Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 20:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 ત્યારે દાનથી તે છેક બેરશેબા સુધીના તથા ગિલ્યાદ દેશના સર્વ ઇઝરાયલી લોકો નીકળી આવીને સમગ્ર પ્રજા મિસ્પામાં યહોવાની આગળ એક મતે ભેગી મળી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 ઉત્તરમાં દાનથી દક્ષિણે બેરશેબા સુધી અને પૂર્વમાં છેક ગિલ્યાદના પ્રાંતમાંથી સર્વ ઇઝરાયલીઓએ એ પડકાર ઝીલી લીધો. તેઓ સૌ મિસ્પામાં પ્રભુ સમક્ષ એક મને એકત્ર થયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 પછી સર્વ ઇઝરાયલ લોકો દાનથી તે બેરશેબા સુધીના, ગિલ્યાદ દેશના તમામ ઇઝરાયલી લોકો ઈશ્વરની આગળ એકમતના થઈને મિસ્પામાં સમૂહમાં એકત્ર થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 ઉત્તરે દાનથી માંડીને દક્ષિણે બેરશેબા પ્રદેશ સુધીના ઈસ્રાએલના સમગ્ર દેશમાંથી અને પૂર્વના ગિલયાદથી સર્વ લોકો મિસ્પાહ મુકામે યહોવા સમક્ષ એકત્ર થયાં.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 20:1
35 Iomraidhean Croise  

અને તેણે યહૂદિયાના સર્વ માણસોનાં દિલ એક માણસ [ના દિલ] જેમ માનવી લીધાં; જેથી તેઓએ રાજાને કહાવી મોકલ્યું, “તમે તથા તમારા સર્વ ચાકરો પાછા આવો.”


તેણે ઈશ-બોશેથને ગિલ્યાદ પર, આશેરીઓ પર, યિઝ્રએલ પર, એફ્રાઈમ પર, બિન્યામીન પર તથા સર્વ ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો.


પોતાની સાથે યોઆબ સેનાપતિ હતો તેને રાજાએ કહ્યું, “દાનથી તે બેરશેબા સુધી ઇઝરાયલનાં સર્વ કુળોમાં બધે ફરીને લોકોની ગણતરી કર, કે હું લોકોની કુલ સંખ્યા જાણું.”


તેમ જો હું ન કરું તો ઈશ્વર મારી સાથે કડકમાં કડક રીતે વર્તો.”


તેથી જેમ યહોવાએ મારા પિતા દાઉદને કહ્યું હતું, ‘તારા જે પુત્રને હું તારે સ્થાને તારા રાજ્યાસન પર બેસાડીશ તે મારા નામને અર્થે ઘર બાંધશે, ’ તે પ્રમાણે હું મારા ઈશ્વર યહોવાના નામને અર્થે ઘર બાંધવાનો ઇરાદો રાખું છું.


હવે સૈન્યના સર્વ સરદારોએ તથા તેઓના માણસોએ સાંભળ્યું કે બાબિલના રાજાએ ગદાલ્યાને લૂબો ઠરાવ્યો છે, ત્યારે તેઓ, એટલે નથાન્યાનો દીકરો ઈશ્માએલ, કારેહનો દીકરો યોહાનાન, નટોફાથી તાન્હુમેથનો દીકરો સરાયા તથા માકાથીનો દીકરો યઝાન્યા, તેઓ પોતાના માણસો સહિત ગદાલ્યા પાસે મિસ્પામાં આવ્યા.


દાઉદે યોઆબને તથા લોકોના આગેવાનોને કહ્યું, “જાઓ, બેરશેબાથી તે છેક દાન સુધી ઇઝરાયલની ગણતરી કરો. અને ખબર કાઢીને મારી પાસે આવો કે, તેઓની કુલ સંખ્યા કેટલી છે તે હું જાણું.”


માટે ઇઝરાયલના ઈશ્વર યહોવાનું પાસ્ખાપર્વ પાળવા માટે યરુશાલેમ આવવું એવી જાહેરાત બેર-શેબાથી તે દાન સુધી આખા ઇઝરાયલમાં કરવાનો ઠરાવ તેઓએ કર્યો. કેમ કે [નિયમશાસ્ત્રમાં] ફરમાવેલી રીત પ્રમાણે તેઓએ લાંબી મુદતથી તે પાછું વાળ્યુ નહોતું.


ઇઝરાયલી લોકો પોતાનાં નગરોમાં વસ્યા પછી, સાતમો માસ આવ્યો ત્યારે લોકો એક દિલથી યરુશાલેમમાં એકત્ર થયા.


હાસાર-શુઆલમાં, બેરશેબામાં તથા તેના કસબાઓમાં;


સાતમો માસ આવ્યો ત્યારે સર્વ લોકો એક દિલથી પાણીના દરવાજાની સામેના ચોકમાં એકત્ર થયા; મૂસાનું જે નિયમશાસ્ત્ર યહોવાએ ઇઝરાયલને ફરમાવ્યું હતું તેનું પુસ્તક લાવવાને તેઓએ એઝરા શાસ્ત્રીને કહ્યું.


પછી યર્મિયા, અહીકામના પુત્ર ગદાલ્યાની પાસે મિસ્પામાં ગયો, ને તેની સાથે દેશમાં જે લોકો બાકી રહ્યા હતા તેઓ મધ્યે રહ્યો.


હવે રૂબેનના પુત્રો તથા ગાદના પુત્રોની પાસે ઘણાં ઢોરઢાંક હતાં. અને તેઓએ યાઝેરનો દેશ તથા ગિલ્યાદનો દેશ જોયો કે તે જગા ઢોરને માટે અનુકૂળ જગા છે,


અને મૂસાએ મનાશ્શાના દિકરા માખીરને ગિલ્યાદ આપ્યું. અને તે તેમાં રહ્યો.


તથા દિલાન તથા મિસ્પા તથા યોક્તેલ;


અને મનાશ્શા જે યૂસફનો વડો પુત્ર હતો, તેના કુળને માટે આ ભાગ હતો:મનાશ્શાનો વડો પુત્ર માખીર, ગિલ્યાદનો પિતા, લડવૈયો હતો, એ માટે તેને તો ગિલ્યાદ તથા બાશાન મળ્યાં,


તથા મિસ્પા તથા કફીરા તથા મોસા;


ઇઝરાયલી લોકોએ તે સાંભળ્યું, ત્યારે તેઓની આખી પ્રજઅ તેમની સાથે યુદ્ધ કરવા માટે શીલોમાં ભેગી થઈ.


અને રુબેનપુત્રો ને ગાદપુત્રો ને મનાશ્શાનું અર્ધકુળ કનાન દેશમાંના શીલોમાંથી ઇઝરાયલીઓ મધ્યેથી નીકળીને પોતાના વતણો ગિલ્યાદ પ્રાંત, જે મૂસાની મારફતે અપાયેલી યહોવાની આ પ્રમાણે તેઓને મળ્યો હતો, તેમાં જવાને પાછા ફર્યા.


આશરે ચાળીસ હજાર માણસ યુદ્ધને માટે શસ્‍ત્ર સજીને તૈયાર થયેલા, યહોવાની આગળ, યરીખોના મેદાનમાં લડવા [નદી] ઊતર્યા.


પછી આમ્‍મોનપુત્રોએ એકત્ર થઈને ગિલ્યાદમાં છાવણી કરી. અને ઇઝરાયલી લોકોએ એકત્ર થઈને મિસ્પામાં છાવણી કરી.


ત્યારે યિફતા ગિલ્યાદના વડીલોની સાથે ગયો, ને લોકોએ તેને પોતાનો સરદાર તથા સેનાપતિ ઠરાવ્યો. અને યિફતાએ પોતાની સર્વ વાતો મિસ્પામાં યહોવાની આગળ કહી.


પછી યિફતા પોતાને ઘેર મિસ્પામાં પાછો આવ્યો, ત્યારે જુઓ, તેની દીકરી ડફ લઈને નૃત્ય કરતી કરતી તેને મળવા બહાર આવી. તે તેની એકનીએક દીકરી હતી. તે વિના તેને દીકરો કે દીકરી કંઈ ન હતું.


અને ઇઝરાયલને પેટે જન્મેલા પોતાના પૂર્વ જ દાનના નામ ઉપરથી તેઓએ તેનું નામ દાન પાડ્યું; પરંતુ પહેલાં તે નગરનું નામ લાઇશ હતું.


એવી રીતે ઇઝરાયલના સર્વ માણસો એક મતે તે નગર સામે ભેગા થયા.


ઇઝરાયલપુત્રો ઊઠીને બેથેલ ગયા, ને ઈશ્વરની સલાહ પૂછી; અને તેઓએ કહ્યું, “બિન્યામીનપુત્રોની સામે યુદ્ધ કરવા માટે અમારા તરફથી પહેલો કોણ ચઢાઈ કરે?” યહોવાએ કહ્યું, “યહૂદા પહેલો [જાય].”


સર્વ લોકોના, એટલે ઇઝરાયલનાં સર્વ કુળોના મુખ્યો ચાર લાખ તરવારિયા પેદલ પુરુષો ઈશ્વરના લોકોની સભામાં હાજર થયા.


ત્યારે સર્વ ઇઝરાયલીપુત્રો તથા બધા લોકો બેથેલમાં જઈને રડ્યા, ને ત્યાં યહોવાની હજૂરમાં બેઠા, ને તે દિવસે સાંજ સુધી તેઓએ ઉપવાસ કર્યો; અને તેઓએ યહોવાને દહનીયાર્પણો તથા શાંત્યાર્પણો ચઢાવ્યાં.


સર્વ લોકોએ એક મતે ઊભા થઈને કહ્યું, “અમારામાંનો કોઈપણ પોતાના તંબુએ જશે નહિ. કોઈ પણ પાછો ફરીને પોતાને ઘેર જશે નહિ. કોઈ પણ પાછો ફરીને પોતાને ઘેર જશે નહિ.


અને ઇઝરાયલી લોકોએ કહ્યું, “ઇઝરાયલનાં સર્વ કુળોમાંથી મળેલી સભામાં યહોવાની હજૂરમાં આવ્યો ન હોય એવો કોણ છે?” કેમ કે મિસ્પામાં યહોવાની હજૂરમાં જે માણસ ન આવે તેને જરૂર મારી નાખવો એવી ભારે પ્રતિજ્ઞા તેઓએ લીધી હતી.


શમુએલે લોકોને બોલાવીને મિસ્પામાં યહોવાની સમક્ષ ભેગા કર્યા.


અને દાનથી તે ઠેઠ બેરશેબા સુધીના સર્વ ઇઝરાયલીઓએ જાણ્યું કે, યહોવાના પ્રબોધક તરીકે શમુએલ નિમાયો છે.


Lean sinn:

Sanasan


Sanasan