ન્યાયાધીશો 6:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 ગિદિયોને ઘરમાં જઈને એક હલવાન તથા એક એફાહ લોટની બેખમીર રોટલી તૈયાર કર્યાં. અને ટોપલીમાં માંસ લઈને, તથા એક પ્યાલામાં સેરવો લઈને, સીમમાં એલોન વૃક્ષની નીચે તેમની પાસે લાવીને તેણે તે અર્પણ કર્યું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 તેણે કહ્યું, “તું પાછો આવે ત્યાં સુધી હું રોકાઈશ.” તેથી ગિદિયોન પોતાના ઘરમાં ગયો અને એક લવારું રાંયું અને દસ કિલો લોટમાંથી ખમીરરહિત રોટલી બનાવી. તેણે માંસ એક ટોપલીમાં મૂકાયું અને એક વાસણમાં રસો લીધો. પછી મસ્તગીવૃક્ષ નીચે જઈને તેણે તે બધું પ્રભુના દૂતને અર્પ્યું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 ગિદિયોને ઘરમાં જઈને લવારું તથા એફાહ લોટમાંની બેખમીરી રોટલી તૈયાર કરી. તેણે ટોપલીમાં માંસ ભર્યું તથા એક ઘડામાં માંસનો રસો લઈને, એલોન વૃક્ષની નીચે લાવ્યો અને અર્પણ કર્યા. Faic an caibideilપવિત્ર બાઈબલ19 આથી ગિદિયોને જલ્દી ઘેર જઈને એક લવારું લઈને રાંધ્યું તથા એક એફ્રાહ લોટની બેખમીર રોટલી બનાવી. તેણે માંસ એક ટોપલીમાં મૂક્યું. રસો તપેલીમાં લીધો અને તે બધું તે ઓકના ઝાડ નીચે લાવ્યો અને તેણે યહોવાને ધરાવ્યું. Faic an caibideil |