Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 6:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 કેમ કે તેઓ પોતાનાં ઢોર તથા તંબુઓ લઈને ચઢી આવતા, તેઓ તીડની માફક સંખ્યાબંધ આવતા. તેઓ તથા તેઓનાં ઊંટો અગણિત હતાં; અને દેશને ઉજ્જડ કરવાને તેઓ તેમાં પેસતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 તેઓ પોતાનાં ઢોરઢાંક અને તંબુઓ સહિત તીડની જેમ ટોળાબંધ આવતા. તેમનાં ઊંટો અગણિત હતાં. તેઓ આવીને દેશને ખેદાનમેદાન કરી નાખતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેઓ પોતાનાં જાનવર તથા તંબુઓ લઈને તીડની માફક સંખ્યાબંધ પ્રમાણમાં ચઢી આવતા. તેઓ તથા તેઓનાં ઊંટો અસંખ્ય હતાં. દેશનો વિનાશ કરવાને તેઓ તેમાં પેસતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તેઓ તેમના ઢોર અને તેમના તંબુઓ સાથે ટોળાબંધ ચઢી આવતા, અને લોકો ઉપર મધમાંખીની જેમ ત્રાટકતા એમનાં ઊંટ ગણ્યા ગણાય એમ નહોંતા, અને તેઓ બધાં ભૂમિનો નાશ કરવા આવતા.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 6:5
13 Iomraidhean Croise  

હે યરુશાલેમની પુત્રીઓ, કેદારના તંબુઓની માફક હું શ્યામ [તથા] સુલેમાનના પડદાઓની માફક સુંદર છું.


તેમાં ફરી કદી વસતિ થશે નહિ, તેમાં તેઢી દરપેઢી કોઈ વસશે નહિ. અને ત્યાં અરબ [લોકો] પોતાના તંબુ તાણશે નહિ; અને ભરવાડો પોતાનાં ટોળાંને ત્યાં બેસાડશે નહિ.


ઊંટોનાં ઝુંડ, મિદ્યાન તથા એફાહમાંનાં ઊંટનાં બચ્ચાં તને ઢાંકી દેશે; શેબાથી સર્વ આવશે; તેઓ સોનું તથા લોબાન લાવશે, ને યહોવાનાં સ્તોત્ર જાહેર કરશે.


યહોવા કહે છે કે, તેના અરણ્યનો તાગ લાગતો નથી, તોપણ તેઓ તેને કાપી નાખશે; કેમ કે તેઓની સંખ્યા તીડો કરતાં વધારે છે, તેઓ અગણિત છે.


તેઓ તેઓના તંબુઓ તથા તેઓનાં ટોળાંને લઈ જશે. તેઓની કનાતોને, તથા તેઓના સર્વ સરસામાનને તથા તેઓનાં ઊંટોને તેઓ પોતાને માટે લઈ જશે. અને તેઓ તેઓને પોકારીને કહેશે, ‘ચારે તરફ ભય છે.’


તેઓનાં ઊંટો તમે લૂંટશો, તેઓનાં ઘણાં ઢોર લઈ જશો; અને જેઓની દાઢીના ખૂણા કોતરેલા છે તેઓને હું સર્વ દિશાએ વિખેરી નાખીશ; અને ચોતરફથી તેઓ પર વિપત્તિ લાવીશ, એવું યહોવા કહે છે.


સૈન્યોના [ઈશ્વર] યહોવાએ પોતાના જીવના સમ ખાધા છે કે, હું તને તીડોની જેમ માણસોથી ખચીત ભરી દઈશ; અને તેઓ તારી વિરુદ્ધ ગર્જના કરશે.”


જે દેશજાતિને તું ઓળખતો નથી તે તારી ભૂમિનું ફળ તથા તારી સર્વ મહેનતનું ફળ ખાઈ જશે. અને તું સર્વદા ફક્ત જુલમો વેઠ્યા કરશે તથા કચરી નંખાશે:


મિદ્યાનીઓ તથા અમાલેકીઓ તથા પૂર્વ દિશા સર્વ લોકો ખીણની અંદર તીડની માફક સંખ્યાબંધ પડેલા હતા. અને તેઓનાં ઊંટ સમુદ્રના કાંઠાની રેતીની જેમ અગણિત હતાં.


હવે ઝેબા તથા સાલ્મુન્‍ના કાર્કોરમાં હતા, અને તેઓનું સૈન્ય, એટલે પૂર્વ દિશાના લોકના આખા સૈન્યમાંથી બચી રહેલા આશરે પંદર હજાર માણસ, તેઓની સાથે હતા. કેમ કે એક લાખ ને વીસ હજાર તરવારિયા પડ્યા હતા.


ત્યારે ઝેબાએ તથા સાલ્મુન્‍નાએ [ગિદિયોનને] કહ્યું, “તું પોતે ઊઠીને અમને મારી નાખ; કેમ કે જેવું માણસ તેવું તેનું બળ.” પછી ગિદિયોને ઊઠીને ઝેબા તથા સાલ્મુન્‍નાને મારી નાખ્યા, ને તેઓના ઊંટોનાં ગળાં પરની કલગીઓ લઈ લીધી.


દાઉદે તેઓને પ્રાત:કાળથી તે બીજા દિવસની સાંજ સુધી માર્યા. અને જે ચારસો જુવાનો ઊંટો પર બેસીને નાસી ગયા તે સિવાય તેઓમાંનો એકે બચ્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan