Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 3:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને તેણે તેઓને કહ્યું, “મારી પાછળ આવો, કેમ કે યહોવાએ તમારા વૈરી મોઆબીઓને તમારા હાથમાં સોંપી દીધાં છે.” તેઓએ તેની સાથે જઈને મોઆબ દેશ તરફના યર્દનના આરા કબજે કર્યા ને કોઈને પાર ઊતરવા દીધો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 તેણે તેમને કહ્યું, “મારી પાછળ આવો! પ્રભુએ તમને તમારા શત્રુ મોઆબીઓ પર વિજય પમાડયો છે. તેથી તેઓ એહૂદની પાછળ પાછળ ગયા, અને મોઆબીઓ નદી ઓળંગીને આવે એવા યર્દનના બધા આરા કબજે કરી લીધા અને કોઈને નદી પાર ઊતરવા દીધો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તેણે તેઓને કહ્યું, “મારી પાછળ આવો, કેમ કે ઈશ્વરે તમારા દુશ્મન મોઆબીઓને તમારા હાથમાં સોંપ્યાં છે.” તેઓ તેની પાછળ ગયા અને તેઓએ મોઆબ દેશ તરફના યર્દનના કિનારા પાસેના પ્રદેશો કબજે કર્યા, તેઓએ કોઈને પણ નદી પાર કરવા દીધી નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 તેણે તેઓને કહ્યું, “માંરી પાછળ આવો! કારણ, યહોવાએ તમાંરા દુશ્મન મોઆબીઓને તમાંરા હાથમાં સોંપી દીધા છે.” આથી તેઓ તેની પાછળ નીચે ઊતરી આવ્યા અને તે લોકો જે ઘાટેથી યર્દન નદી ઓળંગવાના હતાં તે કબજે કરી લીધા અને તેઓએ એક પણ જણને સીમાં ઓળંગીને જવા દીધો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 3:28
12 Iomraidhean Croise  

અને ઇઝરાયલના રાજાએ તેમની પાછળ પડીને તેઓના ઘોડા તથા રથોનો નાશ કર્યો, ને ભારે કતલ કરીને અરામીઓનો સંહાર કર્યો.


અને યર્દન જવાને રસ્તે થઈને ઊતરવાના આરા સુધી માણસો તેઓની પાછળ દોડ્યા. અને તેઓની પાછળ લાગનારા બહાર નીકળતાં જ લોકોએ દરવાજો બંધ કરી દીધો.


ત્યારે યહોવાએ ઇઝરાયલી લોકોને કહ્યું, “મિસરીઓથી, અમોરીઓથી, આમ્‍મોનપુત્રોથી તથા પલિસ્તીઓથી [શું મેં તમને ઉગાર્યા નહોતા] ?


અને ગિલ્યાદીઓએ એફ્રાઈમીઓની સામે યર્દનના આરા રોક્યા. અને એમ થતું કે કોઈ નાસી જતો એફ્રાઈમી કહેતો, ‘મને ઊતરી જવા દે, ’ ત્યારે ગિલ્યાદના માણસો તેને પૂછતાં, ‘શું તું એફ્રાઈમી છે?’ અને જો તે કહેતો,


તે વેળાએ તેઓએ મોઆબના આશરે દશ હજાર પુરુષોને માર્યા, એટલે સર્વ મજબૂત તથા સર્વ શૂરવીર પુરુષને, એક પણ પુરુષ બચી ગયો નહિ.


અને બારાકે ઝબુલોનને તથા નફતાલીને કેદેશમાં બોલાવ્યા. તેની સરદારી નીચે દશ હજાર માણસો તેની સાથે ગયા, ને દબોરા પણ તેની સાથે ગઈ.


તેના સાથીએ ઉત્તર આપ્યો, “એ તો ઇઝરાયલના માણસ યોઆશના દીકરા ગિદિયોનની તરવાર વગર બીજું કંઈ નથી. મિદ્યાનને તથા તેના સર્વ સૈન્યને ઈશ્વરે તેના હાથમાં સોંપ્યા છે.”


જ્યારે ગિદિયોને એ સ્વપ્નનું કથન તથા તેનો અર્થ સાંભળ્યાં, ત્યારે એમ થયું કે તેણે [ઈશ્વરની] આરાધના કરી. અને ઇઝરાયલની છાવણીમાં પાછા આવીને તેણે કહ્યું, “ઊઠો:કેમ કે યહોવાએ મિદ્યાનના સૈન્યને તમારા હાથમાં સોંપ્યું છે.”


પછી તેણે તેઓને કહ્યું, “તમે મારી તરફ નજર રાખીને હું કરું તેમ કરજો. અને જુઓ, જ્યારે હું છાવણીના સૌથી છેલ્લા ભાગ આગળ જઈ પહોંચું, ત્યારે જેમ હું કરું તેમ તમે પણ કરજો.


ગિદિયોને એફ્રાઈમના આખા પહાડી પ્રદેશમાં ખેપિયા મોકલીને કહેવડાવ્યું, “તમે મિદ્યાનીઓ પર ધસી આવો, ને તેઓની અગાઉ બેથ-બારા સુધી [જઈને] યર્દનનાં પાણી આંતરો.” માટે એફ્રાઈમના સર્વ માણસોએ એકત્ર થઈને બેથ-બારા સુધી યર્દનનાં પાણી આંતરો.” માટે એફ્રાઈમના સર્વ માણસોએ એકત્ર થઈને બેથ-બારા સુધી યર્દનનાં પાણી આંતર્યા.


તે જ રાત્રે એમ બન્યું કે યહોવાએ તેને કહ્યું, “ઊઠ, છાવણી પર ઊતરી પડ; કેમ કે મેં તે તારા હાથમાં સોંપી દીધી છે.


વળી આ સર્વ સમુદાય જાણે કે તરવાર કે બરછી વડે યહોવા બચાવ કરતો નથી, કેમ કે લડાઈ તો યહોવાની છે, ને તે તમને અમારા હાથમાં સોંપી દેશે.”


Lean sinn:

Sanasan


Sanasan