Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 3:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તે માટે યહોવાનો કોપ ઇઝરાયલ પર સળગી ઊઠ્યો, ને તેમણે અરામ-નાહરાઈમના રાજા કૂશાન-રિશાથાઈમના હાથમાં તેઓની વેચી દીધા. અને આઠ વર્ષ સુધી ઇઝરાયલી લોકો કૂશાન-રિશાથાઈમને તાબે રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 તેથી ઇઝરાયલ પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો અને તેમણે તેમને મેસોપોટેમિયાના રાજા કૂશાન-રિશઆથાઈમને સ્વાધીન કરી દીધા, અને તેઓ આઠ વર્ષ સુધી તેના તાબામાં રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તે માટે ઈશ્વરનો કોપ ઇઝરાયલ પર સળગી ઊઠ્યો અને તેમણે અરામ-નાહરાઈમના રાજા કૂશાન-રિશાથાઈમના હાથમાં તેઓને વેચી દીધા. આઠ વર્ષ સુધી ઇઝરાયલના લોકો કૂશાન-રિશાથાઈમને તાબે રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 આથી ઈસ્રાએલીઓ ઉપર યહોવાનો કોપ ભભૂકી ઊઠયો અને તેણે તેમને અરામ-નાહરાઈમના રાજા કૂશાન રિશઆથાઈમના દ્વારા હરાવ્યા, અને આઠ વર્ષ સુધી તેઓએ તેની ગુલામી કરી.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 3:8
20 Iomraidhean Croise  

અને તે ચાકર તેના ધણીનાં ઊંટોમાંથી દશ ઊંટ લઈને ચાલી નીકળ્યો. કેમ કે તેના ધણીની સર્વ સંપત્તિ તેના હાથમાં હતી. અને તે ઊઠયો, ને અરામ-નાહરા-ઇમના નાહોરના શહેરમાં ગયો.


તેમણે તેઓને વિદેશીઓના હાથમાં સોંપ્યાં; તેમના વૈરીઓએ તેમના ઉપર રાજ કર્યું,


તેઓએ મારા નાનપણથી મને બહુ દુ:ખ દીધું છે, એમ ઇઝરાયલ હમણાં કહો.


તમે તમારા લોકને મફત વેચી દો છો, અને તેમની કિંમતથી તમને કંઈ લાભ થતો નથી.


હે યહોવા, તમારા કોપમાં મને ન ધમકાવો, અને તમારા રોષમાં મને શિક્ષા ન કરો.


તમે તમારો સર્વ રોષ દૂર કર્યો છે; તમે તમારા ક્રોધાવેશથી પાછા ફર્યા છો.


અને મારો ક્રોધ તપી ઊઠશે, ને હું તમને તરવારથી મારી નાખીશ. અને તમારી પત્નીઓ વિધવાઓ તથા તમારાં છોકરાં અનાથ થશે.


યહોવા એવું પૂછે છે, “જે ફારગતીથી મેં તમારી માને તજી દીધી તે ક્યાં છે? અથવા મારા લેણદારોમાંના કોને ત્યાં મેં તમને વેચી દીધા છે? જુઓ, તમારા અન્યાયને લીધે તમે વેચાયા હતા, ને તમારા અપરાધોને લીધે તમારી માને તજી દીધી હતી.


અને હું તમારી વિરુદ્ધ મારું મુખ રાખીશ, ને તમે તમારા શત્રુઓની આગળ માર્યા જશો. જેઓ તમારો દ્વેષ કરે છે તેઓ તમારા ઉપર રાજ કરશે, અને તમારી પછવાડે કોઈ લાગેલો નહિ હોવા છતાં તમે નાસશો.


મેં કૂશાનના તંબુઓને વિપત્તિમાં [પડેલા] જોયા. મિદ્યાન દેશના પડદા ધ્રૂજયા.


કેમ કે આપણે જાણીએ છીએ કે નિયમ આધ્યાત્મિક છે; પણ હું દૈહિક છું, અને પાપને વેચાયેલો છું.


યહોવા તેને માફ નહિ કરે, પણ યહોવાનો કોપ તથા તેમનો જુસ્‍સો તે માણસ પર તપી ઊઠશે, અને આ પુસ્તકમાં જે સર્વ શાપ લખેલા છે તે તેના પર આવી પડશે, ને યહોવા તેનું નામ આકાશ નીચેથી ભૂંસી નાખશે.


જો તેઓના ખડકે તેઓને વેચ્યા ન હોત, અને યહોવાએ તેમને સોંપી દીધા ન હોત, તો હજારની પાછળ એક કેમ ઘાત, અને દેશ હજારને બે [કેમ] નસાડી મૂકત?


ત્યારે યહોવાનો કોપ ઇઝરાયલ પર સળગી ઊઠ્યો, ને તેમણે તેઓને પાયમાલ કરનારાઓના હાથમાં સોંપ્યા કે, જેઓએ તેમને પાયમાલ કર્યા, અને યહોવાએ તેઓને તેઓની ચારે તરફના શત્રુઓના હાથમાં વેચી દીધા કે, જેથી તેઓ ત્યાર પછી તેઓના શત્રુઓની સામે વધારે વાર ટકી શક્યા નહિ.


તેથી ઇઝરાયલ પર યહોવાનો રોષ ચઢ્યો. અને તેમણે કહ્યું, “મેં જે કરાર આ પ્રજાના પિતૃઓની સાથે કર્યો હતો તેનું તેઓએ ઉલ્લંઘન કર્યું છે, ને મારી વાણી પર લક્ષ આપ્યું નથી.


અને યહોવાનો આત્મા તેના પર આવ્યો, ને તેણે ઇઝરાયલનો ન્યાય કર્યો. અને તે લડાઈ કરવા લાગ્યો, ને યહોવાએ અરામના રાજા કૂશાન-રિશાથાઇમને તેના હાથમાં સોંપ્યો. અને તેને હાથે કૂશાન-રિશાથાઈમનો પરાજય થયો.


અને ઇઝરયલી લોકોએ યહોવાની દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, ને પોતાન ઈશ્વર યહોવાને વીસરી જઈને બાલીમ તથા અશેરોથની ઉપાસના કરી.


અને ઇઝરાયલી લોકોએ યહોવાને પોકાર કર્યો, ત્યારે યહોવાએ ઇઝરાયલી લોકોના બચાવનાર તરીકે કાલેબના નાના ભાઈ કનાઝના દીકરા ઓથ્નીએલને ઊભો કર્યો. તેણે તેઓને બચાવ્યા.


અને તેણે કહ્યું, “હું તારી સાથે નિશ્ચે આવીશ. પણ તું જે કૂચ કરવાનો છે તેમાં તને જશ મળશે નહિ. કેમ કે યહોવા એક સ્‍ત્રીના હાથમાં સીસરાને વેચી દેશે.” પછી દબોરા ઊઠીને બારાકની સાથે કેદેશ ગઈ.


પણ તેઓ પોતાના ઈશ્વર યહોવાને વીસરી ગયા, ત્યારે તેમણે હાસ્‍ત્રોરના સૈન્યના સેનાપતિ સીસરાના હાથમાં, પલિસ્તીઓના હાથમાં ને મોઆબના રાજાના હાથમાં તેઓને વેચી દીધા, અને તેઓ તેમની સાથે લડ્યા.


Lean sinn:

Sanasan


Sanasan