Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 6:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 ત્યારે ગિદિયોને પોતાના દશ માણસોને લઈને જેમ યહોવાએ તેને કહ્યું હતું તેમ કર્યું. અને એમ થયું કે તે પોતાના પિતાના ઘરનાંથી તથા નગરના લોકોથી બીતો હતો, એથી દિવસે તો એ કામ તે કરી શક્યો નહિ, પણ રાત્રે તેણે તે કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 તેથી ગિદિયોને પોતાના નોકરોમાંથી દસને લીધા અને પ્રભુએ તેને કહ્યું હતું તે પ્રમાણે કર્યું. પોતાના કુટુંબ અને નગરના લોકોથી તે ખૂબ ગભરાતો હોવાથી તેણે તે કામ દિવસે નહિ કરતાં રાત્રે કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 તેથી ગિદિયોને પોતાના દસ સેવકોને લઈને, ઈશ્વરે તેને જે કરવાનું કહ્યું હતું તે કર્યું. તે દિવસે પોતાના પિતાના ઘરનાંથી તથા નગરના પુરુષોથી ગભરાતો હતો, તેથી તેણે રાત્રે યજ્ઞવદી બનાવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 પછી ગિદિયોને દસ નોકરોને લઈને યહોવાના કહ્યાં પ્રમાંણે કર્યું. પણ તેને પોતાનાં કુટુંબીજનોની અને ગામ લોકોની બીક લાગતી હતી એથી તેણે આ કામ દિવસે ન કરતાં રાત્રે કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 6:27
10 Iomraidhean Croise  

જે માણસ કૃપા રાખીને ધીરે છે તેનું ભલું થાય છે; તે પોતાનાં કામકાજ ડહાપણથી ચલાવશે.


પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “જો કોઈ મારી પાછળ આવવા ‍ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવવું.


જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્ર છો.


તેમની માતા ચાકરોને કહે છે, “જે કંઈ તે તમને કહે તે કરો.”


તેણે રાત્રે [ઈસુની] પાસે આવીને તેમને કહ્યું, “રાબ્બી, અમે જાણીએ છીએ કે તમે ઈશ્વરની પાસેથી આવેલા ઉપદેશક છો; કેમ કે જો કોઈ માણસની સાથે ઈશ્વર ન હોય તો જે ચમત્કારો તમે કરો છો તે તે કરી નહિ શકે.”


કે, પોતાના દીકરાને તે મારામાં પ્રગટ કરે, જેથી હું તેમની સુવાર્તા વિદેશીઓમાં પ્રગટ કરું, ત્યારે તરત જ કોઈ પણ માણસની સલાહ પૂછયા વગર,


અને હવે, હે ઇઝરાયલ, જે વિધિઓ તથા કાનૂનો હું તમને શીખવું છું તે પર લક્ષ દઈને તેમનો અમલ કરો. એ માટે કે તમે જીવતા રહો, ને જે દેશ યહોવા તમારા પિતૃઓના ઈશ્વર તમને આપે છે તેમાં પ્રવેશ કરીને તેનું વતન પામો.


પણ જેમ ઈશ્વરે સુવાર્તાનો ઉપદેશ કરવાને અમને પસંદ કર્યાં, તેમ અમે માણસોને પ્રસન્‍ન કરનારાની જેમ નહિ, પણ અમારાં હ્રદયોના પારખનાર ઈશ્વરને પ્રસન્‍ન કરવાને બોલીએ છીએ.


અને આ ગઢના શિખર પર, રીત પ્રમાણે, યહોવા તારા ઈશ્વરને માટે ય વેદી બાંધ. અને જે અશેરા [મૂર્તિ] ને તું કાપી નાખશે તેના લાકડાથી, પેલો બીજો બળદ લઈને તેનું દહનીયાર્પણ કર.”


નગરનાં માણસ મળસકે ઊઠ્યાં તો જુઓ, બાલની ય વેદી તોડી પાડેલી હતી, ને તેની પાસેની અશેરા [મૂર્તિ] ને કાપી નાખેલી હતી, ને [નવી] બાંધેલી ય વેદી પર પેલા બીજા બળદનું બલિદાન અપેલું હતું.


Lean sinn:

Sanasan


Sanasan