ન્યાયાધીશો 6:39 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)39 અને ગિદિયોને ઈશ્વરને કહ્યું, “તમારો કોપ મારા પર સળગી ન ઊઠે, તો હું માત્ર આ એક વખતે બોલું:કૃપા કરીને આ એક જ વખત મને ઊનથી ખાતરી કરવા દો. હવે એકલું ઊન કોરું રહે, ને બાકીની બધી ભૂમિ પર ઝાકળ પડે.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.39 પછી ગિદિયોને ઈશ્વરને કહ્યું, “મહેરબાની કરી મારા પર ગુસ્સે થશો નહિ. એક વધુ વાર મને કહેવા દો. ઊન વડે બીજી એક વધુ ક્સોટી મને કરવા દો. આ વખતે ઊન કોરું રહે અને ભૂમિ ભીની થાય.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201939 પછી ફરીથી ગિદિયોને ઈશ્વરને કહ્યું, “તમારો કોપ મારા પર ન સળગાવો, હું માત્ર હજુ એકવાર બોલીશ, હવે કૃપા કરીને એક જ વખત મને ઊનથી ખાતરી કરવા દો, હવે એકલું ઊન કોરું રહે અને બાકીની ભૂમિ પર ફક્ત ઝાકળ પડે.” Faic an caibideilપવિત્ર બાઈબલ39 પછી ગિદિયોને દેવને કહ્યું, “માંરા પર કોપ ન કરશો, હજી એક વાર મને બોલવા દો. હજી એક વખત મને ઊન દ્વારા તમાંરી કસોટી કરવા દો. આ વખતે ઊન કોરું જ રહે અને માંત્ર ચારેબાજુ જમીન ઉપર જ ઝાકળ પડે એમ કરો.” Faic an caibideil |
હું આવ્યો, તો કોઈ માણસ નહોતું; મેં પોકાર્યું, તો કોઈ ઉત્તર આપનાર નહોતો, એનું કારણ શું? શું, મારો હાથ એટલો ટૂંકો થઈ ગયો છે કે, તે તમને છોડાવી શકે નહિ? અને તમને બચાવવાને મારામાં કોઈ શક્તિ નથી? જુઓ, મારી ધમકીથી હું સમુદ્રને સૂકવી નાખું છું, નદીઓને રણ કરી નાખું છું; પાણીની અછતને લીધે તેઓમાંનાં માછલાં ગંધાઈ ઊઠે છે, ને તરસે મરી જાય છે.