ન્યાયાધીશો 6:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
8 યહોવાએ ઇઝરાયલી લોકોની પાસે એક પ્રબોધક મોકલ્યો. તેણે તેઓને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવા એમ કહે છે કે, ‘હું તમને મિસરમાંથી કાઢી લાવ્યો, ને ગુલામીના ઘરમાંથી તમને બહાર લાવ્યો.
8 ત્યારે પ્રભુએ તેમની પાસે એક સંદેશવાહક મોકલ્યો; જે ઇઝરાયલના ઈશ્વર પ્રભુ પાસેથી તેમને માટે આવો સંદેશ લાવ્યો: “મેં તમને ઇજિપ્તમાંથી, ગુલામીના ઘરમાંથી કાઢી લાવીને બચાવ્યા.
8 ઈશ્વરે ઇઝરાયલી લોકો માટે પ્રબોધક મોકલ્યો. તેણે તેઓને કહ્યું, “પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે: ‘હું તમને મિસરમાંથી બહાર કાઢી લાવ્યો અને ગુલામીમાંથી મુક્ત કર્યા.
8 ત્યારે યહોવાએ એક પ્રબોધક દ્વારા સંદેશો મોકલ્યો, તેણે તેઓને કહ્યું, “ઈસ્રાએલના દેવ યહોવા જે કહે છે ‘તે આ છે; તમને મિસરમાંથી મેં બહાર કાઢયા હતાં અને તમને ગુલામીમાંથી મુક્ત કર્યા હતાં.
તેમ છતાં યહોવાએ દરેક પ્રબોધક તથા દરેક ર્દષ્ટા મારફતે ઇઝરાયલને તથા યહૂદિયાને સાક્ષી આપીને કહ્યું હતું, “તમે તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો, અને જે સર્વ નિયમશાસ્ત્ર મેં તમારા પિતૃઓને ફરમાવ્યું હતું, ને જે મેં મારા સેવક પ્રબોધકો મારફતે તમારી પાસે મોકલ્યું હતું, તે પ્રમાણે મારી આજ્ઞાઓ તથા મારા વિધિઓ તમે પાળો.”
અને જ્યારે ભવિષ્યકાળમાં તારો પુત્ર તને પૂછે કે, આનો શો અર્થ છે? ત્યારે તું તેને કહે કે, યહોવા પોતાના હાથના પરાક્રમ વડે મિસરમાંથી એટલે બંદીખાનામાંથી અમને કાઢી લાવ્યા.”
અને મૂસાએ લોકોને કહ્યું, “આ જે દિવસે તમે મિસરમાંથી એટલે ગુલામીના દેશમાંથી નીકળી આવ્યા, તેની યાદગીરી રાખો; કેમ કે યહોવા પોતાના હાથના પરાક્રમ વડે તમને ત્યાંથી કાઢી લાવ્યા; ખમીરવાળી રોટલી ખાવી નહિ;
અને તેણે ઇઝરાયલી લોકોને કહ્યું, “ઇઝરાયલનો ઈશ્વર યહોવા આમ કહે છે કે, હું મિસરમાંથી ઇઝરાયલને કાઢી લાવ્યો, ને મિસરીઓના હાથમાંથી તથા તમારા પર જુલમ કરનારાં સર્વ રાજ્યોના હાથમાંથી મેં તમને છોડાવ્યા.