Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 2:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 તેથી ઇઝરાયલ પર યહોવાનો રોષ ચઢ્યો. અને તેમણે કહ્યું, “મેં જે કરાર આ પ્રજાના પિતૃઓની સાથે કર્યો હતો તેનું તેઓએ ઉલ્લંઘન કર્યું છે, ને મારી વાણી પર લક્ષ આપ્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 ત્યારે પ્રભુ ઇઝરાયલ પર કોપાયમાન થઈને તેમને કહેતા, “આ પ્રજાએ મેં તેમના પૂર્વજોને ફરમાવેલા કરારનો ભંગ કર્યો છે; કારણ, તેમણે મારી વાણી પર લક્ષ આપ્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 તેથી ઈશ્વરનો ક્રોધ ઇઝરાયલ વિરુદ્ધ સળગી ઊઠ્યો; તેમણે કહ્યું, “આ પ્રજાના પિતૃઓની સાથે જે કરાર મેં કર્યો હતો તેનું તેઓએ ઉલ્લંઘન કર્યું છે. અને મારી વાણી સાંભળી નથી,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 આથી ફરીથી યહોવાનો કોપ ઈસ્રાએલીઓ ઉપર ભભૂકી ઊઠતો, તે કહેતા, “આ પ્રજાએ મેં એમના પિતૃઓને પાળવા કહેલા કરારનો ભંગ કર્યો છે. મેં કરેલી આજ્ઞાઓનું પાલન તેમણે કર્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 2:20
16 Iomraidhean Croise  

યહોવાનો કોપ ફરી ઇઝરાયલ પર સળગી ઊઠ્યો; અને તેમણે દાઉદને તેઓની વિરુદ્ધ ઉશ્કેરીને કહ્યું, “જા, ઇઝરાયલ તથા યહૂદિયાની ગણતરી કર.”


તે માટે પોતાના લોકો સામે યહોવાનો કોપ સળગી ઊઠ્યો. અને પોતાના વારસામાંથી તે કંટાળી ગયા.


તેઓએ ઈશ્વરનો કરાર પાળ્યો નહિ, અને તેમના નિયમ પ્રમાણે વર્તવાને ના પાડી;


જે સમયે મેં તેઓના પૂર્વજોને મિસર દેશમાંથી કાઢી લાવવા માટે તેઓનો હાથ પકડયો, તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો તે કરાર નહિ થાય! હું તેઓનો ધણી થયા છતાં તે મારો કરાર તેઓએ તોડયો, ” એવું યહોવા કહે છે.


“હું તમને લાકડી નીચે ચલાવીશ, ને હું તમને કરારનાં બંધનમાં લાવીશ.


અને ઇઝરાયલ ઉપર યહોવાનો કોપ સળગી ઊઠ્યો, ને તેણે ચાળીસ વર્ષ સુધી, એટલે જે પેઢીએ યહોવાની દષ્ટિમાં ભૂંડું કર્યું હતું તે બધાંનો નાશ થયો ત્યાં સુધી તેઓને અરણ્યમાં અહીંતહીં અથડાવ્યા.


કેમ કે મારો કોપ ભડકે બળે છે, અને શેઓલના તળિયા સુધી તે બળે છે, અને પૃથ્વીને તેની પેદાશસહિત ખાઈ નાખે છે, અને પર્વતોના પાયાને સળગાવી દે છે.


તમારા ઈશ્વર યહોવાએ જે કરાર તમારી સાથે કર્યો તે જ્યારે તમે તોડશો, ને જઈને બીજા દેવોની સેવા કરશો, ને તેઓને પગે લાગશો, ત્યારે યહોવાનો કોપ તમારા ઉપર સળગી ઊઠશે, ને સારો દેશ તેમણે તમને આપ્યો છે તેમાં તમારો નાશ વહેલો થઈ જશે.”


આથી યહોવાનો કોપ ઇઝરાયલ પર સળગી ઊઠ્યો, ને તેણે તેઓને પલિસ્તીઓના હાથમાં તથા આમ્‍મોન-પુત્રોના હાથમાં વેચી દીધા.


ત્યારે યહોવાનો કોપ ઇઝરાયલ પર સળગી ઊઠ્યો, ને તેમણે તેઓને પાયમાલ કરનારાઓના હાથમાં સોંપ્યા કે, જેઓએ તેમને પાયમાલ કર્યા, અને યહોવાએ તેઓને તેઓની ચારે તરફના શત્રુઓના હાથમાં વેચી દીધા કે, જેથી તેઓ ત્યાર પછી તેઓના શત્રુઓની સામે વધારે વાર ટકી શક્યા નહિ.


પણ ન્યાયાધીશના મરણ પછી એમ થતું કે તેઓ પાછા ફરી જતા, તથા અન્ય દેવોની ઉપાસના કરીને તથા તેઓને પગે લાગીને તેઓ તેમના પિતૃઓ કરતાં વધારે ભ્રષ્ટ થઈ જતા. તેઓ પોતાનાં કામથી તથા દુરાગ્રહથી પાછા હઠતા નહિ.


તે માટે યહોવાનો કોપ ઇઝરાયલ પર સળગી ઊઠ્યો, ને તેમણે અરામ-નાહરાઈમના રાજા કૂશાન-રિશાથાઈમના હાથમાં તેઓની વેચી દીધા. અને આઠ વર્ષ સુધી ઇઝરાયલી લોકો કૂશાન-રિશાથાઈમને તાબે રહ્યા.


Lean sinn:

Sanasan


Sanasan