Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 6:34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 પણ યહોવાનો આત્મા ગિદિયોન પર આવ્યો. અને તેણે રણશિંગડું વગાડ્યું, ત્યારે અબીએઝેર [ના માણસો] તેની પાછળ આવવાને એક્‍ત્ર થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

34 પ્રભુના આત્માએ ગિદિયોનને પોતાના કબજામાં લીધો, એટલે તેણે રણશિંગડું ફૂંકીને અબીએઝેરના ગોત્રના માણસોને પોતાની પાછળ આવવા લલકાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 પણ ઈશ્વરનો આત્મા ગિદિયોન પર આવ્યો તેણે રણશિગડું વગાડ્યું. તેથી અબીએઝેરના માણસો તેની પાછળ જવાને એકત્ર થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 પછી યહોવાનો આત્માં ગિદિયોનમાં આવ્યો, યુદ્ધમાં જવાનું આહવાન આપવા તેણે રણશિંગડું ફૂંકયું, તેથી અબીએઝેરના પુરુષો તેની પાસે ભેગા થયા.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 6:34
20 Iomraidhean Croise  

ત્યારે ત્રીસમાંના મુખ્ય અમાસાય પર આત્મા આવ્યો. [તેણે કહ્યું કે,] “હે દાઉદ, અમે તમારા માણસો છીએ, હે યિશાઈના પુત્ર, અમે તમારી પડખે છીએ. તમને શાંતિ થાઓ, શાંતિ થાઓ, તમારા સહાયકોને શાંતિ થાઓ; કેમ કે તમારા ઈશ્વર તમને સહાય કરનાર છે.” ત્યારે દાઉદે તેઓનો અંગીકાર કર્યો, ને તેઓને ટોળીઓના સરદારો બનાવ્યા.


વળી જ્યારે પલિસ્તીઓની સાથે તે શાઉલની સામે યુદ્ધમાં આવ્યો ત્યારે મનાશ્શામાંના પણ કેટલાએક ફૂટીને દાઉદના પક્ષમાં આવ્યા, પણ તેઓએ પલિસ્તીઓને સહાય કરી નહિ, કેમ કે તેઓના સરદારોએ અંદર અંદર મસલત કર્યા પછી એમ કહીને તેને વિદાય કર્યો, “તે પોતાના ધણી શાઉલની તરફ ફરી જઈને અમારા શિર જોખમમાં નાખશે.”


યહોયાદા યાજકના પુત્ર ઝખાર્યા પર ઈશ્વરનો આત્મા આવ્યો. તેણે લોકની આગળ ઊભા રહીને તેઓને કહ્યું, “ઈશ્વર એમ કહે છે કે, તમે યહોવાની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને શા માટે પોતાને માથે આફત લાવો છો? તમે યહોવાને તજ્યા છે. માટે તેમણે તમને તજ્યા છે.”


તમારી સંમુખથી મને કાઢી મૂકતા નહિ; અને તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેતા નહિ.


અને તેઓ તે વગાડે, ત્યારે સમગ્ર પ્રજા તારી પાસે મુલાકાતમંડપના દ્વાર પાસે એકઠી થાય.


પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો, અને દેહને માટે, એટલે તેની દુષ્ટ વાસનાઓને અર્થે, ચિંતન ન કરો.


કેમ કે તમારામાંના જેટલા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેટલાએ ખ્રિસ્તને પહેરી લીધા.


અને મનાશ્શાના બાકીના પુત્રોને પણ તેઓનાં કુટંબો પ્રમાણે [ભાગ] મળ્યો; એટલે અબીએઝેરના પુત્રોને, અને હેલેકના પુત્રોને, ને આસ્ત્રીએલના પુત્રોને, ને શેખેમના પુત્રોને, ને હેફેરના પુત્રોનેમ ને શમીદાના પુત્રોને; યુસફના દીકરા મનાશ્શાના દીકરાઓ તેઓનાં કુટુંબો પ્રમાણે એ હતા.


અને સોરા તથા એશ્તાઓલની વચ્ચે માહનેહ-દાનમાં યહોવાનો આત્મા તેને પ્રેરણા કરવા લાગ્યો.


પછી યહોવાનો આત્મા તેના પર પરાક્રમસહિત આવ્યો, ને તેણે આશ્કલોનમાં જઈને તેઓમાંના ત્રીસ જણને માર્યા, ને તેઓનાં વસ્‍ત્ર લૂટી લઈને જે માણસોએ તે ઉખાણાનો અર્થ કહી બતાવ્યો હતો તેઓને તે આપ્યાં. અને તેને ક્રોધ ચઢ્યો, ને તે પોતાના પિતાના ઘેર ચાલ્યો ગયો.


જ્યારે તે લેહીમાં પહોંચ્યો ત્યારે પલિસ્તીઓએ તેને જોઈને [હર્ષનો] પોકાર કર્યો. અને યહોવાનો આત્મા તેના પર પરાક્રમસહિત આવ્યો, અને તેને હાથે જે દોરડાં બાંધેલાં હતાં તે અગ્નિમાં બળેલા શણના જેવાં થઈ ગયાં, ને તેના હાથ પરથી તેનાં બંધન ખરી પડ્યાં.


અને યહોવાનો આત્મા તેના પર આવ્યો, ને તેણે ઇઝરાયલનો ન્યાય કર્યો. અને તે લડાઈ કરવા લાગ્યો, ને યહોવાએ અરામના રાજા કૂશાન-રિશાથાઇમને તેના હાથમાં સોંપ્યો. અને તેને હાથે કૂશાન-રિશાથાઈમનો પરાજય થયો.


એમ થયું કે ત્યાં આવીને તેણે એફ્રાઈમના પહાડી પ્રદેશમાં રણશિંગડું વગાડ્યું. અને ઇઝરાયલી લોકો તેની સાથે પહાડી પ્રદેશમાંથી ઊતર્યા, ને તે તેઓની આગળ આગળ [ચાલતો હતો].


ત્યાર પછી યહોવાનો દૂત આવીને અબીએઝેરી યોઆશનું એલોન વૃક્ષ જે ઓફ્રામાં હતું તેની નીચે બેઠો. તેનો દીકરો ગિદિયોન મિદ્યાનીઓની નજરે ન પડે માટે દ્રાક્ષાકુંડની અંદર ઘુઉં ઝૂડતો હતો.


તેણે તેઓને કહ્યું, “તમે જે કર્યું છે તેના પ્રમાણમાં મેં તો શું કર્યું છે? એફ્રાઈમની દ્રાક્ષોનો સળો તે અબીએઝેરની દ્રાક્ષોના આખા ફાલ કરતાં શું સારો નથી?


એ વખતે યહોવાનો આત્મા પરાક્રમ સહિત તારા પર આવશે, ને તેઓની સાથે તું પણ પ્રબોધ કરશે, ને તું બદલાઈને જુદો જ માણસ થઈ જશે.


શાઉલે એ વચનો સાંભળ્યા, ત્યારે તેના પર ઈશ્વરનો આત્મા પરાક્રમ સહિત આવ્યો, ને તે ઘણો ક્રોધાયમાન થયો.


પછી યોનાથાને પલિસ્તીઓનું જે થાણું ગેબામાં હતું તેને માર્યું, ને પલિસ્તીઓએ તે વિષે સાંભળ્યું. પછી શાઉલે આખા દેશમાં રણશિંગડું વગડાવીને કહાવ્યું, “હિબ્રૂઓ, સાંભળો.”


હવે યહોવાનો આત્મા શાઉલ પાસેથી જતો રહ્યો હતો, ને યહોવા તરફથી એક દુષ્ટ આત્મા તેને હેરાન કરતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan