Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 7:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 તેઓ જે કહેતા હોય તે સાંભળ. અને પછી છાવણી પર ઊતરી પડવાને તારા હાથ બળવાન થશે.” ત્યારે તે તેના દાસ પુરાહને લઈને છાવણીમાંના શસ્‍ત્રધારીઓની સૌથી છેવાડી ટુકડી નજીક આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 તેમની વાતો સાંભળીને તને હુમલો કરવાની હિંમત આવશે.” તેથી ગિદિયોન પોતાના નોકર પુરાને લઈને શત્રુની છાવણીના છેડે ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 તેઓ જે કહે તે સાંભળ અને પછી છાવણીમાં હુમલો કરવા માટે તું બળવાન થશે.” તેથી ગિદિયોન તેના દાસ પુરાહ સાથે સૈન્યની સૌથી છેવાડી શસ્ત્રધારીઓની ટુકડી નજીક આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 તેઓની વાત ધ્યાનથી સાંભળ, અને તને પુષ્કળ પ્રોત્સાહન મળશે.” તેથી તે પોતાના નોકર પુરાહને લઈને રાતના અંધારામાં દુશ્મનોની છાવણીમાં મિદ્યાનીઓની લશ્કરી ટૂકડી પાસે ત્યાં ગયો.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 7:11
15 Iomraidhean Croise  

ત્યારે એમ થવા દેજો કે જે કન્યાને હું કહું કે, ‘કૃપા કરીને તારી ગાગર ઉતાર કે હું પીઉં;’ અને તે એમ કહે, ‘પી, ને તારાં ઊંટોને પણ હું પાઈશ, ’ તે જ તમારા દાસ ઇસહાલને માટે તમારાથી ઠરાવાયેલી કન્યા હોય. અને તેથી હું જાણીશ કે તમે મારા ધણી પર દયા કરી છે.”


તથા સાત દિવસ સુધી બેખમીર રોટલીનું પર્વ આનંદથી પાળ્યું, કારણ કે યહોવાએ તેઓને આનંદિત કર્યા હતા, અને ઇઝરાયલના ઈશ્ચરના મંદિરના કામમાં તેઓના હાથ પ્રબળ કરવા માટે, ઈશ્વરે આશૂરના રાજાના મનમાં તેઓ પ્રત્યે દયાભાવ ઉત્પન્ન કર્યો હતો.


અમે છેક નાહિમ્મત થઈને તે કામ છોડી દઈએ કે, પછી તે થાય જ નહિ, એ હેતુથી તેઓ અમને બીવડાવતા હતા. “ [હે ઈશ્વર,] મારા હાથ તમે બળવાન કરો.”


પણ ઈશ્વરે લોકોને ફંટાવીને સૂફ સમુદ્ર પાસેના અરણ્યને માર્ગે ચલાવ્યા. અને ઇઝરાયલી લોકો શસ્‍ત્રસજ્‍જિત થઈને મિસર દેશમાંથી નીકળ્યા હતા.


તે પિતાની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરું છું કે, તે પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે પોતાના આત્મા વડે તમને આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્યથી બળવાન કરે.


છેવટે, [હું કહું છું] , પ્રભુમાં તથા તેમના સામર્થ્યના બળમાં શક્તિમાન થાઓ.


જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું બધું કરી શકું છું.


પણ જો તું જતાં બીતો હોય, તો તું તારા દાસ પુરાહને લઈને છાવણી પાસે ઊતરી જા.


અને લશ્કરના માણસોએ યોનાથાનને તથા તેના શસ્‍ત્રવાહકને ઉત્તર આપ્યો, “અમારી પાસે આવો, એટલે અમે તમને કંઈક બતાવીએ.” યોનાથાને પોતાના શસ્‍ત્રવાહકને કહ્યું, “મારી પાછળ ઉપર આવ; કેમ કે યહોવાએ તેઓને ઇઝરાયલના હાથમાં સોંપી દીધા છે.”


અને શાઉલનો દિકરો યોનાથાન ઊઠીને હોરેશમાં દાઉદ પાસે ગયો, ને ઈશ્વરમાં તેનો હાથ મજબૂત કર્યો.


ત્યારે દાઉદે અહીમેલેખ હિત્તીને અને યોઆબના ભાઈ તથા સરુયાના દીકરા અબીશાયને કહ્યું, “છાવણીમાં શાઉલની પાસે જવા મારી સાથે કોણ નીચે આવશે?” અબીશાયે કહ્યું, “હું તમારી સાથે નીચે આવીશ.


Lean sinn:

Sanasan


Sanasan