Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 4:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને દબોરાએ બારાકને કહ્યું, “ઊઠ, કેમ કે આજે યહોવાએ સીસરાને તારા હાથમઆં સોંપી દીધો છે. યહોવા તારી આગળ ગયા નથી શું?” તેથી બારાક તાબોર પર્વત પરથી ઊતર્યો, ને તેની સરદારી નીચે દશ હજાર માણસ [ઊતર્યા].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 પછી દબોરાએ બારાકને કહ્યું, “જા, પ્રભુ તારા અગ્રેસર બન્યા છે. આજે તે સીસરાને તારે સ્વાધીન કરી દેશે.” તેથી બારાક અને તેની સરદારી હેઠળ દસ હજાર માણસો તાબોર પર્વત પરથી નીચે ઊતર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 દબોરાએ બારાકને કહ્યું, “જા! કેમ કે આજે ઈશ્વરે સીસરાને તારા હાથમાં સોંપી દીધો છે. શું ઈશ્વર તમારા અગ્રેસર નથી?” તેથી બારાક તાબોર પર્વત પરથી નીચે ઊતર્યો, તેની સાથેના દસ હજાર પુરુષો તેની પાછળ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 ત્યારે બારાકને દબોરાહએ કહ્યું, “જલદી ઉભો થા! યહોવાએ આજે સીસરાને તારા હાથમાં સોંપી દીધો છે. અત્યારે પણ યહોવા તારા માંટે લડે છે.” આથી બારાક 10,000નું સૈન્ય લઈને દુશ્મનો પર હુમલો કરવા તાબોર પર્વતના ઢોળાવો પરથી નીચે ધસી આવ્યો.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 4:14
13 Iomraidhean Croise  

અને લોત નીકળ્યો, ને તેની દીકરીઓને પરણનારા તેના જમાઈઓને બોલાવીને તેણે કહ્યું, “ઊઠો, આ જગામાંથી નીકળી જાઓ, કેમ કે યહોવા આ નગરનો નાશ કરવાના છે.” પણ તે ઠઠ્ઠા કરતો હોય એમ તેના જમાઈઓને લાગ્યું.


તેઓ શહેરમાંથી નીકળીને બહુ આઘે ગયા નહોતા એટલામાં યૂસફે તેના કારભારીને કહ્યું, “ઊઠ, ને તે માણસોની પાછળ દોડ; અને તેઓને તું પકડી પાડે ત્યારે કહે કે તમે ભલાને બદલે ભૂડું કેમ વાળ્યું?


અને શેતૂર વૃક્ષોની ટોચોમાં કૂચ કરવાનો ખડખડાટ તું સાંભળે ત્યારે એમ થાય કે તારે હિલચાલ કરવી, કેમ કે ત્યારે યહોવા પલિસ્તીઓના સૈન્યને મારવાને મારી આગળ ગયા છે [એમ સમજવું] ”


કેમ કે તમારે ઉતાવળથી નીકળવાનું નથી, ને નાસીને જવાનું નથી; કેમ કે યહોવા તમારી આગળ ચાલશે, ને ઇઝરાયલના ઈશ્વર તમારા પીઠરક્ષક થશે.


છીડું પાડનાર તેઓની આગળ નીકળી ગયો છે. તેઓ ધસારાબંધ દરવાજા સુધી ચાલી જઈને તેમાં થઈને બહાર નીકળ્યા છે. તેઓનો રાજા તેઓની આગળ ચાલ્યો ગયો છે, ને યહોવા તેમનો આગેવાન છે.


માટે આજે જાણ કે ખાઈ નાખનાર અગ્નિની જેમ તારી આગળ પેલી બાજુ જનાર તે યહોવા તારા ઈશ્વર છે. તે તેઓનો નાશ કરશે, ને તે તેઓને તારી આગળ નીચા પાડશે, અને તેથી જેમ યહોવાએ તને કહ્યું છે તેમ તું મને હાંકી કાઢશે, ને જલદી તેઓનો નાશ કરશે.


અને યહોવાએ યહોશુઆને કહ્યું, “તેઓથી બીશ નહિ; કેમ કે મેં તેઓને તારા હાથમાં સોંપ્યા છે. તેઓમાંનો એકે તારી સામે ટકી શકનાર નથી.”


ઊઠ, લોકોને શુદ્ધ કર, ને કહે, ‘કાલને માટે તમે પોતાને શુદ્ધ કરો; કારણ કે ઇઝરાયલનો ઈશ્વર યહોવા એમ કહે છે કે, હે ઇઝરાયલ, તારી મધ્યે એક શાપિત વસ્તુ છે. તમે તમારામાંથી શાપિત વસ્તુ કાઢી નહિ નાખો, ત્યાં સુધી તું તારા શત્રુ આગળ ટકી શકનાર નથી.


તેણે તેને કહ્યું, “ઊઠ, આપણે જતા રહીએ.” પણ કંઈ ઉત્તર મળ્યો નહિ. પછી તે ઊઠીને પોતાના મુકામે જઈ પહોંચ્યો.


અને બારાકે ઝબુલોનને તથા નફતાલીને કેદેશમાં બોલાવ્યા. તેની સરદારી નીચે દશ હજાર માણસો તેની સાથે ગયા, ને દબોરા પણ તેની સાથે ગઈ.


તે જ રાત્રે એમ બન્યું કે યહોવાએ તેને કહ્યું, “ઊઠ, છાવણી પર ઊતરી પડ; કેમ કે મેં તે તારા હાથમાં સોંપી દીધી છે.


તેઓ પરોઢિયે ઊઠ્યા; અને સુમારે સૂર્યાદયને સમયે એમ થયું કે શમુએલે શાઉલને ઘરના ધાબા ઉપર હાંક મારી કે, ઊઠ, હવે હું તને વિદાય કરું. શાઉલ ઊઠ્યો, ને તે તથા શમુએલ બન્‍ને બહાર ચાલી નીકળ્યા.


Lean sinn:

Sanasan


Sanasan