Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 6:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 તે જ રાત્રે એમ થયું કે, યહોવાએ ગિદિયોનને કહ્યું, “તારા પિતાનો બળદ, ને સાત વર્ષનો બીજો એક બળદ લે, અને તારા પિતાની બાલની જે ય વેદી તે તોડી પાડ, ને તેની પાસેની અશેરા [મૂર્તિ] કાપી નાખ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 એ જ રાત્રે પ્રભુએ ગિદિયોનને કહ્યું, “તારા પિતાનો આખલો તેજ અન્ય સાત વર્ષની વયનો આખલો લે. બઆલ માટે બાંધેલી તારા પિતાની વેદી તોડી પાડ અને તેની બાજુમાં ઊભો કરેલો અશેરાદેવીનો સ્તંભ કાપી નાખ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 તે રાત્રે ઈશ્વરે તેને કહ્યું, “તારા પિતાનો બળદ તથા બીજો સાત વર્ષનો શ્રેષ્ઠ બળદ લે અને બઆલની જે યજ્ઞવેદી તારા પિતાની પોતાની છે તે તોડી પાડ, તેની પાસેની અશેરા મૂર્તિને કાપી નાખ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 તે રાત્રે યહોવાએ ગિદિયોનને કહ્યું, “તારા પિતાનો સાત વર્ષની ઉમરનો શ્રેષ્ઠ બળદ લે. તારા પિતાની જે બઆલ દેવની બેદી છે તે તોડી પાડ.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 6:25
14 Iomraidhean Croise  

અને યાકૂબે પોતાના ઘરનાંને તથા જે સર્વ તેની સાથે હતાં તેઓને કહ્યું, “તમારામાં જે અન્ય દેવો હોય તેઓને દૂર કરો, ને પોતાને શુદ્ધ કરો, ને પોતાનાં કપડાં બદલો;


અને એલિયાએ સર્વ લોકની નજીક આવીને કહ્યું, “તમે ક્યાં સુધી બે મતની વચ્ચે ઢચુપચુ રહેશો? જો યહોવા ઈશ્વર હોય; તો તેમને અનુસરો; પણ જો બાલ [દેવ હોય] , તો તેને અનુસરો.”અને લોકો ઉત્તરમાં એક પણ શબ્દ બોલ્યા નહિ.


જો તું સર્વશક્તિમાન પાસે પાછો આવશે, તો તું સ્થિર થશે; અને જો તું તારા તંબુઓમાંથી અન્યાય દૂર કરશે [તો તું સ્થિર થશે].


હું સીધા માર્ગનું ધ્યાન રાખીશ; તમે મારી પાસે ક્યારે આવશો? હું ખરા અંત:કરણથી મારા ઘરમાં વર્તીશ.


પણ તમારે તેઓની વેદીઓ તોડી પાડવી, ને તેમના સ્તંભોને ભાંગી નાખવા, ને તેમની અશેરા [મૂર્તિઓ] ને કાપી નાખવી.


મારા કરતાં જે પિતા અથવા મા પર વત્તો પ્રેમ કરે છે તે મારે યોગ્ય નથી. અને દીકરા કે દીકરી પર જે મારાં કરતાં વત્તો પ્રેમ કરે છે, તે મારે યોગ્ય નથી.


કોઈથી બે માલિકની ચાકરી કરાય નહિ, કેમ કે તે એક ૫ર દ્વેષ કરશે, ને બીજા પર પ્રેમ કરશે; અથવા તે એકના પક્ષનો થશે, ને બીજાનો તિરસ્કાર કરશે, ઈશ્વરની તથા દ્રવ્યની સેવા તમારાથી થઈ શકે નહિ.


પણ પિતર તથા યોહાને ઉત્તર આપ્યો, “ઈશ્વરના કરતાં તમારું સાંભળવું ઈશ્વરની નજરમાં યોગ્ય છે કે નહિ, એ તમે જ નક્કી કરો.


પણ પિતર તથા પ્રેરિતોએ ઉત્તર આપ્યો, “માણસોના કરતાં ઈશ્વરનું અમારે વધારે માનવું જોઈએ.


પણ તમારે તેઓ પ્રત્યે આ પ્રમાણે વર્તવું:તમારે તેમની વેદીઓ તોડી પાડવી, ને તેઓના સ્તંભોને પછાડીને ચૂરા કરવા, ને તેમની અશેરીમ [મૂર્તિઓ] ને કાપી નાખવી, ને તેમની કોતરેલી મૂર્તિઓને આગમાં બાળી નાખવી.


હવે ઇઝરાયલી લોકોએ યહોવાની દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, ને બાલીમની સેવા કરી.


અને ઇઝરયલી લોકોએ યહોવાની દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, ને પોતાન ઈશ્વર યહોવાને વીસરી જઈને બાલીમ તથા અશેરોથની ઉપાસના કરી.


અને આ ગઢના શિખર પર, રીત પ્રમાણે, યહોવા તારા ઈશ્વરને માટે ય વેદી બાંધ. અને જે અશેરા [મૂર્તિ] ને તું કાપી નાખશે તેના લાકડાથી, પેલો બીજો બળદ લઈને તેનું દહનીયાર્પણ કર.”


Lean sinn:

Sanasan


Sanasan