Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ન્યાયાધીશો 2:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 જ્યારે યહોવા તેઓને માટે ન્યાયાધીશો ઊભા કરતા હતા, ત્યારે યહોવા તે ન્યાયાધીશની સાથે રહેતા હતા, ત્યારે યહોવા તે ન્યાયાધીશના જીવતાં સુધી તેઓના શત્રુઓના હાથમાંથી તેઓને તે બચાવતા હતા, કેમ કે જેઓ તેમના ઉપર જુલમ કરતા હતા ને તેમને દુ:ખ આપતા હતા તેઓના [જુલમને] લીધે તેઓ નિસાસા નાખતા તેને લીધે યહોવાને દયા આવતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 પ્રભુ જ્યારે જ્યારે ઇઝરાયલ માટે ન્યાયાધીશ ઊભો કરે ત્યારે પ્રભુ તે ન્યાયાધીશની સાથે રહેતા અને એ ન્યાયાધીશના જીવતાં સુધી પ્રભુ તેમનો તેમના શત્રુઓથી બચાવ કરતા. પ્રભુને તેમના પર દયા આવતી; કારણ, તેઓ તેમના શત્રુઓ તરફનાં દુ:ખ અને જુલમને કારણે નિસાસા નાખતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 જયારે યહોવાહે તેઓને માટે ન્યાયાધીશો નીમ્યા હતા, ત્યારે ઈશ્વર એ ન્યાયાધીશોને મદદ કરતા અને તેઓના જીવતાં સુધી શત્રુઓના હાથમાંથી લોકોને છોડાવતા હતા. કેમ કે જુલમગારો તથા સતાવનારાઓના ત્રાસથી તેઓ નિસાસા નાખતા હોવાથી ઈશ્વરને તેઓ પર દયા આવી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 જયારે જયારે યહોવા તેમના ઉપર કોઈ ન્યાયાધીશ નીમતા ત્યારે તેઓ તેની સાથે રહેતા, તેણે તેઓની કાળજી લીધી અને તેમનું તેમના શત્રુઓથી રક્ષણ કર્યુ. તેણે તેઓની ઉપર દયા બતાવવા આમ કર્યુ કારણકે તેઓના શત્રુઓ દ્વારા તેમના ઉપર જુલમો અને અત્યાચારો થયાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac




ન્યાયાધીશો 2:18
22 Iomraidhean Croise  

અને યહોવાએ પૃથ્વી પર માણસને ઉત્પન્‍ન કર્યું, તેનો યહોવાને પશ્વાત્તાપ થયો, ને હ્રદયમાં તે ખેદિત થયા.


યહોઆહાઝે યહોવાને વિનંતી કરી, ને યહોવાએ તેનું સાંભળ્યું; કેમ કે અરામનો રાજા ઇઝરાયલ પર કેવો જુલમ કરતો હતો, તે તેમણે જોયું.


યહોવા કહે છે, “ગરીબોને લૂંટયાને લીધે તથા દરિદ્રીઓના નિસાસાને લીધે હું હવે ઊઠીશ; અને જેને તેઓ તુચ્છકારે છે તેને હું સહીસલામત રાખીશ.”


હે યહોવા, પાછા આવો; ક્યાં સુધી? તમારા સેવકો પર કરુણા કરો.


અને તેઓના દુ:ખનો આર્તનાદ સાંભળીને ઈશ્વરે ઇબ્રાહિમની તથા ઇસહાકની તથા યાકૂબની સાથેનો પોતાનો કરાર યાદ કર્યો.


ત્યારે ઈશ્વરે કહ્યું, “હું નિશ્વે તારી સાથે હોઈશ. અને મેં તને મોકલ્યો છે તેનું પ્રમાણ તારે માટે એ થશે કે જ્યારે તે લોકોને તું મિસરમાંથી કાઢી લાવે ત્યારે તમે આ પર્વત પર ઈશ્વરનું ભજન કરશો.”


અને જે આફત યહોવાએ પોતાના લોક પર લાવવાનું કહ્યુ હતું તે વિષે તેમણે પોતાનું મન ફેરવ્યું.


હે એફ્રાઈમ, હું તને શી રીતે તજી દઉ? હે ઇઝરાયલ, હું તને શી રીતે સોંપી દઉ? હું શી રીતે તારા હાલ આહ્માહના જેવા કરું? હું શી રીતે તારી સાથે સબોઈમની જેમ વર્તું? મારા મનમાં ઊથલપાથલ થાય છે, મારી કરુણાવૃત્તિઓ પ્રબળ થાય છે.


તેઓનાં કામ ઈશ્વરે જોયાં, કે તેઓએ પોતાનાં દુષ્ટ આચરણોને તજી દીધાં. આથી તેઓ પર જે આપત્તિ લાવવાનું ઈશ્વરે કહ્યું હતું તે વિષે તેમને પશ્ચાતાપ થયો. અને તેમણે તે [આપત્તિનો] અમલ કર્યો નહિ.


અને જ્યારે તમે પોતાના દેશમાં તમારા ઉપર જુલમ કરનાર શત્રુઓની સામે યુદ્ધ કરવા જાઓ, ત્યારે ભયસૂચક રણશિંગડાં વગાડો. અને યહોવા તમારા ઈશ્વરની હજૂરમાં તમારું સ્મરણ કરવામાં આવશે, ને તમે પોતાના શત્રુઓથી બચાવ પામશો.


કેમ કે યહોવા પોતાના લોકનો ઇનસાફ કરશે, અને જ્યારે તે જોશે કે તેઓ નિર્બળ થઈ ગયા છે, અને બંદીવાન કે છૂટો એવો કોઈ બાકી રહ્યો નથી, ત્યારે તેના સેવકોને માટે તે ખેદિત થશે.


તારા આયુષ્યના સર્વ દિવસભર તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહિ. જેમ મૂસાની સાથે હું રહ્યો હતો, તેમ તારી સાથે પણ હું રહીશ. હું તને તજીશ નહિ; ને મૂકી દઈશ નહિ.


અને તેઓએ પોતામાંથી પારકા દેવોને દૂર કરીને યહોવાની ઉપાસના કરી. અને ઇઝરાયલના દુ:ખને લીધે યહોવાનો આત્મા ખિન્‍ન થયો.


એમ આમ્મોનપુત્રોની સાથે યુદ્ધ કરવા માટે યિફતા તેઓની સામે ગયો; અને યહોવાએ તેઓને તેના હાથમાં સોંપ્યા.


પણ ન્યાયાધીશના મરણ પછી એમ થતું કે તેઓ પાછા ફરી જતા, તથા અન્ય દેવોની ઉપાસના કરીને તથા તેઓને પગે લાગીને તેઓ તેમના પિતૃઓ કરતાં વધારે ભ્રષ્ટ થઈ જતા. તેઓ પોતાનાં કામથી તથા દુરાગ્રહથી પાછા હઠતા નહિ.


અને ઇઝરાયલી લોકોએ યહોવાને પોકાર કર્યો, ત્યારે યહોવાએ ઇઝરાયલી લોકોના બચાવનાર તરીકે કાલેબના નાના ભાઈ કનાઝના દીકરા ઓથ્નીએલને ઊભો કર્યો. તેણે તેઓને બચાવ્યા.


અને યહોવાના દૂતે તેને દર્શન આપીને કહ્યું, “પરાક્રમી શૂરવીર, યહોવા તારી સાથે છે.”


યહોવાએ તેને કહ્યું, “સાચે જ હું તારી સાથે હોઈશ, ને તું જાણે એક માણસને મારતો હોય તેમ તું મિદ્યાનીઓને મારશે.”


Lean sinn:

Sanasan


Sanasan