરુદ્ધ માણસ ફાવી જાય નહિ.”


કેમ કે તેણે કહ્યું છે, ‘ [આ બધું] મારા બાહુબળથી, ને મારી બુદ્ધિથી મેં કર્યું છે; કેમ કે હું ચતુર છું. મેં લોકોની સીમા ખસેડી છે, તેઓના ભંડારોને લૂંટયા છે, અને શૂરવીરની જેમ [તખ્તો પર] બેસનારાને નીચે પાડયા છે.


માણસની ગર્વિષ્ઠ દષ્ટિ નીચી કરવામાં આવશે, ને પુરુષોનું અભિમાન ઉતારવામાં આવશે, અને એકલા યહોવા તે દિવસે શ્રેષ્ઠ મનાશે.


[તે સમયે] માણસોનો ગર્વ ઉતારવામાં આવશે, અને પુરુષોનું અભિમાન જતું રહેશે. અને એકલા યહોવા તે દિવસે શ્રેષ્ઠ મનાશે.


યહોવા કહે છે, “જ્ઞાની પોતાના જ્ઞાન વિષે અભિમાન ન કરે, તેમ જ બળવાન પોતાના બળ વિષે અભિમાન ન કરે. વળી ધનવાન પોતાના ધન વિષે અભિમાન ન કરે.


તારા સૌદર્યને લીધે તારું મન ગર્વિષ્ઠ થયું, તારા વૈભવને લીધે તેં તારી બુદ્ધિ ભ્રષ્ટ કરી છે. મેં તને જમીનદોસ્ત કર્યો છે, રાજાઓ તને જુએ માટે મેં તેઓની આગળ તને ખડો કર્યો છે.


“હે મનુષ્યપુત્ર, તૂરના હાકેમને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, તારું મન ઉન્મત્ત થયું છે, ને તેં કહ્યું છે, ‘હું ઈશ્વર છું, હું ભરસમુદ્ર પર ઈશ્વરના આસનમાં બેઠેલો છું.’ જો કે તેં તારા મનને ઈશ્વરના મનને દરજ્જે બેસાડ્યું છે, તો પણ તું મનુષ્ય જ છે, ને ઈશ્વર નહિ.સ


[ત્યારે] તે બોલ્યો, “આ મહાન બાબિલ જે મેં રાજ્યગૃહ થવા માટે બાંધ્યું છે, તે શું મારા મોટા પરાક્રમથી તથા મારા માહાત્મ્યનો પ્રતાપ [વધારવા] માટે નથી?”


તે માટે તે પોતાની મોટી જાળમાં બલિદાન આપે છે, ને પોતાની મોટી જાળણી આગળ ધૂપ બાળે છે; કેમ કે તેમના વડે તેનો હિસ્સો મોટો હોય છે, તથા તેને પુષ્કળ ખોરાક મળે છે.


યહોવા યહૂદિયાના તંબુઓને પણ પ્રથમ ઉગારશે, જેથી દાઉદના વંશજોનો વૈભવ તથા યરુશાલેમના રહેવાસીઓનો વૈભવ યહૂદિયાના કરતાં વધી ન જાય.


ત્યારે દૂતે મને કહ્યું, “ઝરુબ્બાબેલને યહોવાનું વચન એ છે કે, ‘પરાક્રમથી નહિ, તેમ બળથી પણ નહિ, પણ મારા આત્માથી, ’ એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


ઇઝરાયલનાં સર્વ કુળોમાંના પ્રત્યેક કુળમાંથી એક હજારને યુદ્ધમાં મોકલો.”


તો એ ડાળીઓ કરતાં અધિક છું એવો તું ગર્વ ન કર પરંતુ જો તું ગર્વ કરે, તો જડને તારો આધાર નથી પણ તેને જડનો છે.


તો વડાઈ કરવાનું ક્યાં રહ્યું? એનું સ્થાન નથી. ક્યા નિયમથી? શું કરણીના? ના; પણ વિશ્વાસના નિયમથી.


પણ અમારી પાસે આ ખજાનો માટીનાં પાત્રોમાં રહેલો છે કે, જેથી પરાક્રમની અધિકતા ઈશ્વરથી છે અને અમારામાંથી નથી [એ જાણવામાં આવે].


કરણીઓથી નહિ, રખેને કોઈ અભિમાન કરે.


પણ હું શત્રુઓની ખીજવણીથી બીહું છું, કે રખેને તેઓના દુશ્મનો ખોટું સમજે, અને તેઓ કહે કે, ‘અમારો હાથ પ્રબળ થયો છે, અને યહોવાએ આ સર્વ કર્યું નથી.’


અને રખેને તું મનમાં એમ ધારે કે મારી પોતાની શક્તિથી ને મારા હાથના સામર્થ્યથી મેં આ સર્વ સંપતિ મેળવી છે.


પણ તું યહોવા તારા ઈશ્વરનું સ્મરણ રાખ, કેમ કે સંપતિ મેળવવા માટે તને શક્તિ આપનાર તે જ છે. એ માટે કે તેમના કરાર વિષે તેમણે તારા પિતૃઓની આગળ જે પ્રતિજ્ઞા લીધી તે તે સ્થાપિત કરે, જેમ આજે છે તેમ.


પણ તે તો વધારે ને વધારે કૃપા આપે છે. માટે [શાસ્‍ત્ર] કહે છે કે, ઈશ્વર ગર્વિષ્ડોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.


યોનાથાને પોતાના શસ્‍ત્રવાહક જુવાનને કહ્યું, “ચાલ, આપણે આ બેસુન્‍નત લોકની છાવણીમાં જઈએ. કદાચ યહોવા આપણને સહાય કરશે; કેમ કે થોડાની મારફતે કે ઘણાની મારફતે બચાવવાને યહોવાને કંઈ અડચણ નથી.”


Lean sinn:

Sanasan


Sanasan