Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 20:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 બિન્યામીનીઓએ બીજે દિવસે ગિબયામાંથી તેમની સામે ધસારો કર્યો, અને ફરીથી ઇઝરાયલી લોકોના અઢાર હજાર પુરુષોનો સંહાર કર્યો; એ બધા તરવારિયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 આ બીજી વાર પણ બિન્યામીનીઓ ગિબ્યામાંથી બહાર ધસી આવ્યા અને અઢાર હજાર ઇઝરાયલી સૈનિકોને મારી નાખ્યા; તેઓ સૌ તલવાર ચલાવનાર હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 બિન્યામીનીઓએ ગિબયામાંથી તેઓની સામે આક્રમણ કર્યું તેઓએ ઇઝરાયલ સૈન્યના અઢાર હજાર માણસોને મારી નાખ્યા, તેઓ સર્વ તલવાર બાજીમાં નિપુણ લડવૈયાઓ હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 અને બિન્યામીનનું લશ્કર તેઓને યુદ્ધમાં મળવા માંટે ગિબયાહથી બહાર નીકળ્યું અને 18,000 ઈસ્રાએલી યોદ્ધાઓને બીજે દિવસે રણભૂમિમાં માંરી નાખ્યા, તેઓ બધા તરવારથી શસ્ત્ર સજજ હતાં.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 20:25
11 Iomraidhean Croise  

એવી રીતે કરવું તમારાથી દૂર થાઓ, એટલે દુષ્ટોની સાથે ન્યાયીઓનો સંહાર કરવો, અને એમ ન્યાયીઓને દુષ્ટોની બરાબર ગણવા; એ તમારાથી દૂર થાઓ. આખી પૃથ્વીનો ન્યાયાધીશ શું ન્યાય નહિ કરશે?”


બિન્યામીન ફાડી ખાનાર વરુ છે. સવારે તે શિકાર ખાશે, ને સંધ્યાકાળે લૂટ વહેંચશે.”


મેઘો તથા અંધકાર તેમની આસપાસ છે; ન્યાયીપણું તથા ઇનસાફ તેમના રાજ્યાસનનો પાયો છે.


હે ઇઝરાયલ, ગિબયામાં ભૂંડા લોકોની સામે તેઓને યુદ્ધ કરવું ન પડે એ મતલબથી તેઓ ત્યાં ટકી રહ્યા છે.


આહા! ઈશ્વરની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે! તેમના ઠરાવો કેવા ગૂઢ, ને તેમના માર્ગો કેવા અગમ્ય છે!


તું તો તારા કઠણ તથા પશ્ચાત્તાપસહિત અંત:કરણ પ્રમાણે તારે પોતાને માટે કોપના તથા ઈશ્વરના યથાર્થ ન્યાયના પ્રગટીકરણને દિવસે થનાર કોપનો સંગ્રહ કરે છે.


પણ જો આપણું અન્યાયીપણું ઈશ્વરના ન્યાયીપણાને સ્થાપિત કરે છે, તો આપણે શું કહીએ? શું કોપરૂપી શિક્ષા કરનાર ઈશ્વર અન્યાયી છે? (હું માણસની રીત પ્રમાણે બોલું છું.)


બિન્યામીનપુત્રોએ ગિબિયામાંથી ધસારો કરીને તે દિવસે બાવીસ હજાર ઇઝરાયલીઓને મારીને જમીનદોસ્ત કર્યા.


બીજે દિવસે ઇઝરાયલી લોકો બિન્યામીનપુત્રોની સામે નજીક ગયા.


ત્યારે સર્વ ઇઝરાયલીપુત્રો તથા બધા લોકો બેથેલમાં જઈને રડ્યા, ને ત્યાં યહોવાની હજૂરમાં બેઠા, ને તે દિવસે સાંજ સુધી તેઓએ ઉપવાસ કર્યો; અને તેઓએ યહોવાને દહનીયાર્પણો તથા શાંત્યાર્પણો ચઢાવ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan