Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 6:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 ત્યારે ત્યાં ગિદિયોને યહોવાને માટે વેદી બાંધી, ને તેનું નામ યહોવા-શાલોમ પાડ્યું. તે આજ સુધી અબીએઝેરીઓના ઓફ્રામાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 ગિદિયોને ત્યાં પ્રભુને માટે એક વેદી બાંધી અને તેનું નામ ‘યાહવે-શાલોમ’ (પ્રભુ જ શાંતિ) પાડયું. આજે પણ તે અબીએઝેર ગોત્રના ઓફ્રા ગામે ઊભી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તેથી ગિદિયોને ઈશ્વરને સારુ ત્યાં એક વેદી બનાવી. તેનું નામ ઈશ્વર-શાલોમ પાડ્યું. તે આજ દિવસ સુધી અબીએઝેરીઓના ઓફ્રામાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 ત્યારબાદ ગિદિયોન ત્યાં ગયો અને ત્યાં યહોવાને માંટે એક વેદી બાંધી અને તેનું નામ “યહોવાની શાંતિ” પાડયું. આજના દિવસે પણ એ વેદી “યહોવાની શાંતિ” યહોવા શાલોમ: ઓફ્રાહ નગરમાં છે જ્યાં અબીએઝરીનું કુટુંબ વસે છે.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 6:24
20 Iomraidhean Croise  

અને યહોવાએ ઇબ્રામને દર્શન આપીને કહ્યું, “હું તારા વંશજોને આ દેશ આપીશ.” અને જે યહોવાએ તેને દર્શન આપ્યું હતું તેમને માટે તેણે ત્યાં વેદી બાંધી.


અને ત્યાંથી નીકળીને બેથેલની પૂર્વબાજુએ જે પર્વત છે ત્યાં તે ગયો. અને તેણે ત્યાં તંબુ માર્યો, ત્યાંથી પશ્વિમે બેથેલ તથા પૂર્વે આય હતું. અને ત્યાં તેણે યહોવાને માટે વેદી બાંધી, ને યહોવાને નામે પ્રાર્થના કરી.


અને તે જગાનું નામ ઇબ્રાહિમે યહોવા યિરેહ પાડયું; જેમ આજ સુધી કહેવાય છે તેમ કે, યહોવાના પહાડ પર પૂરું પાડવામાં આવશે.


અને ત્યાં તેણે વેદી બાંધી, ને તેનું નામ એલ-એલોહે-ઇઝરાયલ પાડયું.


પછી ત્યાં દહનીયાર્પણો તથા શાંત્યર્પણો કર્યાં. એમ દેશના હકમાં કરેલી પ્રાર્થાના યહોવાએ માન્ય કરી, ને ઇઝરાયલમાંથી મરકી બંધ થઈ.


તે પથ્થરની તેણે યહોવાને નામે વેદી બાંધી. અને બે માપ બી માય એવડી ખાઈ તેણે વેદીની આસપાસ ખોદાવી.


તે સમયે યોસાદાકનો પુત્ર યેશૂઆ, તેના યાજક ભાઈઓ, શાલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલ તથા તેના ભાઈઓએ ઊઠીને ઇઝરાયલના ઈશ્વરની વેદી બાંધી, જેથી ઈશ્વરભક્ત મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે તે પર તેઓ દહનીયાર્પણ ચઢાવે.


અને મૂસાએ એક વેદી બંધાવી, ને તેનું નામ યહોવા-નિસ્સી પાડયું.


તેની કારકીર્દીમાં યહૂદિયા તારણ પામશે, ને ઇઝરાયલ નિર્ભય રહેશે; અને યહોવા અમારું ન્યાયીપણું, એ નામથી તને બોલાવશે.”


તે સમયે યહૂદિયાનો ઉદ્ધાર થશે, ને યરુશાલેમ નિર્ભય રહેશે. અને તે ‘યહોવા અમારું ન્યાયીપણું’ એ નામથી ઓળખાશે.


તેની ચોતરફનું [માપ] અઢાર હજાર [દંડ] થાય; અને તે દિવસથી તે નગરનું નામ ‘યહોવા-શામ્મા, ’ એટલે ‘યહોવા ત્યાં છે’ એવું પડશે.”


ગિલ્યાદના દિકરા આ છે: ઇએઝેર [થી] ઇએઝેરીઓનું કુટુંબ. હેલેકથી હેલેકીઓનું કુટુંબ.


અને યર્દનની પાસેનો જે પ્રદેશ કનાન દેશમાં છે, ત્યાં રુબેનપુત્રો ને ગાદપુત્રો ને મનાશ્શાનું અર્ધકુળ આવી પહોંચ્યા, ત્યારે ત્યાં યર્દન પાસે તેઓએ [દૂરથી] દેખાય એવી મોટી વેદી બાંધી.


બીજે દિવસે એમ બન્યું કે, લોકોએ પરોઢિયે ઊઠીને ત્યાં એક વેદી બાંધી, ને


યહોવાએ તેને કહ્યું, “તને શાંતિ થાઓ; બી નહિ; તું મરશે નહિ.”


ગિદિયોને તેનું એક એફોદ બનાવીને પોતાના નગરમાં, એટલે ઓફ્રામાં તે મૂક્યું; અને ત્યાં સર્વ ઇઝરાયલ તેની પાછળ વંઠી ગયા. અને તે ગિદિયોનને તથા તેના કુટુંબને ફાંદારૂપ થઈ પડ્યું.


અને યોઆશનો દીકરો ગિદિયોન ઘણી વૃદ્ધ ઉંમરે મરણ પામ્યો, ને અબીએઝેરીઓના ઓફ્રામાં તેના પિતા યોઆશની કબરમાં તેને દાટવામાં આવ્યો.


પછી શાઉલે યહોવાને માટે વેદી બાંધી. યહોવાને માટે તેણે જે પહેલી વેદી બાંધી હતી તે એ જ હતી.”


અને રામામાં તે પાછો આવતો હતો, કેમ કે ત્યાં તેનું ઘર હતું. ત્યાં તે ઇઝરાયલનો ન્યાય કરતો હતો; અને ત્યાં તેણે યહોવાને માટે એક વેદી બાંધી.


Lean sinn:

Sanasan


Sanasan