Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 6:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ત્યાર પછી યહોવાનો દૂત આવીને અબીએઝેરી યોઆશનું એલોન વૃક્ષ જે ઓફ્રામાં હતું તેની નીચે બેઠો. તેનો દીકરો ગિદિયોન મિદ્યાનીઓની નજરે ન પડે માટે દ્રાક્ષાકુંડની અંદર ઘુઉં ઝૂડતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 પછી પ્રભુનો દૂત ઓફ્રા ગામે આવ્યો અને અબીએઝેરના ગોત્રમાં યોઆશના મસ્તગીવૃક્ષ નીચે બેઠો. યોઆશનો પુત્ર ગિદિયોન મિદ્યાનીઓની નજરે ન પડે તે રીતે દ્રાક્ષાકુંડમાં ઘઉં ઝૂડતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પછી ઈશ્વરનો દૂત આવીને ઓફ્રામાં અબીએઝેરી યોઆશનું જે એલોન વૃક્ષ હતું તેની નીચે બેઠો, ત્યાં યોઆશનો દીકરો, ગિદિયોન, મિદ્યાનીઓથી સંતાઈને દ્રાક્ષચક્કીની અંદર ઘઉં ઝૂડતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 એક દિવસ યહોવાનો દૂત અબીએઝેરી કુટુંબના યોઆશની માંલિકોના ઓફ્રાહ ગામે ગયો હતો અને ઓકના ઝાડ નીચે બેઠો. યોઆશનો પુત્ર ગિદિયોન મિદ્યાનીઓની નજર ન પડે માંટે દ્રાક્ષના કોલુમાં ઘઉં ઝૂડતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 6:11
17 Iomraidhean Croise  

અને અરણ્યમાં શૂરને માર્ગે પાણીનો જે ઝરો [હતો] તે ઝરા પાસે યહોવાએ દૂતે તેને જોઈ.


જે દૂતે સર્વ ભૂંડાઈથી મને બચાવ્યો છે, તે આ છોકરાઓને આશીર્વાદ આપો; અને તેઓ પર મારું નામ તથા મારા પિતૃઓ ઇબ્રાહિમનું તથા ઇસહાકનું નામ મૂકો; અને તેઓ પૃથ્વીમાં વધીને સમુદાય થાઓ.”


પછી એલિયા ત્યાથી વિદાય થયો, ને શાફાટનો દીકરો એલિશા તેને [ખેતર] ખેડતો મળ્યો. એની આગળ બાર જોડ [બળદ] હતા. ને પોતે બાર જોડની સાથે હતો. એલિયાએ તેની પાસે જઈને પોતાનો ઝભ્ભો તેના પર નાખ્યો.


તેમનાં સર્વ દુ:ખોમાં તે દુ:ખી થયા, ને તેમની હજૂરના દૂતે તેઓનો ઉદ્ધાર કર્યો; તેમણે જ પોતાના પ્રેમથી તથા પોતાની દયાથી તેમનો ઉદ્ધાર કર્યો. પુરાતન કાળના સર્વ દિવસોમાં તેમણે તેઓને ઊંચકીને ફેરવ્યા.


ગિલ્યાદના દિકરા આ છે: ઇએઝેર [થી] ઇએઝેરીઓનું કુટુંબ. હેલેકથી હેલેકીઓનું કુટુંબ.


એથી વિશેષ હું શું કહું? કેમ કે ગિદિયોન, બારાક, શામસૂન, યિફતા, દાઉદ, શમુએલ તથા પ્રબોધકો વિષે વિસ્તારથી કહેવાને મને પૂરતો વખત નથી:


અને મનાશ્શાના બાકીના પુત્રોને પણ તેઓનાં કુટંબો પ્રમાણે [ભાગ] મળ્યો; એટલે અબીએઝેરના પુત્રોને, અને હેલેકના પુત્રોને, ને આસ્ત્રીએલના પુત્રોને, ને શેખેમના પુત્રોને, ને હેફેરના પુત્રોનેમ ને શમીદાના પુત્રોને; યુસફના દીકરા મનાશ્શાના દીકરાઓ તેઓનાં કુટુંબો પ્રમાણે એ હતા.


તથા આવ્વીમ તથા પારા તથા ઓફા;


યહોવાના દૂતે તે સ્‍ત્રીને દર્શન આપીને કહ્યું, “હવે જો, તું નિ:સંતાન છે તને સંતાન થતાં નથી; પણ હવે તને ગર્ભ રહેશે, ને પુત્રનો પ્રસવ થશે.


પછી તે સ્‍ત્રીએ આવીને પોતાના પતિને કહ્યું, “ઈશ્વરનો એક માણસ મારી પાસે આવ્યો હતો, ને તેનું મુખ ઈશ્વરના દૂતના મુખ જેવું, ઘણું ભયંકર હતું. અને તે ક્યાંથી આવ્યો એ મેં તેને પૂછ્યું નહિ, ને તેણે પણ પોતાનું નામ મને કહ્યું નહિ;


યહોવાના દૂતે કહ્યું, ‘મેરોઝને શાપ દો, તેની વસતિને સખત શાપ દો; કેમ કે યહોવાની મદદે [એટલે] બળવાનની સામે યહોવાની મદદે તેઓ આવ્યા નહિ.’


અને યહોવાના દૂતે તેને દર્શન આપીને કહ્યું, “પરાક્રમી શૂરવીર, યહોવા તારી સાથે છે.”


તેણે તેઓને કહ્યું, “તમે જે કર્યું છે તેના પ્રમાણમાં મેં તો શું કર્યું છે? એફ્રાઈમની દ્રાક્ષોનો સળો તે અબીએઝેરની દ્રાક્ષોના આખા ફાલ કરતાં શું સારો નથી?


પછી તે ઓફ્રામાં પોતાના પિતાને ઘેર ગયો, ને યરુબાલના દીકરાઓને, એટલે પોતાના સિત્તેર ભાઈઓને, એક શિલા પર મારી નાખ્યા. પણ યરુબાલનો સૌથી નાનો દીકરો યોથામ બચી ગયો, કેમ કે તે સંતાઈ ગયો હતો.


Lean sinn:

Sanasan


Sanasan