Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 5:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 હે રાજાઓ, તમે સાંભળો; હે સરદારો, કાન ધરો; હુ, [હા,] હું યહોવાની આગળ ગાયન કરીશ; ઇઝરયલના ઈશ્વર યહોવાની હું સ્તુતિ ગાઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 હે રાજાઓ સાંભળો! હે શાસકો, લક્ષ આપો! હું પ્રભુ સમક્ષ ગીત ગાઈશ, હું ઇઝરાયલના ઈશ્વર પ્રભુ માટે સંગીતના સૂર વગાડીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ‘રાજાઓ, તમે સાંભળો! ઓ આગેવાનો, ધ્યાન આપો! હું ઈશ્વર માટે ગાઈશ; હું ઇઝરાયલના પ્રભુ ઈશ્વરની સ્તુતિ ગાઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 “ઓ રાજાઓ, સાંભળો, હું યહોવાના ગીતો ગાઉં છું, હું ઈસ્રાએલના દેવ યહોવાની સ્તુતિ ગાઉ છું.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 5:3
18 Iomraidhean Croise  

અને જુઓ, સર્વ જીવ જેમાં જીવનનો શ્વાસ છે, તેઓનો સંહાર આકાશ તળેથી કરવા માટે હું પૃથ્વી પર જળપ્રલય લાવીશ; અને પૃથ્વીમાં જે સર્વ છે તે મરશે.


“જુઓ, તમારી સાથે, તથા તમારી પાછળ થનાર તમારાં સંતાનની સાથે હું મારો કરાર સ્થાપન કરું છું.


પછી એલિયાએ લોકને કહ્યું, “હું, હા, હું એકલો જ, યહોવાનો પ્રબોધક બાકી રહ્યો છું. પણ બાલના પ્રબોધકો તો ચારસો પચાસ છે.


તેણે કહ્યું, “સૈન્યોના ઈશ્વર યહોવાને માટે મને ઘણી જ આસ્થા ચઢી છે. કેમ કે ઇઝરાયલી લોકોએ તમારા કરારનો ત્યાગ કર્યો છે, તમારી વેદીઓને પાડી નાખી છે, ને તમારા પ્રબોધકોને તરવારથી મારી નાખ્યા છે. અને હું, હા, હું એકલો જ બચી રહ્યો છું. અને તેઓ મારો પણ જીવ લેવા શોધે છે.”


તેણે કહ્યું, “સૈન્યોના ઈશ્વર યહોવાને માટે મને ઘણી જ આસ્થા ચઢી છે, કેમ કે ઇઝરાયલી લોકોએ તમારા કરારનો ત્યાગ કર્યો છે. તમારી વેદીઓને પાડી નાખી છે. ને તમારા પ્રબોધકોને તરવારથી મારી નાખ્યા છે. અને હું, હા, હું એકલો જ બચી રહ્યો છું, અને તેઓ મારો પણ જીવ લેવા શોધે છે.”


હું આર્તાહશાસ્તા રાજા નદી પારના સર્વ ખજાનચીઓને આથી હુકમ કરું છું કે, એઝરા યાજક, જે આકાશના ઈશ્વરના નિયમશાસ્ત્રનો શાસ્ત્રી છે, તે તમને જે કંઈ કરવાનું કહે તે બનતી તાકીદે તમારે કરવું.


વળી રાજાઓની આગળ હું તમારાં સાક્ષ્યો કહી સંભળાવીશ, અને [તેમાં] શરમાઈશ નહિ.


મારી જિંદગી પર્યંત હું યહોવાની સ્તુતિ કરીશ; મારી હયાતીના અંત સુધી હું મારા ઈશ્વરનાં સ્તોત્ર ગાઈશ.


હવે મારી આસપાસના‍ શત્રુઓ ઉપર મારું માથું ઊંચું કરવામાં આવશે. અને હું તેમના મંડપમાં હર્ષનાદનાં અપર્ણ ચઢાવીશ; હું ગાઈશ, હા, હું યહોવાનાં સ્તોત્ર ગાઈશ.


તો દરરોજ મારી પ્રતિજ્ઞાઓ પૂરી કરવાને માટે હું સદા તમારા નામનું સ્તવન કરીશ.


અને જુઓ, મેં દાનના કુળના અહીસામાખન દીકરા આહોલીઆબને તેની સાથે ઠરાવ્યો છે. અને જે બુદ્ધિમાન છે તે સર્વનાં હ્રદયોમાં મેં બુદ્ધિ મૂકી છે, એ માટે કે મેં તને જે આજ્ઞા આપી છે તે સર્વ તેઓ બનાવે;


તો હું કોપાયમાન થઈને તમારી વિરુદ્ધ ચાલીશ, અને હું તમારાં પાપને લીધે તમને સાતગણી શિક્ષા કરીશ.


“હે આકાશો, કાન ધરો ને હું બોલીશ; અને પૃથ્વી મારા મુખના શબ્દો સાંભળે:


કેમ કે હું યહોવાનું નામ પ્રગટ કરીશ. આપણા ઈશ્વરના મહાત્મ્યને લીધે તેમને સ્તુત્ય માનો.


ઇઝરાયલમાં ગામો ઉજ્જડ થયાં, તે નિર્જન થયાં, જ્યાં સુધી કે હું દબોરા ઊઠી, હું ઇઝરાયલમાં મા જેવી ઊભી થઈ, ત્યાં સુધી.


Lean sinn:

Sanasan


Sanasan