Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 20:47 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

47 પણ છસો માણસો પાછા ફરીને અરણ્ય તરફ નાઠા, ને રિમ્મોન ગઢમાં જતા રહ્યા. તેઓ રિમ્મોન ગઢમાં ચાર માસ રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

47 પણ તેમાંથી છસો માણસો ખુલ્લા પ્રદેશમાં થઈને રિમ્મોન ખડક નાસી જઈને બચી ગયા અને ત્યાં તેઓ ચાર માસ રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

47 પણ છસો માણસો પાછા ફરીને અરણ્ય તરફ રિમ્મોનનાં ગઢમાં ભાગી ગયા. ત્યાં ગઢમાં ચાર મહિના સુધી રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

47 ફકત 600 સૈનિકો રણ તરફ રિમ્મોનના કિલ્લા પર ગયા અને તેઓ ત્યાં ચાર મહિના રહ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 20:47
9 Iomraidhean Croise  

જો સૈન્યોના [ઈશ્વર] યહોવાએ આપણે માટે નાનો સરખો શેષ રહેવા દીધો ન હોત, તો આપણે સદોમ અને ગમોરાના જેવા થઈ ગયા હોત.


[મારા લોકો પોકારે છે,] “હે યહોવા, જો કે અમારા અપરાધો અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે, તોપણ તમારા નામની ખાતર કંઈક કરો; કેમ કે અમે વારંવાર પાછા હઠયા છીએ, તમારી વિરુદ્ધ અમે પાપ કર્યું છે.


કેમ કે જો કે તે દુ:ખ દે, તોપણ પોતાની પુષ્કળ કૃપા પ્રમાણે તે દયા કરશે.


હે યહોવા તમારા વિષેનું બ્યાન મેં સાંભળ્યું છે, ને મને ડર લાગે છે; હે યહોવા, આ [ચાલ્યાં જતાં] વર્ષોમાં તમારા કામનું પુનર્જીવન કરો, આ વર્ષોમાં તેને પ્રગટ કરો. કોપમાં પણ દયા સંભારો.


આખો દેશ ગેબાથી તે યરુશાલેમની દક્ષિણે રિમ્મોન સુધી બદલાઈને મેદાન થઈ જશે. બિન્યામીનના દરવાજાથી પહેલા દરવાજા સુધી, અને હનાનેલના બુરજથી તે રાજાના દ્રાક્ષાકુંડ સુધી, [યરુશાલેમને] ઊંચું કરવામાં આવશે, અને તે પોતાને સ્થાને રહેશે.


આ પ્રમાણે તે દિવસે સર્વ મળી બિન્યામીનના પચ્‍ચીસ હજાર તરવારિયા માર્યા ગયા; એ સર્વ શૂરવીર પુરુષો [હતા].


ઇઝરાયલીઓએ પાછા ફરીને ફરીથી બિન્યામીનપુત્રો ઉપર હલ્લો કર્યો, ને આખા નગરની વસતિનો, તેમ જ ઢોરઢાંકનો તથા જે તેમની નજરે પડ્યાં તે સર્વનો તેઓએ તરવારથી નાશ કર્યો. વળી જે નગરો તેમના જોવામાં આવ્યાં તે સર્વને તેઓએ બાળી નાખ્યાં.


સમગ્ર પ્રજાએ રિમ્મોન ગઢમાંના બિન્યામીનપુત્રોને સંદેશો મોકલીને સલાહનો ઢંઢેરો પિટાવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan